________________
૮૧૬
શારદા સુવાસ જેમના આત્મા ઉપરથી અજ્ઞાનને અંધકાર નષ્ટ થઈ ગયું છે અને મુખ ઉપર ત્યાગ અને વૈરાગ્યની ત ઝળહળી ઉઠી છે એવા નેમકુમારે એક હજાર પુરૂષે સાથે દીક્ષા લીધી–નેમકુમાર મટીને નેમનાથ ભગવાન બની ગયા. કૃષ્ણ વાસુદેવે એમને અંતરના આશીર્વાદ આપ્યા. તીર્થકર પ્રભુ દીક્ષા લીધા પછી તે સ્થાનકમાં રોકાતા નથી. વિવાર કરી જાય છે, ત્યાગ કરનારને તે સંસારની જેલમાંથી મુક્ત બન્યાને આનંદ હોય છે પણ માતા પિતા ભાઈ વિગેરેને દિલમાં ખૂબ દુઃખ થાય છે એટલે તે રડે છે, ગુરે છે. કપાત કરે છે પણ ત્યાગી પાછું વાળીને જતા નથી. મહાવીર પ્રભુએ દીક્ષા લીધા પછી વિહાર કર્યો ત્યારે તેમની પત્ની યશોદા તથા પુત્રી પ્રિયદર્શના અને તેમના મોટાભાઈ નંદીવર્ધન વિગેરે પછાડ ખાઈને ભેચ પડ્યા. મુખમાંથી ચીસ નીકળી ગઈ કે એ વર્ધમાનકુમાર ! અમને મૂકીને
ક્યાં ચાલ્યા? ખૂબ કલ્પાંત કર્યો પણ ભગવાન ઉભા રહ્યા નહિ. એ તે ચાલ્યા ગયા. સનકુમાર ચક્રવર્તિએ છ છ ખંડની સાહાબી છેડીને સંયમ લીધે ત્યારે એમની રાણીએ, પુત્ર-પુત્રીઓ, કરચાકરે આદિ પરિવાર છ છ મહિના સુધી એમની પાછળ ફર્યો, ખૂબ ગ, ખૂબ કલ્પાંત કર્યો પણ એમના સામી દષ્ટિ પણ ન કરી. ઉત્તમ પુરૂષે જેને એક વખત છોડી દે છે તેના સામી ફરીને દષ્ટિ કરતા નથી. એ તે એમની આત્મસમાધિમાં લીન રહે છે. સનતકુમાર ચક્રવતિએ પરિવારના સામે દૃષ્ટિ ન કરી ત્યારે બધા છ મહિને હતાશ થઈને પાછા ફર્યા. સંસારના બંધને તૂટી જાય છે ત્યારે મેક્ષ મળે છે.
નેમકુમાર સંસાર છોડીને એક હજાર સંતના શીરોમણી બન્યા. કૃણવાસુદેવ આદિ પરિવારે તેમને અંતરથી આશીર્વાદ આપ્યા કે હે નેમકુમાર ! તમે જે ધ્યેયથી દીક્ષા લે છે તેને જલ્દી સિદ્ધ કરે. જ્ઞાન-દર્શન-ચારિત્રમાં વૃદ્ધિ પામો, પણ આંખમાંથી આંસુડાની ધારા વહેવા લાગી. હવે એમને મૂકીને જવું ગમતું નથી પણ ત્યાગી એ ત્યાગી અને સંસારી તે સંસારી. દીક્ષાનું કાર્ય સમાપ્ત થયું. અંતરના આશીષ આપ્યા પછી હવે શું કરે છે.
एवं ते रामकेसवा, दसारा य बहुजणा।
अरिट्टनेमि वंदित्ता, अभिगया बारगापुरिं ॥२७॥ રામ એટલે બળદેવ, કેશવ એટલે કૃષ્ણ અને સમુદ્રવિજય રાજા આદિ દશ દશાહ ભાઈઓ તથા સાથે આવેલી દ્વારકા નગરીની જનતા બધાએ અરિષ્ટનેમિ ભગવાનને વંદન કર્યા પછી આંખમાંથી આંસુડા વહાવતા દ્વારકા નગરી તરફ ગયા. દ્વારકા નગરી તે ઘણી મોટી છે. વસ્તી પણ ઘણી છે પણ આ બધે પરિવાર રેવતક પર્વત ઉપરથી ઉતરીને દ્વારકા નગરીમાં આવ્યું ત્યારે બધાને નગરી શૂનકાર લાગવા માંડી. દીક્ષા તે નેમકુમાર અને હજાર યાદવેએ લીધી છે પણ એમને તે જાણે આખી નગરી શૂન્ય લાગવા માંડી. રાજભવને સૂના સૂના લાગવા માંડયા. એમને કયાંય ચેન પડતું નથી. મોક્ષગામી છ તે દીક્ષા