________________
८४४
શારદા સુવાસ આવશે ખરા. (શ્રોતામાંથી અવાજ – ના, સાહેબ....ચક્રવર્તિની સ્ત્ર રત્ન અને બચાવવા સમર્થ ન બની તે અમારા શ્રીમતી કયાંથી બચાવી શકે? (હસાહસ)
આટલું તે તમે જાણે છે ને સમજે છે તે પછી પરની પળોજણમાં શા માટે પડયા છે? પરની પંચાત અને પરને સંગ છેડીને સત્સંગ કરો, સત્સંગ કરીને આત્મ સ્વરૂપમાં લીન બનવા માટે અસંગી બને. કુટુંબ પરિવાર, પૈસા, બંગલા બધાને સંગ જીવને છોડવો પડશે પણ આજના જીની દશા કેવી છે તે જાણે છે? “પરમાં લીન અને સ્વમાં દીન ” પૈસા, પત્ની, પરિવારમાં એવા લીન બન્યા છે કે એને માટે ગમે તેટલું કષ્ટ પડે તે એને કષ્ટ લાગતું નથી અને આત્મ કલ્યાણ કરવા માટે કષ્ટ વેઠવું પડે તે એ રાંકડે બની જાય છે કે હું આવા કષ્ટો કેવી રીતે સહન કરું? મારાથી ત્યાગ નહિ થાય. સાચું સુખ મેળવવું હશે તે આ બધાને સંગ છેડીને અસંગી બનવું પડશે. કુંવારી છોકરી પરણે છે ત્યારે લગ્ન વખતે એને બે સાડી પહેરાવવામાં આવે છે. એક પાનેતર ને બીજું ઘરાળું. તમને એને કદી વિચાર આવ્યું છે કે બે સાડી શા માટે પહેરાવવામાં આવે છે? પાનેતરને રંગ સફેદ અને ઘરચોળાને રંગ પચરંગી છે. પરણીને સાસરે જતી કન્યાને ઘરેલું ઉપદેશ આપે છે કે હે દીકરી ! તું માતાપિતાનું ઘર છોડીને પર ઘેર...સાસરે જાય છે. ત્યાં તને બધું પચરંગી વાતાવરણ મળશે. પણ તું એ પચરંગી વાતાવરણમાં રહીને પણ પાનેતરના એક રંગની માફક એક રંગી રહીને સહન કરતા શીખજે. સત્સંગી બનીને પુદ્ગલના પચરંગી ભાવેને ટાળજે ને તારા આત્માને પવિત્ર અને નિર્મળ બનાવજે. - આત્મસ્વરૂપની વિચારણામાં લીન બનેલા છે અને જેને મેક્ષમાં જવા માટેનો તલસાટ છે તેવા વીતરાગી સંતેનું હૃદય પવિત્ર અને નિર્મળ હોય છે. જેમ નદી વહે છે તે તેનું પાણી નિર્મળ રહે છે પણ ખાબોચીયાનું કે તળાવનું પાણુ નદીના નીર જેવું નિર્મળ હેતું નથી, તેમ ભગવાન કહે છે કે મારા સંતે પણ આત્માને નિર્મળ બનાવવા માટે જ રામાનુગ્રામ વિચરે છે અને જે ક્ષેત્રમાં જાય છે ત્યાંના શ્રાવકને ધર્મના રંગે રંગી આત્મસ્વરૂપની પિછાણ કરાવે છે. કે માણસના હાથમાં પાંચ રૂપિયાની નોટ હોય ને કહે કે મને કેઈ શેર દૂધ આપતું નથી, એ કદી બને ખરું? બીજું ન મળે તે કંઈ નહિ પણ શેર દૂધ તે મળે ને ? જે કઈ દૂધ ન આપે તે સમજી લેવું કે એ પાંચની નોટ નથી પણ કાગળીયું છે. જે પાંચની નેટ હેય તે દૂધ મળ્યા વિના ન રહે. સમજ્યા? એવી રીતે જેમણે ચારિત્ર અંગીકાર કર્યું છે તે આત્માઓ વહેલામાં વહેલા તે ભવે. ત્રીજા ભવે ને મેડામાં મેડા પંદર ભવે મેક્ષમાં જાય. જો એને મિક્ષ ન મળે તે સમજી લેવું કે ચારિત્ર નથી પણ બાહા વેશ છે અને શ્રાવકનું પણ કલ્યાણ ન થતું હોય તે સમજી લેવું કે માત્ર શ્રાવકપણાનું લેબલ લગાવેલું છે. આ જિનશાસનની બલીહારી છે કે આ