Book Title: Sharda Suvas
Author(s): Shardabai Mahasati
Publisher: Sudharma Gyanmandir

View full book text
Previous | Next

Page 1012
________________ શારદા સુવાસ આ વાતની ખબર પડી, એટલે રાજા, જિનસેના રાણ, જિનસેનકુમાર બધા દર્શન કરવા ગયા. તેમને વંદન કરી તેમના મુખેથી વાણુ સાંભળીને જયમંગલ રાજાને વૈરાગ્ય આવે એટલે ઘેર આવીને પ્રધાન, મંત્રી વિગેરેને લાવ્યા. જિનસેનકુમારને બેલા ને બધાની સમક્ષમાં કહ્યું-હવે મને સંસાર અસાર લાગે છે. મેં જિનસેના રાણીને ઘણું કષ્ટ આપ્યું છે, મારે પાપનું પ્રાયશ્ચિત કરવા દીક્ષા લેવી છે, ત્યારે જિનસેનકુમારે કહ્યું-પિતાજી! હું તે હજુ નાનું છું. આપ મારા માથે ક્યાં ભાર નાખે છે ? હજુ મેં તે આપના લાડ જોયા નથી, મેં આપની સેવા પણ કરી નથી, માટે હું આપને દીક્ષા લેવા નહિ દઉં. હમણું તે મને આપની છત્રછાયામાં રાખે પછી આપ દીક્ષા લેજે, ત્યારે રાજાએ કહ્યું બેટા ! હવે મારી એકેક ક્ષણ લાખેણી જાય છે. મને ક્ષણવાર સંસારમાં રહેવું ગમતું નથી. માટે મને દીક્ષાની આજ્ઞા આપ. જિનસેનકુમાર ખૂબ આનાકાની કરવા લાગ્યા, ત્યારે પ્રધાને કહ્યું જિનસેનકુમાર ! તમે બધી રીતે એગ્ય છે, માટે પિતાજીને એમની ઈચ્છાનુસાર દીક્ષા લેવા દે. બધાએ ખૂબ સમજાવ્યા એટલે અનિચ્છાએ દીક્ષાની આજ્ઞા આપી. જયમંગલ રાજાએ પિતાના સ્વહસ્તે ખૂબ ધામધૂમથી ને ઠાઠમાઠથી પિતાને હાલસોયા પુત્ર જિનસેનકુમારને રાજ્યાભિષેક મહત્સવ ઉજવ્યો ને શુભ દિવસ ને શુભ મુહુર્તે જિનસેનકુમારને રાજતિલક કર્યું. જિનસેનકુમારે પિતાના દીક્ષા મહત્સવની તૈયારી કરી. જિનસેના રાણી દીક્ષાની રાહ જોતા હતા. રાજા દીક્ષા લેવા તૈયાર થયા, એટલે રાણી પણ દીક્ષા લેવા તૈયાર થયા, તેથી જિનસેનકુમારને ત્રણ સસરા ચંદ્રસેન રાજા, માધવસિંહ રાજા, અને સિંહલદ્વીપના રાજા એ ત્રણેને જાણ કરી. ત્રણે રાજાએ પોતાની રાણીઓ સહિત કંચનપુરમાં આવ્યા. જયમંગલ રાજા અને જિનસેના રાણીને તીવ્ર વૈરાગ્ય જેઈને તેમને પણ દીક્ષા લેવાનું મન થયું. ચાર મહારાજા અને પાંચ રાણીઓએ ધમશેષ મુનિ પાસે દીક્ષા લીધી. જિનસેનકુમારે બડી ધામધૂમથી પિતાના માતાપિતા અને સાસુ સસરાને દીક્ષા મહોત્સવ ઉજવ્યું. બંધુઓ! પવિત્ર માણસના સંગમાં રહેવાથી પાપી પણ પુનિત બની જાય છે. રત્નાવતી રાણી એક વખત કેવી પાપી અને કેટલી કેવી હતી, પણ જિનસેના રાણી અને જિનસેનકુમારના સંગમાં રહેવાથી એનું જીવન સુધરી ગયું ને એણે પણ દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી એ બધા આત્માઓએ ઉગ્ર તપ, સંયમની સાધના કરી ને અંતિમ સમયે સંથારે કરીને દેવલોકમાં ગયા. વૈરાગ્યવાસિત બનેલા જિનસેન રાજા” :- આ તરફ જિનસેન મહારાજા ચારેય રાજ્યનું ખૂબ ન્યાયનીતિથી પાલન કરવા લાગ્યા. તેમણે પિતાના રાજ્યમાં અહિંસાને અમારી પડખુ વગડા ને હિંસાને નાશ કર્યો. પોતે રાજ્ય ચલાવવા છતાં રોજ દર્શન કરવા, વ્યાખ્યાન સાંભળવા, દાન દેવું વિગેરે ધર્મારાધના ચાલુ રાખી. જિનસેનકુમારને માથે ચારચાર રાજ્યની જવાબદારી હોવા છતાં ધમ ભૂલ્યા ન હતા. સંસાર સુખ ભોગવતાં મદનમાલતીને એકપુત્ર થયે તેનું નામ મદનસેન પાડ્યું. ચંપકમાલાને દાનસેન અને શીલસેન

Loading...

Page Navigation
1 ... 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040