________________
૭
શારદા સુવાય જેમ ચપ્પણીયું લઈને રૂપની ભીખ માંગવા નીકળ્યા છો ને ઉપરથી પાછી સાબિતી માંગે છે? કૂતરાની જેમ વસેલું ચાટવા માં લંબાવી રહ્યા છે અને ઉપરથી પાછી સિદ્ધ કરી આપવાની હોંશિયારી મારી રહ્યા છે? પણ, જરા વિચાર કરે. તમે જે મારા રૂપમાં મુગ્ધ બન્યા છે એ તે માત્ર ચામડીનું રૂપ છે. આ ચામડીના રૂપને ઝાંખુ પડતા વાર નહિ લાગે. અત્યારે મારી યુવાની જેઈને દિવાના બન્યા છે. પણ આ જેમભરી યુવાનીને કરમાતા વાર નહિ લાગે આ ઈદ્રિયોના નૂરને હણાતા વાર નહિ લાગે 4 માં તમે શું પાગલ બન્યા છે ! ચારિત્ર વિનાને દેહ મડદા જેવો છે. તમે તમારા ચારિત્રનું ભાન ભૂલીને મારી ભીખ માંગી કે નહિ? ભીખ માંગતા પણ જે હું ન મળતા તે યુદ્ધ કરીને પણ તમે મને મેળવવાના મનસૂબા સેવ્યા છે કે નહિ ? એટલે તમે ભિખારી ખરા કે નહિ? બીજું હું પરણેલી છું. મારા માથે પતિ છે એટલે હું ભેગવાઈ ચૂકેલી હોવાથી એંઠ છું. આપ આ એંઠને ખાવા તૈયાર થયા છે કે નહિ? આનાથી બીજે ભિખારી અને કુતરા કેણ હોઈ શકે? રૂપસુંદરી આવા શબ્દો કહીને સાબદી બનીને ઉભી રહી હતી. એણે નિર્ણય કર્યો હતે કે બાદશાહ ક્રોધે ભરાઈને મારા ઉપર બળાત્કાર કરવા આવે તે મારી પાસે રહેલી ઝેરની ગેળી ચૂસીને તને ભેટીશ પણ મારું ચારિત્ર નહિ જવા દઉં. બાદશાહની મતિ સુધરે તે માટે તે પ્રભુને પ્રાર્થના કરતી ઉભી રહી.
રૂપસુંદરીના પડકારથી રાજાને થયેલે પશ્ચાતાપ:-રૂપસુંદરીને જવાબ સાંભળીને ખરેખર બાદશાહને મેહ મુરઝાઈ ગયે ને ગર્વ ગળી ગયે. અંતરમાંથી વાસનાને વાયરે વિદાય થઈ ગયે. એ રૂપસુંદરીના ચરણમાં પડીને ગળગળા સાદે કહે છે હે માતા ! તેં તે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. તે આજે મને ભિખારી અને કૂતરે બનતે અટકાવ્યા છે. હે માતા ! તું મને ન મળી હોત તે હું ભિખારી અને કૂતરાથી પણ હીણું બની જાત, કારણ કે ઘરમાં ખાવા ન હોય તે જ ભિખારી ભીખ માંગે છે અને ન છૂટકે રડતી આંખે વમેલાને ચાટતે હોય છે. પિતાની ભૂલ કબૂલ કરીને અકબરે રૂપસુંદરીની માફી માંગી અને પિતાને સુધાર્યા બદલ એનો ઉપકાર માનીને એને વિદાય આપી.
દેવાનુપ્રિયે! રૂપસુંદરી રાણે પિતાના ચારિત્રમાં કેવી અડગ રહી! પેતે અડગ રહી તે કામાંધ બનેલા બાદશાહને પણ સુધાર્યા. આવા દાખલા સાંભળીને તમારે શ્રાવક ધર્મમાં અડગ બનવાની જરૂર છે. જે અડગ બનીને ધર્મની આરાધના કરીશું તે જ સંસાર રૂપી રેગ મટશે. આ રોગને નાબૂદ કરવા માટે જિનશાસન રૂપી ઔષધિ મળી છે અને તપ, જપ, વ્રત-નિયમ રૂપી પરેજી પાળવાની છે. આ મનુષ્યભવ આપણને મળ્યો છે. મનુષ્યભવની એકેક ક્ષણ મહાન અમૂલ્ય હીરાથી પણ કિંમતી છે. ધમરાધના કરવાને આ અમૂલ્ય અવસર ફરી ફરીને નહિ મળે, માટે પ્રમાદ છેડીને બને તેટલી ધર્મારાધના કરી સંસાર રેગને નાબુદ કરો. ધર્મારાધના કરવામાં વાયદા ન કરે. વાયદા