________________
૯૫૮
શારદા સુવાસ કરવાથી ફાયદો નહિ થાય. આ વાયદાનું બજાર નથી પણ ફાયદાનું બજાર છે. વીતરાગ પ્રભુના કાયદાનું પાલન કરશે તે અવશ્ય ફાયદો થશે ને જિનશાસન મળ્યાની સાર્થક્તા થશે. આપણું અધિકારના નાયક રહનેમિ તથા રાજેમતી અને ચરિત્રના નાયક જિનસેન કુમાર તથા તેની પત્નીએ બધાએ સંયમ લઈ વીતરાગ પ્રભુના કાયદાનું પાલન કરી મેક્ષના મહાન સુખના ફાયદા મેળવી લીધા. આપ બધા પણ ભગવાનના કાયદાનું પાલન કરી શાશ્વત સુખના ફાયદા મેળવે. | મારા ભાઈઓને બહેને! સમય થઈ ગયો છે, પણ આજનો દિવસ ચાતુર્માસની પૂણહતિને છે. આજે હું આપને એટલું જ કહેવા માંગુ છું કે આપ બધાએ ચાર ચાર મહિના સુધી રોજ વીતરાગ વાણીનું પાન કર્યું છે. ચાતુર્માસમાં રહેનેમિ તથા નેમ રાજુલને અધિકાર અને જિનસેન–રામસેન ચરિત્ર આપની સમક્ષ રજુ કરવામાં આવ્યા. આ અધિકારમાંથી તથા ચરિત્રમાંથી આપણને ઘણું ઘણું જાણવા મળે છે. નેમકુમાર રાજુલને પરણવા તેણુ હારે જઈ રહ્યા હતા. રસ્તામાં વાડા અને પિંજરામાં પૂરાયેલા પશુ પક્ષીઓની કારમી કરૂણ ભયંકર ચીસે સાંભળી. સારથીને પૂછતા ખબર પડી કે લગ્નમાં આવેલા કંઈક જાનૈયાઓને ભેજન આપવા માટે પૂર્યા છે. આ સાંભળતા અહિંસાના અવતારી મહાન કરૂણાસાગર, દયાળુ નેમકુમારના હદયમાં અહિંસાનું આંદોલન જાગ્યું ને વિચાર કર્યો કે શું મારા લગ્ન નિમિત્તે આટલા બધા જાની હિંસા ! જે મારા લગ્ન નિમિત્તે હિંસાના તાંડવ સર્જાતા હોય તે એવા લગ્ન મારે શા કામના? આવા લગ્ન મારે ન જોઈએ. જેના હૃદયમાં કરૂણાને સ્રોત વહી રહ્યો છે એવા નેમકુમાર પશુઓને બંધનથી મુક્ત કરી સર્વ જીવોને અભય આપીને રાજુલને પરણવા આવેલા જેમકુમાર લગ્ન કર્યા વિના કોડભરી રાજુલને છેડીને ચાલ્યા ગયા. કેટલી કરૂણ ! મહાપુરૂષે બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી હોય છે. જેમકુમાર તેરણથી પાછા ફર્યા પછી રાજુલને કરૂણુ વિલાપ કે જે સાંભળતા શ્રોતાજનેની આંખો રડી રહી હતી. કેમકુમાર તેરણથી પાછા ફર્યા પછી રાજુલને બીજે લગ્ન કરવા માટે માતાપિતાએ ખૂબ સમજાવી છતાં રાજેમતીને અડગ નિશ્ચય કે મને કેમ સિવાય બીજો પતિ ન ખપે. છેવટે આઠ ભવની પ્રીતિ અખંડ રાખવા રાજમતીએ નેમનાથ પ્રભુના પથે પ્રયાણ કર્યું. દીક્ષા બાદ વિહાર કરતા વરસાદથી ભીંજાતા રામતી ગુફામાં ગઈ. તેને જોઈને રહનેમિના દિલમાં જાગેલા અશુભ વિચારેએ ભેગની કરેલી માંગણી અને આ સમયે રાજેમતીએ એક અબળા નહિ પણ સબળા બનીને ભાન ભૂલેલા રહનેમિને સાચા માર્ગે લાવવા હાયવેધક કઠોર વચને કહ્યા કે હે રહનેમિ! જે તું વમન કરેલાને ફરીને પીવાને ઈચ્છત હિય તે તારા માટે મરણ શ્રેષ્ઠ છે પણ અસંયમી જીવન જીવવું એ શ્રેષ્ઠ નથી. રાજેમતના આ વચનબાણથી માર્ગ ભૂલેલા રહનેમિને આત્મા ઠેકાણે આવી ગયે અને શુદ્ધિના સુંદર માર્ગે સંચર્યા