________________
શારદા સુવાસ એના રૂપની તિમાં બાદશાહ અંજાઈ ગયા ને મનમાં વિચાર કરવા લાગ્યા કે શું એનું રૂપ છે ! ખરેખર, આ રૂપ જ્યોતિ મારા અંતઃપુરને અજવાળશે. દિવસ તે આશાના અરમાને સાથે પૂર્ણ થયે. રાત્રે રૂમઝુમ ઝાંઝરના ઝણકાર સાથે રાણી રૂપસુંદરીએ બાદશાહના મહેલમાં પગ મૂક્યો. આ સમયે બાદશાહે ખૂબ મેહ ભર્યા શબ્દથી એને સત્કાર કરીને પલંગ ઉપર બેસવા કહ્યું, ત્યારે વાસના કાર્યા વાયુમંડળને કઈ જુદે જ વળાંક આપવા માટે રૂપસુંદરીએ કહ્યું જહાંપનાહ! મને પ્રશ્નને ખૂબ શોખ છે એટલે મારી ઈચ્છા એવી છે કે આપની સાથે ચેડે વાર્તાવિદ અને પ્રશ્નોત્તર કર્યા પછી આપણા મિલનને પ્રારંભ કરીએ, એટલે હું આપને પ્રથમ એક પ્રશ્ન પૂછવા ઈચ્છું છું. મેહઘેલા અકબરે કહ્યું છેરૂપસુંદરી ! તું એમાં સંકેચ શા માટે રાખે છે? દિલના દરવાજા બેલીને એક શું, તારે જેટલા પ્રશ્નો પૂછવા હોય તેટલા પૂછ. હું તને જવાબ દેવા તૈયાર છું.
વિષયના વિષને ઉતારતી રૂપસુંદરી” - રૂપસુંદરીએ કહ્યું- બાદશાહ! આ દુનિયામાં એંઠવાડમાં આનંદ માણનારા કેટલા? કામાંધ બનેલા બાદશાહને ખબર નથી કે આ રૂપસુંદરી મને શા માટે આ પ્રશ્ન કરે છે? એના મનમાં એમ થયું કે આ રૂપસુંદરી મને આ મામૂલી પ્રશ્ન શા માટે પૂછતી હશે? તરત જ બાદશાહે કઈ પણ જાતને વિચાર કર્યા વગર વિના વિલંબે કહ્યું કે રૂપસુંદરી ! આ દુનિયામાં એવા પાગલ ફક્ત બે જ છે કે જે એંઠવાડને અમૃતની જેમ આરોગતા હોય છે. તેમાં પહેલે ભિખારી અને બીજો કૂતરે. એ બે જ એંઠવાડમાં મુખ નાંખે છે. બાદશાહને જવાબ સાંભળીને જીવન-મરણની દરકાર કર્યા વિના રૂપસુંદરીએ કહ્યું બાદશાહ! આપને જવાબ સત્ય છે, તે હવે મારે આપને નંબર શેમાં ગણ? ભિખારીમાં કે કૂતરામાં? આ સાંભળતાં બાદશાહની આ પહેલી થઈ ગઈ. એના શરીરમાં કોઇ ક્રોધ વ્યાપી ગયે ને મનમાં વિચાર કરવા લાગ્યા કે હું માટે દિલ્હીશ્વર અને ભારત સમ્રાટ હોવા છતાં આ રૂપસુંદરીને એને રૂપને આટલે બધે ગર્વ છે કે મને ભિખારી અને કૂતરા જે ગણે છે? મર્યાદાને ભંગ કરતા એને શરમ નથી આવતી? બાદશાહે ક્રોધે ભરાઈને કહ્યું રૂપસુંદરી! તું મને સાબિત કરી આપ કે હું ભિખારી અને કૂતરે કઈ રીતે? એમાં મારે નંબર કેવી રીતે ગણે છે? આ સમયે બાદશાહને એટલે બધે કોધ હતું કે રૂપસુંદરી સિવાય બીજી કઈ વ્યક્તિ હતા તે ચકચક્તી તલવાથી એનું મસ્તક ધડથી જુદું થઈ જાત, પણ રૂપસુંદરી પ્રત્યે પ્રેમ હતું એટલે એવું ન કર્યું.
રૂપસુંદરીના દિલમાં ચારિત્રનું ખમીર ઝળકતું હતું. એણે એ વિચાર ન કર્યો કે પાટા બાદશાહ છે. એના મહેલમાં હું એકલી જ છું. એ મને મારી નાખશે તે? આ તે સાચી સિંહણ હતી. નીડરતાથી કહ્યું કે દિલ્હીશ્વર ! ભિખારીની