________________
ચારણા સુવાણ
જિનસેન ચરિત્રમાં જિનસેના રાણી અને જિનસેન ખૂબ પવિત્ર છે. રનવતીએ જિનસેના રાણીને તથા જિનસેન કુમારને કેવા કેવા કષ્ટ આપ્યા છતાં આ પવિત્ર આત્માઓએ ઝેરના ઘૂંટડા પચાવીને તેને અમૃતના પાન કરાવ્યા. અપકાર ઉપર પણ ઉપકાર કર્યા. જિનસેનના દિલમાં પરદુઃખભંજનની ભાવના, દુઃખી જીવે પ્રત્યે કરૂણા અને ક્ષમા તે ભારેભાર ભરેલી છે. કેઈ દુઃખીને દેખે તે પિતાને પણ પ્રાણની પરવા કર્યા વિના બીજાના દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે. જિનસેનકુમારે અનેક જીવોના દુઃખ દુર કરી પિતાનું નામ અમર કર્યું છે. છેલે સંસારના સમસ્ત સુખને ઠોકર મારીને દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું. આ અધિકાર તથા ચરિત્ર સાંભળીને આપ આપના જીવનમાં અહિંસા, પરદુઃખભંજનની ભાવના, કરૂણ, ક્ષમા આદિ ગુણે અપનાવશો તે જરૂર કલ્યાણ કરી શકશે.
આજે ચાતુર્માસની પૂર્ણાહૂતિને દિવસ છે. સાથે અમારી ક્ષમાપના દિન છે, તે ચાર ચાર મહિનાથી વીતરાગવાણીને એકધારે ઉપદેશ આપતા કડક શબ્દો કહેવાઈ ગયા હેય ને કોઈ પણ શ્રોતાજનેના દિલમાં દુઃખ થયું હોય અગર શ્રી સંઘના કેઈ પણ ભાઈબહેનેને અમારા અગિયાર મહાસતીજીએમાંથી કેઈનાથી કંઈ કહેવાઈ ગયું હોય તે હું દરેક વતી ક્ષમાપના કરું છું. (પૂ. મહાસતીજીએ જ્યારે અંતરથી ક્ષમાપના કરી ત્યારે દરેક ભાઈ-બહેનની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી હતી ! ચાતુર્માસની પૂર્ણાહુતિના દિવસે પ્રમુખ શ્રી ઉમરશીભાઈ વીરાએ રજુ કરેલ
વક્તવ્ય.
પરમ પૂજ્ય, પ્રખર વ્યાખ્યાતા, મહાન વિદુષી બા. બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી આદિ ઠાણા ૧૧ તથા અત્રે બેઠેલા ભાઈબહેને!
પૂ. મહાસતીજીએ આપણી સેળ સોળ વર્ષની વિનંતીને માન આપી આપણા નાના ક્ષેત્રને પણ ચાતુર્માસને અમૂલ્ય લાભ આપી નાના સંઘને પણ ગાજતે કરી દીધું છે. પૂ મહાસતીજીની તેજસ્વી વાણીના પ્રભાવે યુવાન ભાઈઓ પણ ધર્મના રંગે રંગાયા છે ને દરરોજ વ્યાખ્યાનને લાભ લેતા થઈ ગયા છે. પૂ. મહાસતીજીના પ્રભાવશાળી પ્રેરક પ્રવચનેથી શ્રી સંઘના ઈતિહાસમાં કયારે પણ નહિ થયેલ અજોડ તપશ્ચર્યાઓ થઈ છે. બૃહદ્ મુંબઈમાં તપશ્ચર્યામાં મલાડને નંબર મેખરે આવ્યું છે. પૂ. મહાસતીજીને આપણા સંઘ ઉપર તે મહાન ઉપકાર છે. આયંબીલની ઓળી વથતપના પારણા વિગેરે પ્રસંગમાં પણ અમને ઘણે લાભ આપી ઉપકૃત કર્યા છે. તેમના ઉપકારને બદલે આપણે વાળી શકીએ તેમ નથી. વિશેષ તે શું કહું? ચાતુર્માસમાં મારા દીકરાના દીકરાને કેઈ ઉઠાવી ગયું ત્યારે અમારા ઘરમાં ને સારા સંઘમાં હાહાકાર છવાઈ ગયા હતા. અમારા દિલ તૂટી પડયા હતા. તે સમયે પૂ. મહાસતીજીએ બધાને આશ્વાસન આપ્યું ને કહ્યું તમે નવકાર