Book Title: Sharda Suvas
Author(s): Shardabai Mahasati
Publisher: Sudharma Gyanmandir

View full book text
Previous | Next

Page 1020
________________ શાશ્તા સુધાય મડારાજા પાસે જઈને હાથ જોડીને કહે છે. સ્વામીનાથ ! શુ` મારા રૂપ ખાતર ખૂનખાર જંગ જગાવશે ? શું મારુ રૂપ એટલી બધી કિંમતી ચીજ છે કે એ રૂપની રક્ષા ખાતર કેટલાય રૂપની રાખ થઈ જાય ! યુદ્ધમાં કેટલાય હાથી, ઘેાડા, વિગેરે નિર્દોષ પ્રાણીએ મરી જશે, મહેરબાની કરીને આપ યુદ્ધ કરવાના વિચાર બંધ રાખેા, પણ ઈન્દ્રરાજાને યુદ્ધ કરવાને નિર્ણાંય નક્કર હતેા. એણે કહ્યું-રૂપસુંદરી ! તને તે તારું રૂપ સાચવવુ જ ગમે છે પણ તને રાજકારણના રંગની શું ખખર પડે? આમાં તારા રૂપના જ મુખ્ય સવાલ નથી પણ મારી ઇજ્જતના સવાલ છે. શું તારું ચારિત્ર લૂંટાવા દઉં ? તે અત્યારે હું યુદ્ધના મેદાને ન ઉતરુ' તે મારા કપાળે કાયરનું કલંક ચાંટે અને મારા દેશની આબરૂ પાણીમાં મળી જાય. રૂપસુંદરી રાણી રાજાના ચણામાં પડીને કહે છે નાથ ! મારા નિમિત્તે આ ભય કર સગ્રામ થાય એ મને પસંદ નથી. આપ મને એક વાર દિલ્હી માકલે. આ સાંભળતા રાજા ક્રોધે ભરાઈને કહે છે હું રૂપસુંદરી ! તું આ શું ખાલી રહી છે ? શુ' તારે દિલ્હી જવું છે ? તારી ભાવના મટ્ટીન ખની છે કે તું ત્યાં જવા ઇચ્છે છે ? આ સાંભળીને ચતુર રૂપસુંદરી કહે છે નાથ ! આપ એવા વિચાર પણુ ન કરશે. હું દિલ્હીશ્વરની કિંમતી જવાળાઓમાં ઢામાઈ જવા ઇચ્છતી નથી. આપ યુદ્ધના રસ્તે! છે।ડી દઈને એક વાર મને દિલ્હીના દરબારમાં હાજર થવા દો. પછી હું બધુ સભાળી લઈશ. એ કામના કીડાને મારા રૂપને આટલા બધા તલસાટ છે, પણ હું ત્યાં જઈને એને મારી બુદ્ધિ પ્રમાણે સમજાવીશ. સમજાવવા છતાં જો મને એમ લાગશે કે મારા ચારિત્રની ચાદર ચાખી રહેવી મુશ્કેલ છે તે હું હસતે મુખે મેતને ભેટીશ પણ મારા ક્રેડને આંગળી અડવા ડુ દઉં અને આપની કીતિને કલંકિત કરીને મારી પવિત્રતા પર પૂળે તા નહિ જ ચાંપવા દઉ', ,, રૂપસુ દરીના જવાબે જગાડેલી શ્રદ્દા ’:-રૂપસુ'દરી એક સતી સ્ત્રી હતી. એના આત્માનું એજસ અલૌકિક હતુ. એના અવાજમાં પવિત્રતા અને પરાક્રમને પડઘો ગૂજતા હતા, તેથી રાજાના દિલમાં વિશ્વાસ બેઠે કે રૂપસુંદરી સતી અને વીનારી છે. એ અમળા નથી પણ સબળા છે, એટલે દિલ્હી જવાની હા પાડી, ચુદ્રના રણશીગા ફુંકાતા બંધ થઈ ગયા. વાતાવરણ શાંત થઈ ગયું અને ઇન્દ્ર રાજાએ અકખર બાદશાહને પત્ર લખ્યો કે હે દિલ્હીપતિ ! રૂપસુંદરી પાતે જ આપની સેવામાં હાજર થવા દિલ્હી આવે છે. પછી યુદ્ધ કરવાનુ` કોઇ પ્રયોજન નથી. પત્ર દિલ્હી પહોંચ્યા. પત્ર વાંચીને અકબરનુ હૈયું હર્ષોંથી નાચી ઉઠયું. એના ઢેઢુમાં કામનાના ક્રીડા સળવળવા લાગ્યા. ખીજે દિવસે રૂપસુ દરી દિલ્હી પહોંચી ગઇ. ખાદશાહ કાગડોળે એની રાહુ જોતા એનુ સ્વાગત કરવા ઉભા હતા. ખૂબ પ્રેમથી એનુ સ્વાગત કર્યું. 46

Loading...

Page Navigation
1 ... 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040