________________
શારદા સુવાસ જિનશાસનને વફાદાર બને પણ સંજ્ઞાના ગુલામ ન બને. બંધક મુનિના ૫૦૦ શિષ્યો, ગજસુકુમાલમુનિ, અંધકમુનિ વિગેરે મહાન પુરૂષે કસેટીમાં સમભાવ રાખીને જિનશાસનને વફાદાર રહી નીરોગી અવસ્થાને પામી ગયા. આ તે સાધુની વાત કરી પણ આ જિનશાસનમાં શ્રાવક પણ કેવા અડગ હતા. કામદેવ શ્રાવક, આનંદ શ્રાવક, અહંનક શ્રાવક વિગેરે શ્રાવકની દેવે કેવી કપરી કસોટી કરી છે છતાં શ્રદ્ધાથી સહેજ પણ ચલિત થયા નથી પણ એમના શ્રાવકપણમાં બરાબર વફાદાર રહ્યા છે. ધર્મને પિતાના પ્રાણથી પણ અધિક મા છે ને ધર્મનું પાલન કર્યું છે. આ જૈનશાસનમાં અનેક સતીઓ પણ એવી થઈ છે કે જેમણે કપરી કસોટીના પ્રસંગે પણ પિતાના ચારિત્રનું રક્ષણ કર્યું છે. અહીં એક ઐતિહાસિક વાત મને યાદ આવે છે.
દિલ્હીમાં અકબર બાદશાહનું રાજ્ય હતું તે સમયની આ વાત છે. અકબર બાદશાહના તાબામાં ઘણું રાજાએ હતાં. તેમાંના એક ઈન્દ્ર નામના રાજાને રૂપસુંદરી નામે રૂપરૂપના અવતાર જેવી રાણી હતી. અકબર બાદશાહને કેઈએ કહ્યું-જહાંપનાહ! તમારા જનાનખાનામાં ગમે તેટલી બેગમે ભલે હેય પણ ઈન્દ્રનરેશની રાણી રૂપસુંદરીની તેલે કઈ આવી શકે તેમ નથી. શું એનું સૌંદર્ય છે! જાણે ઈન્દ્રની અપ્સરા જોઈ લે. રૂપસુંદરીના સૌંદર્યની વાત સાંભળીને અકબર બાદશાહના અંતરમાં વાસનાને કીડે સળવળવા લાગે. હું પહેલાં જ કહી ગઈ ને કે ચાર સંજ્ઞાઓએ આ જગત ઉપર સામ્રાજ્ય જમાવ્યું છે. એ સંજ્ઞાઓ જીવને ક્ષણે ક્ષણે સતાવી રહી છે. અકબર બાદશાહને મૈથુન સંજ્ઞા સતાવવા લાગી. આહારસંસા, યસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રસંશા આ ચાર સંજ્ઞાઓએ તે નખેદ વાળ્યું છે. ભલભલા પુરૂષે એની સત્તામાં સપડાઈ જાય છે. જાગૃત બનેલાને પણ અટકાવી દે છે. અકબર બાદશાહ તે જૈન ન હતા. એમને સમજણ ન હતી કે સંસાર સમે કઈ રોગ નથી, જિનશાસન સમાન કેઈ ઔષધિ નથી અને વ્રત-પચ્ચખાણ જેવી કઈ પરેજી નથી, પણ તમે તે જાણે છે ને? છતાં સંજ્ઞાઓ તમને સતાવી રહી છે ને? જે તમે સાચું સમજ્યા છે તે સંજ્ઞાના સામ્રાજ્ય નીચેથી બહાર આવી જાઓ ને વ્રતપચ્ચખાણ રૂપી પરેજી પાળવા માંડે. તમારી એકની વાત હું નથી કરતી, ભેગી અમારી પણ વાત કરું છું. સાધુને પાંચ મહાવ્રત, છ8 રાત્રીજન, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની પરેજી કડક રીતે પાળવાની છે, અને શ્રાવકેએ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતા એ બાર વ્રતની પરેજી પાળવાની છે. એનું બરાબર પાલન થાય તે જિનશાસનની ઔષધિનું પાન કર્યા પછી સાધુ-સાઇનીઓને કે શ્રાવક-શ્રાવિકાને રેગ રહે ખરે? ન જ રહે. આત્મા નીરોગી બની જાય. જેને આત્મા નીરોગી બને તેને દેહને રેગ પણ જાય, જાય ને જાય જ.
અકબર બાદશાહ સંજ્ઞાઓના સામ્રાજ્ય નીચે દબાયેલું હતું, એટલે એણે વિચાર