________________
૯૪૮
શાડા સુવાસ બે પુત્ર હતા ને કમલાને પણ એક પુત્ર થશે તેનું નામ કમલસેન પાડયું. ચારે પગે દેવકુમાર જેવા શેભતા હતા. એ ચારેય ભાઈઓ ફરવા નીકળે ત્યારે પ્રજાજનોને એમ જ થતું કે આ કેઈ દેવકુમારે જ પૃથ્વી પર ઉતર્યા ન હોય ! શું એમનું તેજ છે! જેવા આપણુ મહારાજા છે એવા જ એમના કુમારે છે. એમ ખૂબ પ્રશંસા કરતા. જિનસેન રાજાએ ચારેય પુત્રોને ખૂબ ભણાવ્યા ને કેળવણી આપી. ચારેય પુત્રો મેટા થતા એમને પરણાવ્યા. બધા આનંદથી રહેતા હતા. એવામાં કોઈ મહાનજ્ઞાની સંત પધાર્યા. મહારાજાને ખબર પડી એટલે દર્શન કરવા ગયા. પ્રજા પણ પૂબ ઉમટી. સંતે સંસારની અસારતા સમજાવી, એટલે જિસેન રાજાને વૈરાગ્ય આવ્યો. ઘેર આવીને રાજાએ પિતાની ત્રણે રાણીઓને અને ચારેય પુત્રોને બોલાવીને પિતાની દીક્ષા લેવાની ઈચ્છા પ્રદર્શિત કરી.
ચારે પુત્ર આંસુ હાલ કે, બોલે ઈસ પ્રકાર,
કહાં જાઓ છોડ તાતજી, બાલકકે નિરાધાર, પિતાજીની દીક્ષા લેવાની વાત સાંભળીને ચારે ય ભાઈ એની આંખમાં આંસુ આવી ગયા ને પિતાજીના મેળામાં માથું મૂકીને કહે છે હે પિતાજી ! અમને નિરાધાર મૂકીને તમે ક્યાં ચાલ્યા? અમે તમને જવા નહિ દઈએ, ત્યારે જિનસેન રાજાએ પુત્રોને ખૂબ સમજાવ્યા કે બેટા ! આ સંસાર તે વન જેવું છે, અસાર છે ને સ્વાર્થને ભરેલે છે. સંસાર છોડીને સંયમ લીધા વિના કેઈનું કલ્યાણ થતું નથી. આ સાંભળીને મદનમાલતી, ચંપકમાલા અને કમલા ત્રણે રાણીઓ પણ દીક્ષા લેવા તૈયાર થઈ જિનસેન રાજાએ મદનસેનને વિજયપુરનું, કમલસેનને સિંહલદ્વીપનું દાનસેનને ચંપાપુરીનું અને શીલસેનને કંચનપુરનું રાજ્ય આપ્યું. ચારેય પુત્રોને રાજ્યાભિષેક કર્યો. દરેકને સરખે ભાગે રાજ્ય વહેચી આપી પિતે ત્રણ રાણુઓ સહિત દીક્ષા લીધી, અને પુત્રોએ ભવ્ય રીતે દીક્ષા મહોત્સવ ઉજવે. જિનસેન રાજા અને તેમની ત્રણ રાણીઓ એ ચારે ય આત્માઓએ દીક્ષા લઈને અગિયાર અંગને અભ્યાસ કર્યો. જ્ઞાનની સાથે છઠ્ઠ-અટ્ટમ-ચાર, પાંચ, છ, સાત, આઠ એમ મહાન તપની આરાધના કરવા લાગ્યા. ઘણે સમય દીક્ષા પાળીને તેમણે ઘણું ને તાર્યા. છેવટે અંતિમ સમયે સંથાર કરી અઠે કર્મોને ક્ષય કરીને એ ચારે ય છે મોક્ષમાં ગયા છે. આ પવિત્ર આત્માઓ પારસનાથ ભગવાનના સમયમાં થયા છે એમ આ રાસના રચનાર લખે છે. જિનસેનકુમાર અને તેની માતાએ સુખમાં ને દુઃખમાં ધર્મ છેડયો નથી. ધર્મના પ્રતાપે એમના સઘળા દુખે ટળી ગયા ને જયજયકાર થયા. એમણે સંસારમાં સુખ અને દુખ ભોગવ્યા. સંસારને જાણે, માણે, છે ને આત્માનું કલ્યાણ કર્યું. તમે પણ જિનસેનકુમારની જેમ જીવનમાં પરોપકાર, સત્ય, નીતિ અને ધર્મનું પાલન કરી આત્માનું કલ્યાણ કરે. આપણે અધિકાર પણ પૂરો થયે ને ચરિત્ર પણ પૂર્ણ થયું. વધુ ભાવ
અવસરે કહેવાશે,