Book Title: Sharda Suvas
Author(s): Shardabai Mahasati
Publisher: Sudharma Gyanmandir

View full book text
Previous | Next

Page 1014
________________ શારદા સુવાસ વ્યાખ્યાન ન. ૧૦૩ . કારતક સુદ પુનમ ને મંગળવાર તા. ૧૪-૧૧-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અહિંસાના અવતાર, અનંત કરૂણાના સાગર તીર્થંકર પરમાત્માએ ભવ્ય જીનું ભવભ્રમણ અટકાવવા માટે આત્મકલ્યાણને રાહદારી માર્ગ બતાવતા ફરમાન કર્યું છે કે હે ભવ્ય જ ! જે તમને સાચું સુખ પ્રાપ્ત કરવાની લગની લાગી હોય તે સૌથી પહેલા અઢાર પાપસ્થાનકથી પાછા ફરે. આશ્રવનું ઘર છોડીને સંવરના ઘરમાં આવે. મિથ્યાત્વના અંધકાર દૂર કરી સમ્યક્ત્વની સર્ચલાઈટને પ્રકાશ પ્રાપ્ત કરે. જ્યાં સુધી અઢાર પાપને ત્યાગ નહિ કરે, આશ્રવનું ઘર નહિ છોડે અને સમ્યકત્વને પ્રકાશ પ્રાપ્ત નહિ કરે ત્યાં સુધી મેક્ષને રાહદારી માર્ગ નહિ મળે, ભવભ્રમણ નહિ ટળે અને સાચું સુખ પણ નહિ મળે. સાચું સુખ તે મેક્ષમાં છે. આ સંસારનું સુખ એ દુઃખમિશ્રિત સુખ છે. મોટા છ છ ખંડના અધિપતિ ચક્રવતિ હેય છતાં એમના સુખની પાછળ દુઃખની વાળાઓ તે સળગેલી છે. જુઓ, જ્યાં જન્મ છે ત્યાં મરણને તણખે છે. સંગનું સુખ છે ત્યાં વિયોગનો તણખે છે. આવું સંસારનું સ્વરૂપ સમજીને તમે સંસારથી અલિપ્ત રહો. ઉદાસીને ભાવથી રહે. હું તમને બધાને પૂછું છું કે તમે સંસારમાં કેવી રીતે રહે છે? આસક્ત ભાવથી રહે છે કે અનાસક્ત ભાવથી રહે છે? તમારા જીવન ઉપરથી તે મને એમ લાગે છે કે તમને સંસારમાં બરાબર રહેતાં પણ આવડતું નથી. જેને સંસારમાં રહેતા આવડે છે તે જ્યારે ધારે છે ત્યારે સંસારથી છટકી શકે છે. દશ શ્રાવકે સંસારમાં રહ્યા હતા પણ એમને રહેતા આવડ્યું તે સંસારમાં રહીને એકાવનારી બની ગયા. બંધુઓ ! જલ્દી મેક્ષ મેળવવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે કઈ માર્ગ હોય તે ત્યાગ માર્ગ છે, પણ જો તમે ત્યાગ માર્ગ અપનાવી શકતા ન હે અને સંસારમાં રહેવું પડે તે રીતે અનિચ્છાથી રહેતા હે તે કેવી રીતે રહે? અતિથિની જેમ રહે. સંસારમાં મહેમાન બનીને રહી પણ માલિક બનીને ન રહે. મહેમાન બનીને શા માટે રહેવાનું. એ હું તમને સમજાવું. સાંભળે, દાખલા તરીકે મહેમાન અને માલિક બંને ઘરમાં પ્રવેશ કરે છે તે બંનેમાં ફેર ખરે કે નહિ? અતિથિ મહેમાન બનીને રહે છે, માલિક બનીને નહિ, મહેમાન તે મેજથી રહે છે. માલિકના માથે બેજ હોય છે. તમારા ઘરે મહેમાન આવે ને રાત્રે ઘરને કરે પડી જાય તે મહેમાનને કંઈ ચિંતા ખરી? ચિંતા તે ઘરના માલિકને જ થાય ને? એની ઉંઘ ઉડી જાય પણ મહેમાન તે આરામથી ઉછે છે ને એ તે સવાર પડે ચાલતે થઈ જાય છે. ઘરને માલિક દૂધ માંગે ત્યારે પાણી પણ મેડું મળે છે જ્યારે મહેમાન તે પાણી માંગે ત્યાં કેસરીયા દૂધને ગ્લાસ હાજર થઈ જાય છે. માલિકના મનમાં મમતાને ભાવ હોય છે જ્યારે મહેમાનને

Loading...

Page Navigation
1 ... 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040