________________
શારદા સુવાસ મમતા દેતી નથી, એટલે એ ઘર છોડતી વખતે ઉદાસ કે દુઃખી હેતે નથી. આટલા માટે જ્ઞાની પુરૂષ કહે છે કે હે ભવ્ય છે! તમે સંસારમાં મહેમાનની માફક રહે. પછી જુઓ, કે આનંદ આવે છે? આપણું પરમ ઉપકારી ભગવતેએ પણ માનવીને સંસારમાં રહેવું પડે તે કેવી રીતે રહેવું એ માટે માર્ગદર્શન આપતા ઘણું રસ્તા બતાવ્યા છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૫ મા અધ્યયનમાં કહ્યું છે ને કે –
जहा पोम्म जल जाय, नाव लिप्पइ वारिणा। જેમ કમળ કાદવમાં અને પાણીમાં ઉત્પન થાય છે પણ એ પાણીમાં લેપાતું નથી પણ એ પાણી અને કાદવથી અલિપ્ત રહે છે તેમ મળ અને વમળથી ભરેલા સંસારના સરેવરમાં દરેક મનુષ્ય કમળની જેમ અલિપ્ત રહેવું જોઈએ. તીર્થકર ભગવંતે અને બીજા મહાનપુરૂષે પણ આ સંસાર સરોવરના કાદવમાં ઉત્પન્ન થયા હતા પણ એમને જીવન જીવવાની કળા આવડી હતી એટલે સંસારમાં રહા ત્યાં સુધી એ મહેમાન બનીને રહ્યા ને નીકળવાનું મન થયું ત્યારે સંસાર છોડીને નીકળી ગયા. તમે બધા કેમ નીકળી શકતા નથી? એનું એક જ કારણ છે કે તમે મહેમાન બનીને રહેતા નથી પણ માલિક બનીને બેસી ગયા છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, અને પરિગ્રહ સંજ્ઞા એ ચાર સંજ્ઞાઓએ એવું સામ્રાજ્ય જમાવ્યું છે અને એના પાશમાં એવા જકડી લીધા છે કે તેનાથી છૂટી શકવું મુશ્કેલ છે, જીવ એનાર્થી છૂટવા જાય ત્યાં તે સંજ્ઞાઓ એવી સતાવે છે કે.જીવ બહાર નીકળી શકતે નથી, છતાં ન છૂટાય એવું નથી. જે ન છૂટાતું હેત તે મહાનપુરૂષે કેવી રીતે છૂટી શકત! અફસોસની વાત છે કે તમે આટલે બધે
તેને સમાગમ કરે છે, વ્યાખ્યાન વાણી સાંભળો છે, સામાયિક આદિ ધર્મક્રિયાઓ કરે છે, ઉપવાસ, આયંબીલ આદિ તપ કરે છે, છતાં મમતા છૂટતી નથી. મહેમાન બનીને રહેતા શીખતા નથી પણ યાદ રાખજો કે જ્યાં મમતા છે ત્યાં જ માર છે. જ્યાં વિષય-કષાય અને મમત્વ છે ત્યાં સંસાર છે. તમે અને અમે વીતરાગ ભાવ કેળવવા માટે આટલી બધી મહેનત કરી રહ્યા છીએ પણ જે વીતરાગીપણું ન આવતું હોય તે સમજી. લેવું કે હજુ મમત્વને સડે મૂળમાંથી નાબૂદ થયે નથી. મૂળમાં જ સડે હોય ત્યાં વીતરાગ ભાવનું વૃક્ષ કેવી રીતે નવલવિત થાય? તમે સંસારમાં રહે તે જીભની માફક લૂખા-શુષ્ક બનીને નિરસભાવથી રહે. નાવડી સાગરના પાણીમાં રહે છે પણ સાગરના પાર્ટી નાવડીમાં ન ભરાઈ જાય તેની નાવિક ખૂબ તકેદારી રાખે છે. તકેદારીપૂર્વક સાગરની સફર કરે છે તે ક્ષેમકુશળ સામે કિનારે પહોંચી જાય છે, એવી રીતે જ્ઞાની કહે છે સંસાર તમારામાં પ્રવેશી ન જાય તે માટે આત્મા રૂપી નાવિકે તકેદારી રાખવી જોઈએ.
આ સંસાર કાજળની કેટડી જેવું છે. જે તમારામાં એને છોડવાનું સામર્થ્ય હોય તે છોડવા જેવું છે. કદાચ ન છેડી શકે તે એના અનેક રસ્તાએ મહાન