________________
શાઢા સુવાસ જિનસેનકુમારને માતાને મળવાની ખૂબ લગની લાગી છે એટલે તે હાથી ઉપરથી ઉતર્યા અને સ્વાગત, સન્માન કાર્યક્રમ પત્ય કે તરત જ જિનસેનકુમાર પિતાની આજ્ઞા લઈ જિનસેના માતાના મહેલે ગયે. એની ત્રણ પત્નીઓ પણ સાથે ગઈ જિનસેનકુમાર માતાના ચરણમાં નમે એટલે ત્રણે પુત્રવધૂઓ પણ સાસુના ચરણમાં પડી. જિસેનાએ પિતાના પુત્રને તથા પુત્રવધુઓને આશીર્વાદ આપ્યા. ચંપકમાલાના બે બાલુડા દાનસેન અને શીલસેન એ બંને તે દાદીમાને વળગી પડયા. દાદીમાએ પણ બંને બાલુડાને ગળે વળગાડી દીધા. પિત્રોને જોઈને દાદીમાને ખૂબ હર્ષ થયે, બહેનેને રૂપિયા કરતા વ્યાજ વહાલું હોય છે, એટલે દીકરાના દીકરાને જોઈને દાદા-દાદી બહુ હરખાય છે અને પ્રેમથી રમાડે છે. આ જિનસેનાને પિતાને પુત્ર ઘણુ વખતે મળે, સાથે ત્રણત્રણ પુત્રવધૂઓ અને બબ્બે પૌત્રોને
ઈને એના આનંદની સીમા ન રહી. માતાના દર્શન કરી આશીર્વાદ લઈને પુત્ર અને પુત્રવધૂઓ જિનસેના પાસે બેઠા. જિનસેના રાણીને હવે સંસાર પરથી વૈરાગ્ય આવી ગયે હતે એટલે થેડીવાર એકબીજાના ખબરઅંતર પૂછી આનંદપ્રમોદથી વાત કરી. પછી શું કહે છે.
માતાએ વ્યકત કરેલી વૈરાગ્ય ભાવના”- હે મારા વહાલા દીકરા ! તું આ તે મને ખૂબ આનંદ થયે, પણ હવે આ સંસારમાં રહેવા મારું મન માનતું નથી. આ સંસારમાં મેં શુભ કર્મોદયથી સુખ પણ ઘણું ગયું અને અશુભ કર્મોદયથી દુખ પણ ઘણું ભેગવ્યું. મેં સંસારનું સ્વરૂપ બરાબર જોઈ લીધું. હવે મને તું આજ્ઞા આપ. મારે દીક્ષા લેવી છે. આ સાંભળીને જિનસેનકુમારે કહ્યું–માતાજી! સંયમ માર્ગ શ્રેષ્ઠ છે. સંયમ વિના કેઈનું કલ્યાણ થવાનું નથી એ વાત હું સમજું છું પણ અત્યારે તે તને દીક્ષાની આજ્ઞા નહિ આપું. તે મારા જીવનમાં સુંદર સંસ્કારનું સિંચન કર્યું છે પણ મેં તારી કંઈ સેવા કરી નથી એટલે મને સેવા કરવાને લાભ આપ. ત્યાં ત્રણ પુત્રવધૂઓ પણ કહેવા લાગી કે બા ! અમે તે હજુ આપની કંઈ સેવા જ કરી નથી. અમે સાસુના લાડ જોયા નથી ને અમારા આવતા વેંત આપ દીક્ષા લેવાની વાત કયાં કરે છે? આપ દીક્ષા લેવાની વાત સાંભળીને અમને ખૂબ દુઃખ થાય છે, માટે વધુ નહિ તે વર્ષ, બે વર્ષ પણ આપ શેકાઈ જાઓ. આ રીતે ખૂબ કહ્યું એટલે જિનસેના રાણી અનિચ્છાએ શેકાયા, પણ અનાસક્ત ભાવથી રહેવા લાગ્યા અને જ્યારે હું દીક્ષા લઉ તેની રાહ જોવા લાગ્યા. આમ કરતાં છ મહિના ગયા હશે ત્યાં શું બન્યું ?
ધમષમુનિ આ વિચરતે, કંચનપુર બહાર,
રાજા પ્રજા ગયે વાંદવા, ઔર જિનસેનકુમાર ધર્મધલ નામના યુનિ ગ્રામનુગ્રામ વિચરતા કંચનપુરમાં પધાર્યા. જયમંગલ રાજાને