________________
દહર
શાહ અષાણ પણ પત્નીઓના કહેશને કારણે જુદા થવું પડ્યું પણ હવે અમને પસ્તાવાને પાર નથી. તમારાથી જુદા થયા પછી મારી આવી પરિસ્થિતિ થઈ છે. છેલ્લા ત્રણ દિવસથી આખું કુટુંબ ભૂખ્યું છે અને આ દિવાળીના દિવસે આવ્યા એટલે બાળકે આડોશી પાડેશોને મીઠાઈ ખાતાને સારા કપડા પહેરતા જોઈને કજીયા કરે છે. ભાઈ ! જ્યાં શેર બાજરીને સાંસાં હોય ત્યાં હું એમને મીઠાઈ લાવીને ક્યાંથી આપું? આટલું બોલતાં નાને ભાઈ તમરી ખાઈને પડી ગયે.
બંધુઓ ! ગરીબાઈ તે તણખલા કરતા પણ હલકી છે. આજે આ જગતમાં જેટલી તણખલાની કિંમત છે એટલી પણ ગરીબ માણસની કિંમત નથી. જે ગરીબાઈને દુઃખ વેઠે તે જ જાણી શકે કે ગરીબાઈના દુઃખ કેવા છે! જે માણસ ખાજા ખાતે સૂવે ને ખાજા ખાતે ઉઠે એને ભૂખનું દુઃખ કેવું હોય એની કયાંથી ખબર પડે? એ તે અનુભવે તે જ જાણી શકે.
ધનવાન મેજ માણે છે, દુઃખીયારા આંસુ સારે છે,
કઈ અનુભવીને પૂછી લે, એ કેમ જીવી જાણે છે. આ મુંબઈની જનતા હજુ પુણ્યવાન છે, કારણ કે દરેક સંસ્થાઓમાં દાતારે દિલાવર દિલથી દાન આપે છે એટલે લેકેને કંઈને કંઈ રાહત મળે છે અને અનેક ગરીબ કુટુંબન નિર્વાહ થાય છે, પણ તમે દેશ તરફ દૃષ્ટિ કરે તે ખબર પડશે કે ત્યાં કઈ આવી રાહત મળતી નથી. એવા કંઈક ગરીબ કુટુંબે છે કે કારમી ગરીબાઈથી રીબાય છે. એમની કઈ ખબર લેનાર નથી. એક જમાને એ હતું કે ગરીબ ખાનદાન કુટુંબની સ્ત્રીઓ ઘરમાં બેસીને અનાજના દળણાં દળીને પેટ ભરતી હતી, હાથે ભરતગૂંથણ કરીને પૈસા કમાતી હતી પણ આજે તે દળવા માટે ઘંટીઓ થઈ ગઈ અને ભરતકામ માટે મશીને થઈ ગયા એટલે ગરીબની આજીવિકા ભાંગી ગઈ છે અને ગરીબ કુટુંબે બેકાર બની ગયા છે. એમની દશા જોતા કંપારી છૂટી જાય છે. આવા ગરીબ કુટુંબ સામે તમે દષ્ટિ કરજે.
કરૂણવંત મોટોભાઈ - નાનભાઈ પિતાને દુઃખની કહાની કહેતા તમરી ખાઈને પડી ગયે. મોટાભાઈએ એને પાણી છાંટીને સ્વસ્થ બનાવે ને માથે હાથ મૂકીને કહ્યુંવીરા ! તું ગભરાઈશ નહિ. હું તને પૈસા આપું છું તે લઈને તું ઘેર જા અને તારા બાળકો અને પત્નીને ખવડાવ. એમ કહીને મટાભાઈએ ખિસામાં હાથ નાંખે. જુઓ, ભાગ્યની વાત કેવી છે !મેટાભાઈને ખિસ્સામાં કાયમ હજાર, બે હજાર રૂપિયા હોય પણ આજે તે ફક્ત પાંચની નોટ નીકળી. અરેરે ભાઈ ! આજે ખિસ્સામાં રોકડા પૈસા નથી. કાંઈ વાંધો નહિ, હું તને ચિઠ્ઠી લખી આપું છું તે લઈને તું ઘેર જા. તારી ભાભી તને રૂપિયા ૫૦૦૦ આપશે. તે લઈને તું ઘેર જજે અને જમીને જજે, ત્યારે કહે છે મટાભાઈ