________________
૮૯૪
શારી સુવા
અનેલ તે રાજેમતી સાધ્વીએ પોતાના માતૃપક્ષરૂપ જાતની અને પિતૃપક્ષરૂપી કુળની અને ચારિત્રરૂપ શીલની રક્ષા કરતા સંયમથી ચલાયમાન બનેલ રહેનેમિને આ પ્રમાણે કહ્યું :जइसि रुवेण वेसमणो, ललिएण नलकूबरो । ताविते न इच्छामि, जइसिं सक्खं पुरंदरो |
હૈ રનેમ ! ભલે, તમે રૂપમાં કુબેર જેવા હા, લલિતકળાએથી નળકૂખેર જેવા પશુ હા, વધુ તે શું કહું, સાક્ષાત્ ઇન્દ્ર જેવા હા તે પણ હું તમને ચાહતી નથી. રાજેમતીની રગેરગમાં ચારિત્રનુ જોમ હતું, એટલે તે સાચી સિંહણ બનીને રહનેમિને પડકાર કરીને કહે છે હું રહનેમિ ! વિષયવાસનાથી ચિત્તને મલીન બનાવીને તમે આજે સયમની સાધનાને કયાં મલીન ખનાવી રહ્યા છે ! યાદવકુળના તિલક સમાન તેમનાથ ભગવાનના તમે સગા ભાઈ છે. એ તમારા ભાઈએ મને વસી નાંખી છે. આ વમનને ચાટવા માટે તમે આવ્યા હતા ત્યારે તે મેં તમને સમજાવીને સ્થિર કર્યાં હતા પણ હવે તે તમે તમારું' વમન કરેલું' ચાટવા જીભ લખાવી રહ્યા છે. શરમ નથી આવતી ? કારણ કે તમને સંસાર અસાર લાગ્યા ત્યારે છેાડી દીધેા ને ? તમારા માતા-પિતાએ કે મોટાભાઇએ તમને પરાણે તેા દીક્ષા નથી આપી ને ? તમે સંસાર દુઃખરૂપ જાણીને ભરયુવાનીમાં સયમ લીધા ને હવે પાછા કામલેગ ભાગવવાની ઈચ્છા કરી છે? તમને લાજ કે શરમ નથી આવતી ? જરા, વિચાર તા કરો કે આ શરીરમાં શુ ભર્યુ છે? એ તે મળમૂત્રની કયારી છે, પછી એ રાજરાણી હાય કે રખડતી ભિખારણુ ડાય. આ દુર્ગંધની કોથળી તમને આજે કેમ આટલી પ્યારી લાગી છે? એ જ મને સમજાતું નથી.
તમે મનતા હૈ। કે હું રૂપાળો છુ, યુવાન છું તેથી રાજેમતી મારામાં મુગ્ધ મનશે પણ હૈ કામી રહનેમિ ! તમે સમજી લેજો કે તમારુ રૂપ સાક્ષાત્ કામદેવ જેવું ભલે ન હા, અગર તમે બધી જાતની કળામાં નળકૂખેર જેવા ભલે હા, એ બધાની વાત તે ઠીક, અરે, તમે સાક્ષાત્ ઇન્દ્ર જેવા કેમ ન હૈ ! તમે ઇન્દ્ર જેવુ' સુખ આપશે તે પણ હું સ્વપ્નામાં પણ તમને ઈચ્છતી નથી. માથા સાટે મડ઼ાવ્રત લીધા છે. આવું રૂડું ઉત્તમ ચારિત્રરત્ન મે ભાગવિષયના કાદવમાં રગદોળવા નથી લીધુ. એક વખત મરણ આવશે તે મરવા તૈયાર છું પણ મારુ· ચારિત્ર વેચવા તૈયાર નથી. તમે સંયમથી ભ્રષ્ટ થવા તૈયાર થયા છે. હુ તમારા જેવી નથી. હું મારા પ્રાણના ભાગે પણ મારા ચારિત્રનુ` રક્ષણ કરીશ. આ પ્રમાણે રાજેમતીએ રહનેમિને કડક શબ્દો કહ્યા. આવુ' કહેવામાં રાજેમતીને બીજો કોઇ ભાવ નથી, પણ રહનેમિ કેમ ઠેકાણે આવે, એનુ પતન થતુ અટકી જાય એવા ભાવ છે. રહનેમિ એમના પાપકમના ઉદયથી પતનના પંથે ગયા છે પણ સાથે પુણ્યના ઉદય છે કે રાજેમતી જેવા પવિત્ર સાધ્વી મળ્યા છે. હજુ પણ રાજેમતી રહનેમિને ઠેકાણે લાવવા કુવા શબ્દો કહેશે તે શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.