________________
શારદા સુવાસ બની ગઈ. તે સમયે તેણે ગુફામાં પિતાના શરીરને વરથી ઢાંકી દીધું હતું. રાજેમતીના મનમાં યાદવકુળનું ઘણું ગૌરવ છે, એટલે એ સમજે છે કે ગમે તેમ તેય યાદવકુળને નંદ છે તેથી નયનેમાં કરૂણા, હૃદયમાં આદ્રતા અને વાણીમાં વકતા લાવી બેયા કે રહનેમિ ! આ રાજેતી તમારા શબ્દની રંગભરી રંગેળીથી અંજા કદી પણ સાધના માર્ગેથી ચલિત થઈ શકે તેમ નથી. જેને પ્રભુ શ્રી નેમિનાથ મળ્યા, જેમના ત્યાગથી વિરાગી બની સંસારને ત્યાગ કર્યો છે તે સ્ત્રી હવે રહનેમિને કાજે સાધનાને તરછોડી અધગતિના મહાકાવ્યને રચવા ઈચ્છતી નથી. એક આત્માને દુઃખી કરી તમે સુખ માણવા ઇચ્છે છે તે કદી બની શકવાનું નથી. મને વધુ પરેશાન ન કરે......મને સુખી કરે. તમે વિચાર કરે. જ્યારે સંયમના ઓછાડ ઓઢયા ત્યારે કયા સુખની તમન્ના હતી? એ સુખ હવે દુઃખરૂપ લાગે છે? આર્ય સંસ્કારને પણ ભૂલી ગયા છે? એક વડે ત્યજાયેલીને તમે આદર કરવા તૈયાર થયા છે? મેલું કદી ખાઈ શકાય છે ખરું? હું તમને એક વાત પૂછું છું કે
જ્યારે તમે મારી પાસે પીવાને પદાર્થ લઈને આવ્યા હતા તે જ પદાર્થ મેં તમને પાછો આપ્યો હતો, તે તમે કેમ પીધે ન હતો? રનેમિએ કહ્યું-એ તે તમે મને વમન કરીને આપ્યું હતું, તે મારાથી કેવી રીતે પીવાય? ત્યારે રાજેમતીએ કહ્યું મેં વમન કરેલે પદાર્થ તમે ન પીધે પણ જો તમે પિતે જ તે પદાર્થને વમન કર્યો હેત તે શું તમે પી જાત ને?રહનેમિએ કહ્યું મારાથી વમન કરાયેલે પદાર્થ પણ હું કેવી રીતે પી શકું? હું એ પણ ન પી શકું, ત્યારે રાજેમતીએ કહ્યું-તમારાથી વખાયેલો પદાર્થ પણ તમને પી ગમતું નથી, તે પછી તમે પોતે સંસારને ત્યાગ કર્યો છે છતાં ફરીને ભેગવવા તૈયાર થયા છે જ્યારે તમે પોતે છેલ્લા કામોને ફરીથી ભેગવવા ઈચ્છે છે તે પછી તમને વમન કરેલ પદાર્થ પીવામાં શી હરકત હતી? હે રહનેમિ ! જરા વિચાર કરે. તમારું કુળ ક્યું? પ્રભુ નેમના બાંધવ! તમને આ શેભે ? માત્ર ક્ષણિક સુખને ખાતર યુગ-યુગ જુનું કાવ્ય તમારા નામે રચાશે ને તમારી કાયાને અને તમારા કુળને કલંક લાગશે. સંયમ સાધનામાં જે સુખ છે તેનાથી વિશેષ સુખ કયાંય દેખાય છે ? મારી કાયામાં જે સુખ હોત તે તમારા વડીલ બાંધવ મને તરછોડીને ચાલ્યા ન જાત. વધુ શું કહું? યાદ કરે રહનેમિજી ! તમને પણ એક વખત તમારી કાયામાં સુખ ન લાગતા સંયમ સ્વીકાર્યો છે કે નહિ? તે આજે બીજાની કાયામાં તમને સુખને આસ્વાદ લેવાની તીવ્ર તમન્ના જાગી છે? તમને શરમ નથી આવતી?
अह सा रायवरकन्ना, सुट्टियानियमव्वए ।
जाइ कुलं च सीलं च, रक्खमाणी तयं वए ॥४०॥ પિતાના શરીરને વસ્ત્રોથી ઢાંકી દીધા પછી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના અનુસાર અભિગ્રહ ગ્રહણ કરવા રૂ૫ નિયમમાં તથા પ્રાણાતિપાતાદિ મહાવતેમાં સારી રીતે સ્થિર