________________
શારદા સુવાસ ઘેર તેડાવે છે. મારા ભાઈની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આ પૈસા મને મારા ભાઈએ જ ચેડા થોડા કરીને આપેલા છે તે એના દુઃખમાં હું સહાય કરી શકું ને? શેઠની પાસે હવે રાતી પાઈ રહી નથી. કેવી રીતે આ પવા? ખૂબ ચિંતાતુર બની ગયા પણ વૃદ્ધ માજીને કહ્યું–માડી ! હું તમને કાલે ગમે તેમ કરીને તમારા પિસા આપી દઈશ. માડી કહે-ભલે, કાલે આવીશ. શેઠ ચિંતામાં પડ્યા કે હવે આ દશ હજારની રકમ મારે કયાંથી લાવવી ? શેઠને કેઈ ઉપાય સૂઝતું નથી. આવા સમયમાં સગાસંબંધી પાસે હાથે ધર પણ નકામે છે, કારણ કે પોતે જેને સારી સ્થિતિમાં હજાર રૂપિયા આપ્યા છે તે સામું જોતા નથી. સંસારના સંબંધમાં કાયમ ભરતી ને ઓટ આવ્યા કરે છે, પણ આ ગરીબ વિધવા માતાએ મારે ત્યાં વિશ્વાસથી જે રકમ મૂકી એને હું પાછી ન આપી શકું તે મારું જીવતર ધૂળ છે.
ઘણા વિચારે ક્યાં પણ છે જ નહિ તે ક્યાંથી લાવવા? આવા જીવને જીવવા કરતા જીવનને અંત લાવ સારે. એમ વિચાર કરી શેઠ રાતના છાનામાના ઘરમાંથી ચાલ્યા ગયા. ગામ બહાર ખેતરમાં એક ઉડે કૂ હતું ત્યાં આવ્યા. વિચાર કર્યો કે આ કૂવામાં પડીને મરી જાઉં. આજુબાજુમાં કઈ દેખાતું નથી, એની તપાસ કરી. કેઈ દેખાયું નહિ એટલે કૂવાના કાંઠે આવ્યા. ત્યાં અચાનક કોઈ માણસ ત્યાં આવી પહેઓ ને બેલી ઉ ભાઈ ! તમે કેણ છે? શા માટે આ કૂવાના કાંઠે ઉભા છો? શેઠ કાંઈ બોલ્યા નહિ, ત્યારે તે માણસ શેઠની નજીક આવ્યું ને ધારી ધારીને જોતાં શેઠને ઓળખી ગયે ને બે -શેઠ ! આપ શા માટે આ કૂવાના કાંઠે ઉભા છે ? શેઠ મૌન રહ્યા પણ પેલા માણસે ખૂબ પૂછયું ત્યારે શેઠે કહ્યું-ભાઈ! મારે વહેપારમાં મોટી ખોટ આવી છે. બેટ પૂરી કરતાં મારે બધે જ વ્યવહાર ખોટવાઈ ગયે. આજ સુધી બાંધી મુઠી રાખી પણ હવે રહે તેમ નથી. એક વિધવા માતાની મારે ત્યાં દશહજારની થાપણું છે તે આપવાની બાકી રહી ગઈ છે. માતાને જરૂર પડી છે એટલે તે ઉઘરાણી કરે છે. કાલે સવારે લેવા આવવાના છે, પણ હું કઈ રીતે આપી શકું તેમ નથી. ગરીબ વિધવા માતાનું દેવું રાખીને જીવવા કરતા લાખ દરજે મારી જવું સારું છે. ખરેખેર, હવે હું હિંમત હારી ગયે છું. એટલું બોલતા શેઠની આંખમાંથી આંસુ સરી પડયા.
આવનાર માણસ સુથાર હતે. ઘણાં સમય પહેલાં શેઠે એને મદદ કરી હતી. એ ઉપકારીને જોતાં સુથારને પૂર્વે કરેલે ઉપકાર યાદ આવ્યો. એણે કહ્યું કે શેઠ ! આપ ચિંતા ન કરે. હમણાં મારા મકાનને મજલે ચણા માટે મારા સસરાએ મને રૂ. પંદર હજાર આપ્યા છે. મકાનને મજલે પછી થશે, હું આપને એમાંથી રૂ. દશ હજાર આપી દઉં. શેઠે કહ્યું–ભાઈ ! તું તારું મકાન ચણાવ. એમ પૈસા ન અપાય. તારે તારી પત્નીને અને સસરાને પૂછવું જોઈએ. સુથારે કહ્યું-શેઠ ! આપ મકાનની ચિંતા ન કરે, મકાન તે પછી