________________
શારલ સુવાસ,
૯ પણ વેત કપડામાં તે રહેજ ડાઘ પડે તે દેખાઈ આવે છે, તેમ આ તમારું ચારિત્ર શ્વેત કપડા જેવું છે. એમાં સહેજ પણ દેષ લાગે તે એ મલીન બની જાય છે. માણસની આંગળી માં સેપ્ટીક થઈ જાય તે ડોકટર કહી દે છે કે તમારી આંગળીમાં સડો થયો છે. આંગળી કપાવવી પડશે. તે વખતે દદી વિચાર કરે કે આંગળી કપાવી નાખું તે મારા હાથની શોભા મારી જાય, તે સડો વધતું જાય ને ભવિષ્યમાં આખે હાથ કપાવવાને વખત આવે છે તે આખો હાથ કપાવવાનું કાણું પસંદ કરે ? સડો થયો છે એવી ખબર પડી તે તરત જ આંગળી કપાવી નાખે છે, તેમ રાજેમતી રહનેમિને કહે છે હે રહનેમિ! હજુ તમારા મનમાં અને વચનમાં વિકારને સડો પેઠે છે પણ આચરણ કર્યું નથી તે હજુ સમજીને આ સડાને કાઢી નાંખે તે તમારું કલ્યાણ થશે. તમે મને ગમે તેટલી ઈચ્છતા હે, તમને તમારા રૂપને ને તમારી યુવાનીને ગમે તેટલે ગર્વ હોય તે તે કાઢી નાંખજે. તમે કદાચ સાક્ષાત્ ઈસમાન વૈભવશાળી તેમજ પ્રભાવશાળી હો, રૂપમાં કદાચ તમે વૈશ્રમણ ધનપતિ જેવા હે, લલિતકળાઓથી નળકુબેર સમાન છે તે પણ હું તમને મનથી પણ ઈચ્છતી નથી. રહનેમિ! તમે કદાચ એમ માનતા હો કે આ ગુફામાં રાજમતી એકલી છે ને હું પુરૂષ છું. મારી આગળ એનું શું ગજુ છે? તે તમે એવું ન માનશે. મારે આમા અસંખ્યાત પ્રદેશ છે. એની શક્તિ અનંત છે. મારા આત્માની શક્તિથી મને તમારી સામે ટકવાની શક્તિ છે, માટે તમે તમારા વિચારના સડાને નાબૂદ કરે. આવા શબ્દથી પણ ૨હનેમિને કંઈ અસર ન થઈ ત્યારે રાજેમ આગળ શું કહે છે
पक्खंदे जलियं जोई, धुमकेउं दुरासयं ।
नेच्छंति वंतयं भोत्तुं, कुले जाया अगंधणे ॥४२॥ અગંધનકુળમાં ઉત્પન્ન થયેલ નાગ જાજવલ્યમાન, ધૂમરૂપ થવાવાળી એવી દુપ્રવેશ (જેમાં પ્રવેશ કરે મુશ્કેલ છે) અગ્નિમાં પ્રવેશ કરે છે પરંતુ વમેલા ઝેરને પાછું ચૂસતા નથી.
હે રહનેમિ મુનિ ! તમે સંયમ લઈને શાસ્ત્રોને અભ્યાસ કર્યો છે ને? તે ગંધનકુળના અને અગંધનકુળના નાગની વાત તે તમે જાગુતા હશે ને ? નાગ બે પ્રકારના હોય છે. એક ગંધનકુળના અને બીજા અગંધન કુળના હોય છે. જે મંત્રાદિકના પ્રયોગથી પિતે ૧મેલા ઝેરને ચુસી લે છે તે ગંધનકુળના નાગ છે અને જે અગંધનકુળના નાગ હોય છે તે પોતે અગ્નિમાં પડીને મરી જવાનું પસંદ કરે છે પણ વમેલું ઝેર પાછું ચૂસવાનું પસંદ કરતા નથી. તેના ઉપર શાસ્ત્રમાં એક દષ્ટાંત આપ્યું છે. તે રાજેમતી રહનેમિને સંયમમાં સ્થિર કરવા માટે કહી રહ્યા છે.
એક ગામમાં એક નગરશેઠને એકને એક પુત્ર હતું. કેઈ જતિષીએ એનું ભવિષ્ય ભાખ્યું હતું કે આ છોકરાને જે દિવસે પરણશે તે રાત્રે એને નાગ ઉપદ્રવ કરશે.