________________
૯૦૮
શારદા સુવાસ સાદાઈ રાખે. જ્ઞાન કટીના સમયમાં પણ અમને સ્થિર રાખી શકે છે ને બીજાને પણ સ્થિર કરી શકે છે.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં રાજેમતી સાથી બહુશ્રુતા બનેલા છે. તેમના આત્માને અલૌકિક ઓજસ ઝળકી રહ્યા છે. એવા સતી રાજેમતીને ગુફામાં એકલા જોઈને રહનેમિનું મન ચલાયમાન થયું ત્યારે રાજેમતી રહનેમિને સંયમ માર્ગમાં સ્થિર કરવા માટે કે જોરદાર ઉપદેશ આપે છે. ગઈ કાલે વાત આવી ગઈ ને કે રાજેમતીએ કહ્યું–હે રહનેમિ ! અગંધનકુળને નાગ ભડભડતી અગ્નિમાં પડીને મરી જવાનું પસંદ કરે છે પણ વસેલું ઝેર પાછું ચૂસવાનું પસંદ કરતે નથી. એ ગૂંચળું વળી અગ્નિમાં પડીને મરી ગયે પણ વસેલું ઝેર પાછું ચૂસ્યું નહિ. એક નાગ જેવા તિર્યંચ પ્રાણીથી પણ તું નપાવટ નીકળે કે વમેલા કામ ભેગેને ફરીથી ભેગવવાની ઈચ્છા કરે છે. હજુ પણ રાજેતી કેવા શબ્દો કહે છે.
धिरत्थु ते ड जसोकामी, जो तं जीविय कारणा ।
वंतं इच्छसि आवेडे, सेयं ते मरण भवे ॥ ४३ ॥ હે અપયશના કામી ! તને ધિકકાર હો કે તું જે વાસનામય જીવન માટે વસેલા ભેગોને ભેગાવવા ઈચ્છે છે. એવા અસંયમી પતિત જીવન જીવવા કરતાં તારું મૃત્યુ ઉત્તમ (શ્રેષ્ઠ) છે.
જુઓ, સતી રામતીના શબ્દ કેટલા કડક છે! તે શું કહે છે-હે રહનેમિ ! તને ધિકાર છે. માણસને ધિક્કાર છે એમ કયારે કહેવાય ? એના ઉપર કેટલી ઘણું છૂટી હોય ત્યારે માણસ આવા શબ્દો કહી શકે છે અને જેને આવા શબ્દો કહેવાય એ વ્યકિત જે જાતિવાન હોય તે લજજાઈ જાય. એને એમ જ થય કે ધરતી ફાટે તે સમાઈ જાઉ પણ જે જાતિવંત ન હોય તે એને અસર પણ ન થાય. એ તે આવા શબ્દો સાંભળીને નહેર બની ગયેલ હોય છે. રાજેમતીના આ શબ્દ છાતીમાં ગોળી વાગે તેવા છે કે અપયશના કોમી ! જે તારી કામનાને તું જીતી શકતું ન હોય તે અગંધનકુળને સર્પને મેં તને દાખલ આપે. એ સર્પ અગ્નિમાં પડીને બળી માં પણ વમેવું ન ચાટયું તેમ તું પણ આ દેહ છેડી દે પણ આવા અસંયમી અને વાસનામય જીવન જીવવાની ઈચ્છા ન કરીશ. આ તે તું યાદવ કુળને લાંછન લગાડવા ઉષે છે. મારા જીવનમાં કદાચ જે આ પ્રસંગ આવે તે હું અગંધનકુળના સર્ષની જેમ મરણને વહાલું કર્યું પણ તમારી માફક ચારિત્રને બાળવા તૈયાર ન થાઉં. આવી કુવાસનાની પૂર્તિ કરવાની વાંછના કરતા તને શરમ નથી આવતી. આ તે તે મૂળમાં જ સડે લગાડે છે.
બંધુઓ ! કઈ વૃક્ષનું મૂળ જો સડી જાય તો તે વૃક્ષ ઉમું રડી શકતું નથી પણ પડી