________________
શારદા સુવાસ જાય છે. જે એન ડાળા, પાંખડાને સડે લાગે પણ મૂળીયું સજીવન રહે તે તે વૃક્ષ નવપલવિત થાય છે તેમ સાધુના મૂળ ગુણ અને ઉત્તર ગુણ હોય છે. પાંચ મહાવ્રત અને છઠું રાત્રી જન એ મૂળ ગુણે છે અને તપ, ધ્યાન, સ્વાધ્યાય, પાંચ સમિતિ આદિ ઉત્તર ગુણે છે. મૂળ ગુણે વૃક્ષના મૂળીયા જેવા છે. સાધુથી હિંસા કરાય નહિ, મૃષાવાદ બેલાય નહિ, ચેરી કરાય નહિ, મૈથુન સેવાય નહિ, પરિગ્રહ રખાય નહિ, અને રાત્રી ભોજન કરાય નહિ. આ મૂળ ગુણોમાં સહેજ પણ કચાશ આવવા દેવાય નહિ. કદાચ શરીરની શક્તિ નબળી હોય તે તપ ઓછો કરી શકાય. જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ ઓછો હોય તે જ્ઞાન ઓછું ભણી શકાય તે વાંધો નહિ આવે, પણ મહાવ્રત શુદ્ધ હવા જોઈએ. મૂળ સાજું હશે તે વૃક્ષ ટકી શકશે પણ જે એ સડી ગયું તે વૃક્ષ કોના આધારે ટકી શકશે ? તેમ જેના સંયમ રૂપી વૃક્ષના મહાવ્રત રૂપી મૂળ જે સડી જાય તે સંયમવૃક્ષ કોના આધારે ટકી શકે ? અહીં રહનેમિના મહાવત રૂપી મૂળીયામાં વિષય વિકારને સડે લાગે છે એટલે રાજેમની ઉગ્ર બનીને એને ફટકારે છે કે તું મારી જા, મરણને વહાલું કર પણ આવા અસંયમી જીવનને ઇચ્છીશ નહિ.
જૈન ધર્મના સાધુ-સાધીઓ કેઈને મરી જા...એવા શબ્દ ન કહે. એક કીડી જેવા પ્રાણીનું પણ મનથી મત ન ઈ છે તે સાધુને કહે ખરા? કોઈને તું મરી જા એમ કહીએ તે એની હત્યાનું પાપ લાગે પણ અહીં રાજેમતીને એવું પાપ નહિ લાગે, કારણ કે એના ભાવ રહનેમિને મારી નાંખવાના નથી પણ આવા કડક ચાબખા જેવા શબ્દ કહીને એને સંયમ માર્ગમાં સ્થિર કરવાના ભાવ છે, એટલે આટલા શબ્દો કહીને અટકતી નથી પણ આગળ શું કહે છે–
अहं च भोगरायस्स, तं चडसि अंधगवहिणो ।
___ मा कुले गंधणा होमो, संजमं निहुओ चर ॥४४॥ હે રહનેમિ! આપણી જાતિને ને કુળને ખ્યાલ કરે. તમે કોણ છો ને હું કેણું છું? હું ભેજક વિષ્ણુની પૌત્રી અને ઉગ્રસેન રાજાની પુત્રી છું. તમે અંધક વિષ્ણુના પૌત્ર અને સમુદ્રવિજય મહારાજાના પુત્ર છે. જેને આપણે ગંધનકુળના સર્ષ જેવા થઈએ? એ સંયમેશ્વર! નિશ્ચલ થઈને સંયમમાં સ્થિર થાઓ.
બંધુઓ ! રાજેમતીઓ કેવા જેમભર્યા શબ્દ ઉચ્ચાર્યા કે ખાનદાન માણસ હોય તે આવા જેમભર્યા શબ્દ સાંભળીને એના રોમેરેામમાં જાગૃતિ આવી જાય. રામતીએ શું કહ્યું હે રહનેમિ! હું અને તમે બંને કુલીન છીએ. ખાનદાન કુળના છીએ. ગંધનકુળને સર્ષ માણસને કરડે છે એટલે એને મંત્રવાદીઓ મંત્રનું ઉચ્ચારણ કરીને બોલાવે છે તેથી એને હાજર થવું પડે છે. મંત્રવાદીઓ એને કહે છે કે એ બંધનકુળના સર્ષ ! તું અને