________________
શારદા સુવાસ
હિ પ્રગટે છે. ચેડા રાજાને સાત દીકરીઓ હતી, એકે ય દીરે ન હતે. ભગવાને ચેડારાજાને કહ્યું હતું કે તમારી સાતે સાત દીકરીઓ સતી છે. રોજ પ્રભાતના પ્રહરમાં મનુષ્યના મુખે એમના નામ ગવાશે. ચેડારાજાની સાત દીકરીઓએ માતા પિતાને કુળને ઉજજવળ બનાવ્યું. એવી રીતે આ રાજમતી પણ સાચી સતી છે. સોળ સતીઓમાં સતી રાજમતીનું નામ છે. એવી મહાસતી રાજમતીએ રહનેમિને પતનને પંથે જતા અટકાવવા ગળી જેવા કઠોર શબ્દ કદા. મુખેથી કઠેર શબ્દ બેલી પણ એના અંતરમાં કઠોરતા નથી, કેમળતા છે. દીકરો જે ઉડાઉ કે રખડેલ થઈ ગયે હેય તે એના માતા પિતા એને કહે છે ને કે દીકરા ! તું સુધરી જા. તારી કુટે છોડી દે. જે તારે સુધરવું હોય તે મારા ઘરમાં આવજે, નહિતર મરી જજે પણ મને તારું કાળું મોઢું બતાવવા આવીશ નહિ. આ શબ્દમાં દીકરાને મારી નાખવાના ભાવ નથી. દીકરી વહાલે નથી એમ નથી પણ એને ઠેકાણે લાવવાના ભાવ છે, એમ રાજેમતીને પણ રહનેમિને સુધારવાના ભાવ છે એટલે રાજેમતીએ રહનેમિને સમજાવીને સંયમમાં સ્થિર કરવા માટે કઠેર વચને રૂપી ચાબખા માર્યા, ત્યારે રહનેમિ એની સામે મૌન રહ્યા. એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો કે ન રાજેતી ઉપર બળાત્કાર કર્યો, કારણ કે ગમે તેમ તોય એ યાદવકુળ જેવા ખાનદાન કુળને જાયે છે એટલે એનામાં લજજા હતી, તેથી શરમના માર્યા નીચું જોઈને ઉભા રહ્યા. રહનેમિને લજજા આવી ગઈ કે આ મેં શું કર્યું? રહનેમિને રથ પથ પર આવી ગયે. રાજેમતીના વચનબાણે રહનેમિનું હૃદય વીંધાઈ ગયું. સાધનાની ઈમારતમાં પડેલી ચિરાડ જાણે સંધાવા લાગી. છેવટે પરિણામ શું આવ્યું તે વાત હવે શાસ્ત્રકાર ભગવંત બતાવે છે.
तीसे सो वयणं सोच्चा, संजयाए सुभासिय ।
अंकुसेण जहा नागो, घम्मे संपडिवाइओ ॥ ४७ ॥ બ્રહ્મચારિણી સાથ્વી રામતીના આત્મપશિ અને સચોટ વચનેને સાંભળીને જેમ અંકુશ વડે મન્મત્ત હાથી વશ થાય છે તેમ રહનેમિ હાથીની માફક ચારિત્ર ધર્મમાં બરાબર સ્થિર થયા.
આ ગાથામાં રહનેમિની વાસનાને અંત આવી ગયે. તાવ આવે ત્યારે કવીનાઈનની કડવી ગેળી આપવામાં આવે છે એમ અહીં રાજેમતીએ રહનેમિને કવીનાઈનથી પણ કડવા શબ્દ કા ને રહનેમિએ મૌનપણે સાંભળ્યા છે એમની વાસનાને તાવ ઉતરી ગયે. હાથી ગમે તે મહેન્મત્ત બની ગયે હોય પણ જે એને ઠેકાણે લાવનાર મહાવત કુશળ હોય તે અંકુશ મારીને એને ઠેકાણે લાવે છે. પ્લેન પડવાની તૈયારીમાં હેય પણ જે પાયલેટ હોશિયાર હોય તે નીચે ઉતારી દે અને માણસેના જાન બચાવી દે છે, તેમ આવા પ્રસંગે બને ત્યારે સાધુ કે સાધ્વી જે ચારિત્રમાં મજબૂત હોય તે પતનના પંથે જતા વ્યક્તિને