________________
શારદા સુવાસ
૯૩૯ જિનસેનકુમારે આ પ્રમાણે પૂછયું એટલે રનવતીની આંખમાં દડદડ આંસુડા સરી પડ્યા અને અત્યંત નમ્ર બનીને કહે છે તે મારા ગુણવાન હાલ દીકરા! મારા કર્મો મને દુઃખી કરી છે. મારી મોટી બહેન જિનસેના જે પવિત્ર સતી છે, જેના દર્શનથી માણસના દુઃખ ટળી જાય છે એવી સતીને મેં દુઃખ દેવામાં બાકી રાખી નથી. મેં મહારાજાને ભેટી રીતે ચઢાવીને એને મહેલમાંથી કઢાવી જંગલમાં એકલી, એનું પટ્ટરાણી પદ છીનવી લીધું. આવા મેં એને દુઃખ દીધા. એથી ન પડ્યું તે મેં તારા ઉપર ઈર્ષા કરવામાં પણ બાકી રાખી નથી. એથી અધિક તારી પત્ની મદનમાલતીને મેં સમુદ્રમાં નંખાવી દીધી. એનું શું થયું હશે? દીકરા? આ બધા મારા પાપ મને ફૂટી નીકળ્યા છે. તેના કારણે હું આવી દુઃખી બની ગઈ છું. હું આ નગર બહારના જંગલમાં રખડતી હતી ત્યાં મને ખબર પડી કે જિનસેનકુમાર આવ્યા છે એટલે મને થયું કે એની માતા જિનસેના રાણે પણ દીકરાનું સ્વાગત કરવા આવ્યા હશે. તે હું એ પવિત્ર આત્માઓના દર્શન કરીશ ને મારી ભૂલની એમની પાસે ક્ષમા માંગીશ તે મારા મનને ભાર હળવો થશે ને મારા પાપ દૂર થશે. એવા ભાવથી બેટા! હું અહીં આવી છું. રત્નાવતીના આ શબ્દો સાંભળીને જિનસેનકુમારનું હૃદય પીગળી ગયું.
અપકાર પર પણ ઉપકાર કરતી મદનમાલતી":- રત્નાવતીની બધી વાત તંબુમાં બેઠેલી ચંપકમાલા, મદનમાલ અને કમલાએ સંભાળી. સૌના મનમાં એમ છે કે મદનમાલતીને સમુદ્રમાં ફેંકી દીધી પછી એને પત્તો લાગ્યું નથી એટલે મરી ગઈ હશે, પણ સાથે આવી છે એ કેઈને ખબર નથી. ત્યાં શું બન્યું? મદનમાલતી રાજકુમારી વીજળીના ઝબકારાની જેમ એકદમ તંબુમાંથી બહાર નીકળીને જિનસેનકુમારને કહે છે સ્વામીનાથ! આપની માતા હોય તે હું આ કઢને રેગ મટાડી દઉં. મને શ્રદ્ધા છે કે હું એને રોગ મટાડી શકીશ. મદનમાલતીને જોઈને મહારાજા, પ્રધાન અને પ્રજાજને બધાને એકદમ આશ્ચર્ય થયું કે આને તે રત્નાવતીના માણસેએ સમુદ્રમાં ફેંકી દીધી હતી ને અહીં જીવતી કેવી રીતે આવી? શું ભૂત તે નહીં થઈ હોય ને ? (હસાહસ) અત્યાર સુધી સી જિનસેનકુમાર સામે જોતા હતા. હવે સૌ કુમાર સામે જોવાનું છોડીને મદનમાલતીને જોવા લાગ્યા. જુઓ, મદનમાલતી પણ કેવી પવિત્ર સતી છે! જે રત્નાવતીએ પિતાના ઉપર આવે જુલમ ગુજાર્યો હેય એના સામું જોવાનું મન થાય? છતાં પિતાને સમુદ્રમાં ફેંકી દેનાર રનવતીનું દુઃખ જોઈને એનું હૃદય પીગળી ગયું અને પતિ પાસે રોગ મટાડવાની આજ્ઞા માંગી. દયાળુ જિનસેનકુમારે એને રજા આપી એટલે મદનમાલતીએ શુદ્ધ પાણી મંગાવીને પિતાના હાથમાં પાણી લઈ આંખ બંધ કરીને પ્રભુને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ! હે મારા શાસનના દે ! મેં આજ દિન સુધી મારા પતિ સિવાય બીજા કેઈ પણ પુરૂષની મનથી પણ ઈચ્છા ન કરી હોય તે આ કેહને રેગ મટી જજે. એમ કહીને મદનમાલતીએ નવતી ઉપર પાણી છાંટયું. જેવું પાણી