________________
શારદા સુવાસ અમૃતવાણી સાંભળીને સતી સાધી રાજેમતી ગદ્ગદ્ર બની ગયા. તેમના નેત્રે ભગવાનના દર્શન કરતા અતૃપ્ત જ રહ્યા. શ્રમણ રામતી મિનાથ ભગવાનની વાણી સાંભળીને કે એમના દર્શન કરીને બેસી ન રહ્યા. ભગવાને કહ્યું કે તમારું કલ્યાણ થઈ જશે એટલે હવે મારે કંઈ પુરૂષાર્થ કરવાની જરૂર નથી એમ નહિ પણ તેઓ ઉગ્ર તપ અને સંયમની આરાધના કરવા લાગ્યા. રહનેમિ પણ જેમતીના અંકુશરૂપી વચનથી સંયમમાં સ્થિર થઈને ઉગ્ર તપ અને સંયમની આરાધના કરવા લાગ્યા. તેનાથી શું બન્યું તે વાત ભગવંત કહે છે.
डग्गं तवं चरित्ताण, जाया दोण्णि वि केवली ।
सब कम्म खवित्ताणं, सिद्धि पत्ता अणुत्तरं ५०॥ રાજેમતી અને રહનેમિ એ બંને આત્માએ ઉગ્ર તપશ્ચર્યા અને સંયમની આરાધના કરવાથી ઘાતી કર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાની બન્યા. કેવળજ્ઞાન પામ્યા પછી ઘણાં સમય સુધી લેકેને ધર્મને બેધ આપીને તાર્યા. કંઈક ને ધર્મના માર્ગે ચઢાવ્યા અને છેવટે શેષ અઘાતી કર્મોને ક્ષય કરીને ઉત્તમ એવી સિદ્ધગતિને પામ્યા. તેમાં રાજમતી ભગવાન અરિષ્ટનેમિનાથથી ચેપન (૫૪) દિવસ પહેલાં મેક્ષ પ્રાપ્ત કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા.
બંધુઓ! સ્ત્રી જાતિ સહેજે કેમળ હોય છે. સ્ત્રીની શક્તિને સૂર્ય લજજાના વાદળેથી ઘેરાયેલે હેય છે. સ્ત્રીનું ઐશ્વર્ય ભયથી વિંટળાયેલું હોય છે, પણ એ કયાં સુધી સમય ન આવે ત્યાં સુધી. સમય આવે ત્યારે લજજાના વાદળો વિખરાઈ જાય છે, કે મળતા પ્રચંડતામાં પલટાઈ જાય છે અને તેજસ્વી સૂર્ય ઝળહળી ઉઠે છે. ત્યાં જગતનું સર્વ બળ હારી જાય છે. પુરૂષ શક્તિને આવેશ પૂરો થઈ એાસરી જાય છે અને આખરે એ સ્ત્રી શક્તિનો વિજય થાય છે. આપણું અધિકારમાં એવું જ બન્યું. રહનેમિ ગીશ્વર હતા, આત્મધ્યાનમાં મસ્ત રહેનારા હતા પણ કગે એમના અંતરમાં વિકારવાસનાને અંકુરો પેદા થયે. તેને નિર્મૂળ કરવા માટે સતી રામતીનું તપોબળ, નિર્વિકારતા ધૈર્ય અને પરાક્રમે મહત્વને ભાગ ભજવ્યું. આ તેમના આત્મ ઓજસની પ્રતીતિ છે. ધન્ય છે આવા પવિત્ર આત્માઓને ! રાજેમતી અને રહનેમિ મેક્ષમાં ગયા. તેમનાથ ભગવાન તે મેક્ષે જવાના જ છે. હવે છેલ્લી ગાથામાં ઉપસંહાર કરતાં ભગવાન કહે છે
एवं कर ति सबुद्धा, पंडिया पवियक्खणा।
विणियट्टन्ति भोगेसु, जहा से पुरिसोत्तमो तिबेमि ॥५१॥ જેમ તે પુરૂષશ્રેષ્ઠ રહનેમિએ વિષયભેગથી મનને શીધ્ર હઠાવી લીધું તેમ વિચક્ષણ અને તત્ત્વજ્ઞ પુરૂષે પણ વિષય ભેગેથી નિવૃત થઈને પરમ પુરૂષાર્થ કરે. જેમને જલદી