________________
શારદા સુવાસ આ ને? બીજું ભૂખ ન વેઠી શકે એટલે દેહને રાગ પણ ખરે ને તારા રાગને રોગ ક્યાં છે થયો છે? આ તારા ગુના માટે તારે એને દંડ લેવા રાજા પાસે જવું પડશે અને રાજા જે શિક્ષા કરે તે ભેગવવી પડશે. મેટાભાઈએ નાનાભાઈનું હડહડતું અપમાન કર્યું છતાં નાનાભાઈને સહેજ પણ કોધ ન આવે, પણ પિતાની ભૂલનો પશ્ચાતાપ કરવા લાગ્યા.
બંધુઓ ! આ જન્મથી જૈન નથી છતાં કેટલી સમજણ છે, કેટલો એનામાં વિવેક છે! નાનાભાઈને ચોરી કરવાના ભાવ કે કલપના ન હતી પણ ખૂબ ભૂખ લાગી અને પિતાના ભાઈને આશ્રમ છે એમ માનીને ફળ તેડીને ખાધા, ત્યારે એના મોટાભાઈને નાનાભાઈને નાનકડે અપરાધ પણ નામંજુર હતું. એના દિલના ભાવ એવા હતા કે આજે ભાઈનું લેનાર કાલે મિત્રનું નહિ લે એની શી ખાત્રી? સત્ય અને અસ્તેય એ સદ્દગુણ જીવનમાંથી ચાલ્યા ન જાય અને દુર્ગુણે પ્રવેશી ન જાય. આ માટે ભાઈને કડકાઈથી કહી દીધું કે તું અત્યારે ને અત્યારે રાજા પાસે જા અને ચેરીને અપરાધ કબુલ કરી એ જે દંડ આપે તે ભેગવીને ચોરીના પાપનું પ્રાયશ્ચિત કર. એક નાનકડા અપરાધમાં મોટાભાઈ હડહડતું અપમાન કરે અને એ અપમાનને પચાવવું અને પિતાની ભૂલને ભૂલ તરીકે સ્વીકારી લેવી એ સામાન્ય વાત નથી. આ બંને ભાઈઓને આત્મકલ્યાણની સાચી લગની લાગી હતી. તમને આવું રૂડું જિનશાસન મળ્યું છે. વિતરાગી સંતના મુખેથી જ વીતરાગવાણી સાંભળવા મળી છે છતાં તમને જલદી મારું કલ્યાણ થાય એવી લગની લાગી છે? આ બંને સંન્યાસી જેવી લગની જે તમને લાગે તે કલ્યાણ થઈ જાય.
મેટાભાઈની આજ્ઞા માથે ચઢાવીને નાનો ભાઈ રાજાની પાસે આવ્યો ને હાથ જોડી નમ્રતાપૂર્વક રાજાને કહે છે મહારાજા! મેં આપને એક ગુને કર્યો છે. એની શિક્ષા લેવા માટે આવ્યો છું. સંન્યાસીના મુખ ઉપર ઝળકતી પવિત્રતા, નમ્રતા અને સરળતા જોઈને રાજા કહે છે હે સંત ! તમે તે મહાન પવિત્ર છે. અમારા પૂજનિક અને વંદનીય છે. આપના ચરણમાં મારું શિર મૂકી જાય છે. બાદલ છૂપે સૂર્ય ન રહે, રણે ચઢ રાજપૂત છૂપ ન રહે તેમ એ અવધૂત ! સાચે સંત છૂપે ન રહે. આપની મુખાકૃતિ ઉપરથી આપના ગુણે દેખાઈ આવે છે. ત્યારે સંન્યાસી કહે છે મહારાજા ! હે અવધૂત કે સંન્યાસી નથી. મારામાં એવા ગુણે નથી. હું તે ચેર છું. મેં ચોરી કરી છે. રાજા કહે છે તમે ચોરી કરી હોય એવું મને લાગતું નથી, છતાં આપ કહે છે તે હું પૂછું છું કે આપે શેની ચેરી કરી છે ? ત્યારે કહે છે મને ખૂબ ભૂખ લાગી હતી તેથી આપની આજ્ઞા વિના આપના બગીચામાંથી મેં બે ફળ તેડીને ખાધા છે, એનું મને પ્રાયશ્ચિતશિક્ષા આપે. સંન્યાસીની સરળતા, નમ્રતા અને પશ્ચાતાપ જોઈને રાજાનું દિલ પીગળી ગયું.
દેવાનુપ્રિયે ! માણસની નમ્રતા, સરળતા આદિ ગુણે જઈને સામી વ્યક્તિનું હૃદય