Book Title: Sharda Suvas
Author(s): Shardabai Mahasati
Publisher: Sudharma Gyanmandir

View full book text
Previous | Next

Page 996
________________ શાદ સુવાર્ય ૯૩૧ આપ્યા એટલે પ્રધાનજી દેડતા જોવા આવ્યા કે કેણ મોટા રાજા આવ્યા છે? જિનસેનકુમારે દૂરથી પ્રધાનજીને આવતા જોયા એટલે તરત ઉભો થઈને તે સામે ગયે. રત્નાવતીના કુમેની વાત કરતા પ્રધાનજી - બંધુઓ! જિનસેનકુમારમાં કેટલે બધે વિનય છે ! તે ત્રણ ત્રણ રાજ્ય સ્વામી બને છે પણ એના દિલમાં નામ અભિમાન નથી. એ વિચાર ન કર્યો કે આ તે પ્રધાન છે. મારે શા માટે ઉભા થઈને સામા જવું જોઈએ ? જિનસેન પ્રધાનના સામે જઈને પગે લાગે. પ્રધાન પણ જિનસેનકુમારને જોઈને હરખાઈ ગયે ને ગળે વળગાડીને કહે છે, દીકરા ! તું આવે? આજે તને જોઈને મને ખૂબ આનંદ થયેલ છે. જલદી જલદી શહેરમાં પધારે. જિનસેનકુમારે કહ્યું-કાકા ! મારી માતા આ મહેલમાં રહેતી હતી તે કયાં ગઈ? મારી માતાનું મુખ જોયા વિના હું શહેરમાં પગ નહિ મૂકું, ત્યારે પ્રધાને કહ્યું-કુમાર ! તમે એની ચિંતા ન કરો. આપના માતુશ્રી જિનસેના મહારાણીને મહારાજા ખુદ વાજતે ગાજતે શહેરમાં લઈ ગયા છે. એમાં કારણ એ બન્યું કે તમે અહીંથી માતા-પિતાની રજા લઈને સિંહલદ્વીપ ગયા પછી તમારી એરમાન માતા રવતીએ ખૂબ તેફાન કરવા માંડયા, આમ તે જ્યારથી તમને ઘેડ અને વિટી આપી અને રત્નાવતીએ પાછી મંગાવી ત્યારથી તે રાજાના મન ઉપરથી ઉતરી ગઈ હતી, તેથી તેઓ પરદેશ ચાલ્યા ગયા હતા. એમને સમજાઈ ગયું હતું કે કંચન કોણ છે ને કથીર કેણ છે? પણ જિનસેના રાણીનું ઘર અપમાન કરીને કાઢી મૂકેલા એટલે બેલાવતા સંકેચ થતું હતું ને બીજુ રત્નાવતીનો કેપ પણ ઘણે હતું, તેથી કંઈ કરી શક્તા ન હતા. એવામાં એણે તમને ઝેર આપ્યું અને તમે ચાલ્યા ગયા, પછી તમે વિજયપુરના રાજાની પુત્રીને માતાની સેવામાં મેકલવાને સંદેશ આપ્યો હશે એટલે મદનમાલતી તેના માણસ સાથે અહીં આવતી હતી. આ વાતની એ દુષ્ટ રત્નાવતીને ખબર પડી તેથી એણે એને પિતાના રામસેનની પત્ની બનાવવા માટે પિતાના મહેલે લઈ આવવા ગુપ્ત રીતે સુભટને મોકલ્યા ને રસ્તામાં મદનમાલતીને એના માણસોએ ખૂબ હેરાન કરી, પણ એ સતીએ કહી દીધું કે મારા પ્રાણ આપી દઈશ પણ જિનસેનકુમાર સિવાય બીજા પતિને નહિ ઈચ્છે, એટલે એ માણસેએ મદનમાલતીને ઉંચકીને સમુદ્રમાં ફેંકી દીધી. આવા જુલમ કર્યા એટલે વિજય પુરના માણસે જે સાથે હતા તે રડતા અને કકળતા અહીં આવ્યા ને રાજાને બધી વાત કરી. બાકી તે અમને આ વાતની ખબર પણ ન પડત. જયમંગલ મહારાજાને રત્નાવતીના આવા કર વર્તનથી ખૂબ દુઃખ થયું ને રાણી ઉપર ખૂબ ગુસ્સો આવ્યું. આમ તે તમને ઝેર આપ્યું ત્યારે જ એને મહારાજા દેશનિકાલ કરવાના હતા પણ તમે ના પાડી એટલે રાખી હતી, પણ આ બનાવ બનતા રાજા એના ઉપર ખૂબ કે પાયમાન થયા. મહારાજાને કુપિત હેકર, દીના દેશ નિકાલા, વન વનમેં વહ ફિરતી હોગી, દેખો કરમા જાલા,

Loading...

Page Navigation
1 ... 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040