Book Title: Sharda Suvas
Author(s): Shardabai Mahasati
Publisher: Sudharma Gyanmandir

View full book text
Previous | Next

Page 998
________________ શારદા સુવાસ વ્યાખ્યાન નં. ૧૦૧ કારતક સુદ ૧૧ ને શુક્રવાર તા. ૧૦-૧૧-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! અનંત કરૂણાસાગર, વિશ્વવત્સલ, અનંતજ્ઞાની ભગવતે જગતના જીના એકાંત હિત માટે ઉપદેશ આપતા ફરમાવે છે કે હે ભવ્ય છે ! તમને આત્મસાધના કરવાને અમૂલ્ય અવસર માનવભવ મળે છે તેને તમે વધાવી લે, કારણ કે દેવલેકમાં આત્મસાધના કરી શકાતી નથી. નરક તથા તિર્યંચના ભાવ એ તે અંધારી રાત્રી જેવા છે, કારણ કે ત્યાં જીવને તત્વને પ્રકાશ મળતું નથી. માત્ર મનુષ્યભવમાં તત્વજ્ઞાનને પ્રકાશ મળે છે. માટે વિચાર કરે કે હું નરક-તિર્યંચાદિ અંધકારના ભવે વટાવીને કે સરસ અજવાળાને અવતાર પામે છું. હવે જે હું અહીં ભાન ભૂલું તે મારી કેવી દુર્દશા થાય? કહેવાય છે ને કે રવિને ભૂલેલે માનવી દિવસ ઉગતા ઠેકાણે આવે પણ દિવસના ભૂલેલા માનવીને તે રાત્રિ પડતા અંધારે અથડાવવાનું જ થાય ને? એમ નરક તિર્યંચના ભવ અમાસની અંધારી રાત્રિ જેવા મળ્યા હતા. ત્યાં ભલે અથડા પણ દિવસ સમાન મનુષ્યભવ મળે છતાં જે ભાન ભૂલીને મેહમાં પડીશ તે પછી ભભવમાં અથડાયા સિવાય બીજું શું થશે? કદાચ કયારેક મનુષ્યભવ મને મળ્યો હશે તે વીતરાગ પ્રભુનું શાસન નહિ મળ્યું હોય તેથી ધર્મારાધના નહિ કરી હેય. બસ, ખાવું, પીવું, ખેલવું ને પરિગ્રહના પિટલા ભેગા કરવા આ બધું કર્યું હશે તેથી હું ભાવમાં ભમું છું, પણ આ ભવમાં તે મને વીતરાગ પ્રભુનું શાસન મળ્યું છે. અહીં ખાવાને બદલે તપ કર્યું, પરિગ્રહના પિટલ ભેગા કરવાને બદલે દાન દઉં', ભેગ ભેગવવાને બદલે બ્રહ્મચર્યનું પાલન કરું, બીજા વ્રત નિયમ અંગીકાર કરું, મેહનિદ્રામાં પિઢવાને બદલે અનિત્ય, અશરણ વિગેરે બાર ભાવનાઓ, મૈત્રી આદિ ચાર ભાવનાઓ તેમજ સવેગ અને વૈરાગ્યની ભાવનામાં રમણતા કરું, પાપસંજ્ઞાઓ ઉપર કાપ મૂકી ધર્મારાધના કરવાને મને કે સુંદર અવસર મળે છે તેને હું સાર્થક કરી લઉં. માનવભવના ઘેરા અવસર માટે એ ઉચિત છે કે કષાય ન કરું, ધર્મ ન પણ ધર્મ વિશેષ કરું, કારણ કે પૂર્વભવમાં ધર્મ નથી કર્યો તેથી જ દુખ આવ્યું છે. હવે આ ભવમાં ધર્મની વિશેષ આરાધના કરવાને સેનેરી સુઅવસર કહેવાય, તે પછી મારે ધર્મ શા માટે છેડે જઈએ? અહીં તે ધર્મની વિશેષ આરાધના કરી લેવી જોઈએ. દુર્ગતિઓમાંથી માંડ માંડ મારો છૂટકારો થયો ને માનવભવ મળ્યો છે તે આ ભવમાં ક્રોધ, માન, માયા, લેભ વિગેરે કષાયને નિગ્રહ કરીને ક્ષમા, નમ્રતા, લઘુતા, સરળતા અને નિસ્પૃહતા વિગેરે ગુણે કેળવવાના છે. અધમ ભમાં જે કર્યું તે અહીં કરવાનું હોય? ના. આવા ઉંચા ભવમાં તે ઊંચા કર્તવ્ય જ કરાય ને ? માટે ક્રોધાદિ પર કાપ મૂકી ક્ષમાદિ ઉંચા કર્તવ્યો બજાવું. વાતવાતમાં ક્રોધ આવે છે તેના બદલે વાતવાતમાં ક્ષમા લાવું. વાતે વાતે માન આવે છે એના બદલે નમ્રતા,

Loading...

Page Navigation
1 ... 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040