________________
૯૩૨
શારદા સુવાસ મહારાજાએ કેધે ભરાઈને એ રસ્તવતીને એના પરિવાર સહિત દેશનિકાલ કરી છે. માતા એવી નીકળી તે સાથે રામસેન અને એની વહુ બધાને કાઢી મૂક્યા છે. એ અત્યારે કેણ જાણે ક્યાંય જંગલમાં ભટકતી હશે ! અત્યાર સુધી એણે આપની માતા ઉપર ઘણી ઈર્ષ્યા કરી અને આપને મારી નાખવા પણ થાય તેટલા પ્રયત્ન કર્યો, પણ જુઓ, હવે એના કર્મો ઉદયમાં આવ્યા છે તે ભગવતી હશે. એને કાઢી મૂકીને મહારાજા આપના માતાજીને મહેલમાં લાવ્યા છે. આ વાત જાણીને જિનસેનકુમારને ખૂબ આનંદ થયે. જિનસેનકુમાર બગીચામાં પધાર્યા છે. આ વાત પ્રધાને મહારાજાને જણાવી એટલે આનંદને પાર ન રહ્યો. થોડી વારમાં આખું ગામ શણગાર્યું. આખા કંચનપુરમાં પણ જિનસેન આવ્યાની ખબર પડી એટલે રાજા અને પ્રજા બધા બગીચામાં આવ્યા. પિતાજીને આવતા જેમાં જિનસેનકુમાર દેખતે સામે ગયે. પિતા અને પુત્ર ભેટી પડયા. પુત્રને જોઈને પિતાની આંખમાં આંસુ આવી ગયા. જિનસેનકુમાર પિતાના ચરણમાં પ. પિતા, પુત્ર અને પ્રજા બધા પ્રેમથી મળ્યા. એક બીજાની ખબર પૂછી રહ્યા છે ત્યાં એક કઢીલી સ્ત્ર આવી. એના શરીરની ચામડી લટકે છે. શરીરમાંથી લેહી ને પરૂના ઢગલા થાય છે અને તેમાંથી દુર્ગધ છૂટી રહી છે. આવી કઢવાળી સ્ત્રીને પ્રધાન તેમજ બીજા માણસો આગળ આવવા દેતા નથી. એને લાકડી મારીને કાઢી મૂકે છે. જિનસેનકુમારની દ્રષ્ટિ એ તરફ ગઈ, એટલે પૂછયું પ્રધાનજી! આ બાઈ કોણ છે? અને તમે બધા શા માટે એને માર મારીને કાઢી મૂકે છે ?
પ્રધાને કહ્યું-કુંવર સાહેબ! મેં હમણાં જ આપને વાત કરીને, એ તમારી અપર માતા રત્નાવતી છે. મહારાજાએ તે એને જંગલમાં કાઢી મૂકી છે. પણ કોણ જાણે ક્યાંથી રખડતી રખડતી આજે અહીં આવી પહોંચી છે. કહેવત છે ને કે જે કરે તેવું પામે, ને વાવે તેવું લણે.' એ કહેવત અનુયાર એણે જેવા કર્મો કર્યા એવા એને ઉદયમાં આવ્યા છે. એનું ફળ આજે પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે. જુઓ, એની પાછળ એને દીકરે રામસેન વિગેરે પણ ઉભા છે. રામસેનના દિલમાં તે ઘણું દુઃખ થાય કે મારી માતા આવી દુષ્ટ નીકળી ત્યારે મારી આ દશા થઈને? જે મારી માતા જિનસેના રાણી અને જિનસેન કુમાર સાથે સંપીને રહી હતી તે મારે આવા દુઃખે ભેગવવાને વખત ન આવત, મારે ભાઈ જિનસેનકુમાર તે મહાપ્રતાપી છે, તે શું એને ભાઈ વનવગડે રઝળતે હોય? ન હોય, પણ માતાના દુષ્ટ સ્વભાવના કારણે વનવગડે રખડવાને પ્રસંગ આવ્યો, એમ કરીને રડે છે. પ્રધાનના મુખેથી વાત સાંભળી અને રત્નાવતી માતાની આવી દશા જોઈને જિનસેનકુમારને દયા આવી. એની આંખમાંથી આંસુ સરી પડયા. હવે જિનસેનકુમાર એ કઢવાળી સ્ત્રીને પિતાની પાસે લાવીને શું કહેશે ને શું બનશે તે અવસરે.