________________
શારદા સુવાસ
રહેનૈમિમુનિ સયમમાં સ્થિર બન્યા. રાજેમતીના આનંદના પાર ન રહ્યો. હવે મુખ્ય વાત તા એ હતી કે રાજેમતી તેમના શિષ્યા પરિવાર સાથે ગિરનાર પર્વત ઉપર જઈ રહ્યા હતા, પણ વચમાં વરસાદ આવ્યા એટલે ગુફામાં રોકાઈ ગયા ને Rsનેમિની વાત આપણે જે મની તે આજ સુધી કહી. વરસાદ બંધ થતા રાજેમતી સાધ્વી ગુફામાંથી બહાર નીકળ્યા. આજુબાજુમાં ઉભા રહેલા તેમના શિષ્યા એમની રાહ જોતા હતા. આસપાસથી બધા ભેગા થઈ ગયા. શિષ્યાને પાતાના ગુરૂણી મળ્યા એટલે એમને ભૂખ આનંદ થયેા. રાજેમતીજી ઉલ્લાસભેર પેાતાની શિષ્યાઓ સાથે ગિરનાર પર્વત પર ચઢવા લાગ્યા. એકેક કદમ ઉઠાવતા એમના મનમાં એવા ભાવ આવે છે કે અહા! હવે જલ્દી મારા નેમનાથ પ્રભુના દર્શન કરું. જલ્દી દન કરવાની લગની છે એટલે થાક પશુ લાગતા નથી. તે જલ્દી ગિરનાર પર્વત ઉપર ચઢી ગયા અને તેમનાથ ભગવાન બિરાજતા હતા ત્યાં આવ્યા અને ખૂબ ઉત્કૃષ્ટ ભાવથી ભગવાનને તિકપુત્તોના પાઠ ભણીને વંદન કરવા લાગ્યા. જેને તેમનાથ પ્રભુના દર્શન કરવાની અત્યંત લગની છે એવા રાજેમતી સાવીજી ભગવાનનું મુખ શ્વેતાં ધરાતા નથી. અનિમેષ દૃષ્ટિથી ભગવાનના મુખ સામે જોઇને કહે છે.
૯૬૦
દૃષ્ટવા ભવન્ત મનીમેષ વિલાકનીય, નાન્યત્ર તેાષમુપયાતિ જનસ્ય ચક્ષુઃ । પીત્વાપયઃ શશિકર દ્યુતિ દુગ્ધ સિન્ધા, ક્ષાર' જલ' જલનિધેરશિતુ કઃ ઇચ્છેત્ ॥
હૈ પ્રભુ ! આપને જોયા પછી મારું મન બીજે કયાંય ઠરતું નથી. એક વખત જે મનુષ્યે ચદ્રની ક્રાંતિ જેવા નિર્મળ ક્ષીર સમુદ્રના મીઠા પાણીના સ્વાદ ચાખી લીધા પછી એને લવણુસમુદ્રના ખારા પાણી પીવા ગમે ખરા ? ન જ ગમે, તેમ હે ભગવાન ! આપને જોયા પછી દુનિયામાં મને ખીજું કંઇ ગમતુ નથી. દુનિયામાં આપનાથી ખીજુ કાઇ શ્રેષ્ઠ નથી. આ પ્રમાણે રાજેમતો સાધ્વીજી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. રાજેમતીને નેમનાથ પ્રભુની સાથે આઠ આઠ ભવની સગાઈ છે એટલે પ્રભુને જોતા તેનું હૃદય અલૌકિક હર્ષોંના હિલેાળે ચઢ્યુ છે. હવે રાજેમતી તેમનાથ પ્રભુને શું કહેશે અને ભગવાન પણ તેમને શુ' કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર : જિનસેનકુમાર મેટા ઠાઠમાઠેથી કૉંચનપુરની બહાર અગીચામાં આવ્યેા. જેમ રાજેમતીને તેમનાથ ભગવાનના દર્શન કરવાની લગની હતી તેમ જિનસેનકુમારને એની માતાને મળવાની લગની લાગી છે. મગીચામાં તંબુ તાણીને ઉતર્યાં અને માતાને મળવા માટે મહેલે ગયે પણ મહેલ અંધ છે. એ જોઇને એના દિલમાં ધ્રાસ્કા પડચા મારી માતા કયાં ગઈ? શું પિતાજીએ એને કાઢી મૂકી હશે કે શું હશે ? એમ અનેક પ્રકારના વિકલ્પે જિનસેનકુમારના મનમાં થવા લાગ્યા. બીજી તરફ દૂતે રાજમહેલમાં સમાચાર