________________
શાદ સુવાસ આપણે રાજને ચાલુ અધિકાર ભગવાન મહાવીર સ્વામીની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનનું વાંચન ચાલે છે. તેમાં અત્યારે રાજેમતી અને રહનેમિની વાત ચાલે છે. સતી રાજમતીના વચને સાંભળીને જેમ મદેન્મત્ત હાથી અંકુશથી વશ થાય છે તેમ રહનેમિ ઠેકાણે આવી ગયા. રહનેમિનું પતન થતાં જે અટકયું હોય તે તેનું એક જ કારણ છે કે સતી રામતીમાં એના ચારિત્રનું ઓજસ હતું, ખમીર હતું અને રહનેમિમાં કુળની ખાનદાની હતી એટલે રાજેમતીએ એમને ગમે તેવા કઠોર શબ્દો કહો તે બધા મૌનપણે સાંભળી લીધા. સાંભળીને મનમાં વિચાર થયો કે અહે ! હું કેટલું ભાન ભૂલ્ય? મેં આત્માનું કલ્યાણ કરવા માટે સંસાર છોડીને સંયમ લીધે. સંયમના ઉચ્ચ શિખરે ચઢીને ક્યાં ગબડી પડે? ચિંતામણી રત્ન સમાન સંયમ છેડીને ભૌતિક સુખ ભેગવવાની ભાવનામાં પડીને મેં મારા ચારિત્રને દૂષિત બનાવ્યું. ધિક્કાર છે મારી કામવાસનાને ! પિતાના પાપકર્મને એમને ખૂબ પશ્ચાતાપ થયે ને આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા અને રામતી સાધ્વીના ચરણમાં નમી પડ્યા ને એમનો ઉપકાર માનતા
ભવ કપ પડંતા કર ઝાલી રાખિયે, મુજ પર મહાન ઉપકાર કરિયે”
હે પવિત્ર સતી ! તમે તે આજે ભવના ભયંકર ઉંડા કૂવામાં ઝંપલાવતા મને હાથ ઝાલીને ઉગારી લીધે. જે તમે મને આજે ન મળ્યા હતા તે મારી કઈ દશા થાત? પિતાના અપરાધની ક્ષમા માંગતા કહે છે કે હે સર્તા ! આપ મને માફ કરે. મને મારી ભૂલની ક્ષમા આપ. તમે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. તમારે ઉપકાર આ જીવનમાં કદી પણ ભૂલી શકું તેમ નથી. હું મારા મનથી તે પતિત થઈ ચૂકયે જ હતે. હું મારા સાધુપણાનું ભાન ભૂલી ગયે હતે. મારા મનમાં પૂરે સડો પેઠે હતે. એ સડે વચનમાં પણ આવ્યું અને આપની પાસે ભેગ ભેગવવાની માંગણી કરી પણ કાયાથી તમારા ચારિત્રના પ્રભાવે તમે મને બચાવ્યું છે. મારા જેવા પતિતને આજે પાવન બનાવ્યો છે. આજથી આપની પાસે પ્રતિજ્ઞા કરું છું કે હવે હું કઈ પણ સ્ત્રીને જોઈને મારું મન ચલાયમાન નહિ કરું. મારા સંયમમાં દઢ રહીશ.
આ પ્રમાણે રહેનેમિની પ્રતિજ્ઞા સાંભળીને રાજેમતીના દિલમાં ખૂબ આનંદ થયે કે અંતે જાદવકુળને જાયે સમયે તે ખરે. એમને ખૂબ સંતોષ થયે અને રહનેમિને ધન્યવાદ આપતાં કહ્યું–હે રડનેમિ! તમે ગભરાઓ નહિ રડે નહિ. માનવ માત્ર ભૂલને પાત્ર છે. જે થયું તે થયું પણ આજથી હવે કદી આવી ભૂલ કરશો નહિ. તમે તમારી પ્રતિજ્ઞાઓમાં દઢ રહી સંયમનું શુદ્ધ ભાવથી પાલન કરજો. સંયમ માર્ગમાં દઢ રહેવાથી સમસ્ત પૂર્વપાપકર્મોથી મુક્ત બની શકશે, તથા આત્મકલ્યાણ પણ કરી શકશે. હવે હું તમને એટલું જ કહું છું કે આજની પ્રતિજ્ઞા તમે કદી તેડશો નહિ. તે હંમેશા યાદ રાખજે, પ્રતિજ્ઞામાં કદાચ દેષ લાગી જાય તે તેને દબાવશે નહિં પણ નિંદા, ગહ