________________
શારદા સુવાસ
૯ર૯ વડે પ્રગટ કરીને તેનું પ્રાયશ્ચિત લઈને શુદ્ધ બની જશે. આ પ્રમાણે મીઠા અને વહાલભર્યા ઉપદેશ પૂર્ણ શબ્દ સાંભળીને રહનેમિનું મન સંયમ માર્ગમાં નિશ્ચલ બની ગયું, ત્યાર પછી તેમણે શું કર્યું તે વાત બતાવતા શાસ્ત્રકાર ભગવાન કહે છે.
मणगुत्तो वयगुत्तो, कायगुत्तो जिइंदिओ।
सामण्णं निच्चल फासे, जावज्जीव दढव्वओ ॥४९॥ સત રાજેમતીના વચને સાંભળીને રહનેમિ મુનિ મનગુપ્ત, વચનગુપ્ત, અને કાયગુપ્ત એટલે મન, વચન અને કાયાથી સુસંયમી અને સર્વોત્કૃષ્ટ જિતેન્દ્રિય બની ગયા તથા જીવન પર્યંત પિતાના વ્રતમાં અખંડ દઢ રહ્યા અને ચારિત્રને મરણાંત સુધી અખંડ નિભાવી રાખ્યું.
બંધુઓ ! સાધકે સંયમ લીધા પછી ખૂબ સજાગ રહેવાનું કે મનથી, વચનથી કે કાયાથી કઈ પણ જાતને દેષ ન લાગે, કઈ જીવને દુઃખ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણે પ્રતિક્રમણમાં રોજ બોલીએ છીએ ને કે પડિક્કમામિ તિહિં દંડેહિં, –મણુંદડેણું, વયદડેલું, કાયદડેણું એ ત્રણ પ્રકારે મારે આત્મા દંડાયો હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. જીવ મનથી, વચનથી અને કાયાથી દંડાય છે. તેમાં સૌથી પ્રથમ નંબર માને છે. જીવને સૌથી પ્રથમ કર્મ બંધન કરાવનારું મન છે. કેઈપણું સારું કે ખરાબ કાર્ય કરવા માટે પહેલા મનમાં વિચાર આવે છે, પછી વચન દ્વારા પ્રગટ થાય છે ને પછી કાયા દ્વારા સેવન થાય છે. માટે ભગવાન કહે છે કે સૌથી પહેલાં તમે તમારા મનને જીતે. મન ઉપર ખૂબ નિયંત્રણ રાખે. ઘેડ ગમે તે સારો હોય તે પણ એને માલિક એના ઉપર લગામ રાખે છે. ગાડીને માલિક ગાડી ચલાવતા એના ઉપર બ્રેક રાખે છે. હાથીને મહાવત હાથી ઉપર અંકુશ રાખે છે. લગામ વિનાને ઘેડે, બ્રેક વિનાની ગાડી અને અંકુશ વિનાને હાથી બેફામ બની જાય છે તેમ મન ઉગર અંકુશ નહિ શખે તે બેફામ બની જશે. મન તે એવું દુષ્ટ છે કે તમને ખરાબ વિચારો કરાવીને દુર્ગતિમાં ફેંકી દેશે. આપણું જૈનદર્શન કાયાથી પાપ કરીએ તે જ પાપ લાગે એટલું જ નથી માનતું પણ મનથી જે પાપ કરવાના વિચાર કરશે, તે પણ પાપ લાગશે, માટે મન ઉપર ખૂબ કંટ્રલ રાખે. સાધુએ વચન પણ એવું બોલવું જોઈએ કે જેનાથી પિતાના ચારિત્રમાં દોષ ન લાગે, અને બીજા છાને દુઃખ પણ ન થાય. સાધુને ભગવાને સળ પ્રકારની સાવધ ભાષા બોલવાની ના પાડી છે. ક્રોધકારી, માનકારી, માય કારી, લેકારી, નિશ્ચયકારી આદિ સોળ પ્રકારની ભાષા સાધુથી બેલાય નહીં. જે ભાષા બોલવાથી બીજાને ક્રોધ આવે, માન, માયા અને લેભ ઉત્પન્ન થાય છે તેવી ભાષા ન બલવી કારણ કે તેથી પાપકર્મનું બંધન થાય છે. નિશ્ચયકારી ભાષા પણ સાધુથી બલાય નહિ. મન-વચન અને કાયા શુભ પ્રવર્તાવવાથી કર્મબંધન તૂટે છે ને અશુભમાં પ્રવર્તાવવાથી કર્મનું બંધન થાય છે.
શા. સુ. ૧૯,