________________
૯૨૨
શારદા સુવાસ
માતાને મળવા તલસેલું મન જિનસેનકુમાર વિજયપુરના મહારાજા બન્યા પણ એમનું મન માતાને મળવા માટે તલસી રહ્યું છે. જલદી માતા પાસે જવું છે એટલે સસરાને કહે છે મારી માતાને છેડીને નીકળ્યા મને ઘણે સમય થઈ ગયે છે તેથી મારે જદી કંચનપુર જવું છે. મને જવાની આજ્ઞા આપ, પછી હું આવીશ. જમાઈને માતાના દર્શનની ખૂબ ઝંખના છે. એ જોઈને રાજાએ જવાની રજા આપી. જિનસેનકુમાર ત્રણ ત્રણ રાજ્યના રાજા બન્યા, એટલે મટી ચતુરંગી સેના લઈને ત્યાંથી નીકળ્યા ને પડાવ કરતા કરતા એક દિવસ કંચનપુરના બગીચામાં આવી પહોંચ્યા. જિનસેનકુમારે બગીચામાં તંબુ તાયા ને રાજ્યમાં ખબર આપવા દૂત મોક. બગીચામાં જઈને જિનસેનકુમાર પિતાની માતાના મહેલ તરફ ગયે. જઈને જુવે છે તે માતાને મહેલ બંધ છે. માતાને મહેલ બંધ જોઈને જિનસેનકુમારના મનમાં ખૂબ દુઃખ થયું કે અહો ! મારી મહાન ઉપકારી પવિત્ર માતા ક્યાં ગઈ? એનું શું થયું હશે? એને કોઈએ કાઢી મૂકી હશે? એમ અનેક પ્રકારના વિકલ્પ આવવા લાગ્યા. ઘણી વખત વૈરી માણસ ન ચિંતવે એવું વહાલા ચિંતવે છે. ઘરના માણસો બે કલાક મેડા પડે તે તમને શું વિચાર આવે? એકસીડન્ટ તે નડિ થયે હોય ને! એવા એવા ખરાબ વિચારે આવે છે. અહીં જિનસેનકુમારને પણ એની માતા માટે અનેક પ્રકારના વિચાર આવે છે. બીજી તરફ જિનસેના માતાનું શું થયું તે વાત અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન. ૧૦૦ કારતક સુદ ૮ ને મંગળવાર
તા. ૭-૧૧-૭૮ કેવળજ્ઞાની અને કેવળદર્શની ભગવતે જગતના જીને પડકાર કરીને જાગૃત કરતા કહે છે હે જી ! તમને આ જે સુંદર માનવજીવન મળ્યું છે તે જીવન એવું સુંદર જીવી જાણે કે આત્મા નિતિના શિખરે ચઢતે જાય. આ વિશ્વના વિશાળ પટ પર જન્મ લઈ જીવન ધારણ કરનારા છમાંથી જીવન જીવી જનારા તે લગભગ બધા હેય છે પણું જીવન જીવી જાનારા બહુ અપ હોય છે. જીવન જીવી જવું એ જુદી ચીજ છે ને જીવન જીવી જાણવું એ જુદી ચીજ છે. જીવન જીવી જવું એ પર્વતની ટોચ પરથી પત્થરને ગોળ નીચે ગબડાવવા જેવું છે એમાં કોઈ પ્રયત્નની, કેઈ સાહસની કે કોઈ મહાન ઉત્સાહની જરૂર રહેતી નથી. ગેળે ટોચ પર મૂક્યો કે એ સ્વયં ગાબડને ગબડત નીચે ઉતરી જવાને છે, તેમ જીવન જીવી જવામાં કોઈ પ્રયત્નની, સાહસની કે ઉત્સાહની અપેક્ષા રહેતી નથી. જીવન મળ્યું એટલે આપમેળે એ છવાઈ તે જવાનું છે. જીવન તે કીડી, મેકેડ, આદિ પ્રાણીઓને મળ્યું છે ને માનવને પણ મળ્યું છે. જેમ