________________
ચાર વાલે તે કેટલે બધે આનંદ થાય? માણસ આપણને બે પાંચ વર્ષે મળવાનું હોય તે એમ થાય કે મળશે પણ જેની આશા બીલકુલ છેડી દીધી હોય, ફરીને મળવાના કેઈ નિશાન પણ ન હોય એ આમ અચાનક મળે તે કેટલો આનંદ થાય? એ તે અનુભવી જ જાણ શકે છે. આંધળાને આંખ મળે ને ભૂખ્યાને ભોજન મળે એથી પણ અધિક આનંદ પિતાની વહાલી પુત્રીને લેવાથી ચંદ્રસેન રાજાને થયે. પિતાની પુત્રીને રાજાએ બાથમાં લઈ લીધી ને પૂછયું બેટા ! તને તે રનવતી રાણીના સુભટોએ સમુદ્રમાં ફેંકી દીધી હતી ને તું જમાઈરાજ પાસે કેવી રીતે પહોંચી ? ખૂબ આશ્ચર્ય પૂર્વક રાજા પિતાની પુત્રીને પૂછવા લાગ્યા.
સારી બાત કહી આપસમેં, આંખો સે આંસુ ટપકે,
સારે શહરકે ખૂબ સજાયા, હર્ષ હૃદયમેં ધર કે. મદનમાલતીએ પિતાના પિતાજીને બધી વાત વિસ્તારપૂર્વક કહી સંભળાવી. પુત્રી સમુદ્રમાં મગરમચ્છની પીઠ પર પડી. મગરે એને કિનારે મૂકી. ત્યાં ભેગી એને લઈ ગયે. છેવટે ઊંધે મસ્તકે બાંધી અને પછી જિનસેનકુમારે તેને કેવી રીતે છોડાવી તે બધી વાત સાંભળતા ચંદ્રસેન રાજા અને તેમના પરિવારની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. બેટા ! તેં ઘણું કષ્ટ વેઠયું પણ તારા સદ્ભાગ્યે તને તારા પતિ મળી ગયા ને તને છોડાવી. આજે અમારા દિલમાં શાંતિ થઈ. આટલા વખતથી તારા વિશે અમે ગૂરતા હતા. પિતાની દીકરી મળી એટલે આનંદને પાર ન રહ્યો. આખું ગામ ખૂબ સુંદર રીતે શણગાર્યું અને જાણે આજે જ દીકરીના લગ્ન ન હોય એવી ધામધૂમ અને ઠાઠમાઠથી સ્વાગત કરીને દીકરી અને જમાઈને નગરમાં લઈ ગયા. જિનસેન અને મદનમાલતીને જોઈને પ્રજાજનોને પણ ખૂબ આનંદ થયે ખૂબ સ્વાગત કરીને મહેલમાં લાવ્યા અને પ્રેમથી મળ્યા. બધાએ સાથે બેસીને જોજન કર્યું અને સુખ-દુઃખની વાતે કરીને આનંદથી દિવસ પસાર કર્યો. બીજે દિવસે ચંદ્રસેન મહારાજાએ મંત્રીઓ, સામતે અને સરદારે વિગેરેને લાવીને મોટી સભા ભરી અને બધાની વચમાં મહારાજા કહે છે તે મારા મંત્રીઓ, સરદારો, સુભટો અને પ્રજાજને ! હવે આજથી આ જિનસેનકુમાર તમારા છત્રપતિ મહારાજા છે. હું એમને રાજ્ય સંપી દઉં છું. તમે બધા મારી આજ્ઞાનું પાલન કરે છે તેમ હવે એમની આજ્ઞાનું પાલન કરજે. આ સાંભળીને જિનસેનકુમારે કહ્યું– મહારાજા ! આપ વડીલ છો ને હું તે હજુ બાળક છું. બાળપણમાં આપ મારા માથે વધુ બેજે કયાં નાંખે છે? આપ જ રાજ્ય સંભાળે મારે રાજ્ય જોઈતું નથી, ત્યારે રાજાએ કહ્યું-જમાઈરાજ ! આપ રાજ્ય ચલાવવાને બરાબર યોગ્ય છે. મેં આપની બુદ્ધિ, ગુણ, ચતુરાઈ અને પરાક્રમ જોઈને પહેલેથી જ પારખી લીધા છે, માટે મેં જે કંઈ કર્યું છે તે બરાબર છે. આપને રાજ્યની સરકાર કરે જ પડશે. રાજાએ ખૂબ આગ્રહ કર્યો એટલે જિનસેનકુમારને સ્વીકાર કરવું પડે. વિજયપુરમાં જિનસેનને રાજ્યાભિષેક કરી એમના માથે રાજમુગટ પહેરાવી એના નામની આણ ફેરવવામાં આવી.