________________
શારદા સુવાસ કરી દેવી એ કાંઈ સામાન્ય વાત નથી. અંતરમાંથી માન છૂટે ત્યારે આવા શબ્દો બેલી શકાય છે. ગોશાલકે પિતાના પાપને પશ્ચાતાપ કર્યો. આયુષ્યને બંધ પડ ન હતું એટલે પાપકર્મના દળિયા વિખેરીને બારમા દેવલોકે ગયે.
અન્ય ધર્મમાં જેસલ અને તેલની વાત આવે છે. જેસલ બહારવટીયે કે પાપીમાં પાપી હતું. તેરલને લઈને જેસલ હેડીમાં બેસીને કચ્છમાં જાય છે. તે સમયે નદીમાં ભયંકર તેફાન થયું. હેડી ડૂબવાની તૈયારીમાં હતી. જેસલના હેશકશ ઉડી ગયા ત્યારે તેરલ સતી કહે છે જેસલ! ગભરાઈશ નહિ. હું તારી નૌકાને ડૂબવા નહિ દઉં, પણ એક વાત છે કે તેં જીવનમાં કેવા કેવા પાપ કર્યા છે તે તું પ્રગટ કરી દે.
પાપ તારું પ્રકાશ જાડેજા, ધરમ તારે સંભાળ રે, તારી બેડલીને બૂડવા નહિ દઉ, (૨) જાડેજારે-એમ તેરલ કહે છે જી.
હે જેસવ! માનવ માત્ર ભૂલને પાત્ર છે, માટે તું તારા પાપ કહેવામાં સંકોચ ન રાખ. જે તારે આ આંધી ને તોફાનમાંથી બચવું હોય તે તે તારા જીવનમાં નાના મોટા જે પાપ કર્યા હોય એ પ્રગટ કરવા માંડ. ૫ પને પ્રગટ કરીને તારું હૈયું હળવું બનાવી દે. જેનું જીવન ભારેભાર પાપથી ભરેલું હતું એવા જેસલને પિતાના પાપકર્મને પશ્ચાતાપ થવા લાગે, આંખમાંથી પશ્ચાતાપના આંસુડા સરી પડ્યા. આજ સુધી એક હાકે ધરતીને ધ્રુજાવનારો જેસલ બહારવટીયે નમ્રતાપૂર્વક આંખમાંથી આંસુ સારતો કહે છે હે તેરલ સતી ! મારા પાપની તે શી વાત કરું ? આ પાપીબે તે તારા ઉપર પણ કુદષ્ટિ કરી છે, પણ તારા સતીત્વના પ્રભાવથી મારી કુવાસના દુર થઈ છે. મારા પાપની તે કંઈ સીમા જ નથી, હે માતા ! સાંભળ.
હરણ હણ્યાં લખ ચાર તેળી રાણું, હરણ હણ્યાં લખ ચાર રે, વનના તે મોરલા મારીયા, (૨) તળાદે રે એમ જેસલ કહે છે જી.
હે માતા ! મેં ચાર લાખ તે વનમાં કૂદતા ને નાચતા હરણીયા માર્યા છે. કેટલા મેરને માર્યા છે અને કોડભર્યા યુવાને પરણીને આવતા હોય અગર પરણવા જતા હોય એવી જતી ને આવતી જાને લુંટી છે. તે સિવાય બીજા કેટલાયને લૂટયા છે. સતી! વધુ તે શું કહું, મારા માથામાં જેટલા વાળ છે એટલા કર્મો મેં કર્યા છે. મારા પાપ પ્રગટ કરતા પાર આવે તેમ નથી. અંતરના પશ્ચાતાપપૂર્વક જેસલે પિતાના પાપ પ્રગટ કર્યા તે એની હેડી ડૂબતી બચી ગઈ. આવી રીતે દરેક પિતાના પાપકર્મને પશ્ચાતાપ કરે, નવા પાપ કરતા અટકે અને પિતાની ભૂલને સુધારે તે જીવન પવિત્ર બન્યા વિના ન રહે પણ આજે તે પાપ કરવું ને મિચ્છામિ દુકકડ દેવું અને માને કે મારું પાપ ધોવાઈ ગયું પરુ માત્ર મિચ્છામિ દુક્કડં દેવાથી પાપ નહિ લેવાય પણ હૃદયના ભાવથી પાપકર્મના