________________
૧૮
શારદા સુવાસ બચાવી લે છે અને સ્વ–પર કલ્યાણ કરે છે. રહનેમિને પિતાના સાધુપણાનું ભાન થયું. અહે! હું ક્યા સ્થાનમાં હો, મેં મારા ચારિત્રને પણ ખ્યાલ ન કર્યો. આ સતી રામતીની ગ્યાએ જે બીજી કઈ સ્ત્રી હતી તે હું કયાં પટકાઈ જાત ! આ પવિત્ર સતીએ તે મને પહેલા પણ સમજાવીને વૈરાગ્ય પંથે વાળ્યું હતું અને સંયમ લીધા પછી પતન થતાં મને બચાવ્યું. આમ વિચાર કરીને રહનેમિ શું કરે છે?
काहं माणं निगिण्हित्ता, माया लाभच सव्वसो।
इन्दियाई वसे काउ, अप्पाण उवस हरे ॥ ४८ ॥ ક્રોધ, માન, માયા અને લેભને જીતીને તથા પાંચ ઇન્દ્રિયને વશમાં કરીને તે રહનેમિએ પિતાના આત્માને ઉપસંહાર કર્યો અથવા પ્રમાદ તરફ વળેલા આત્માને પાછો હઠાવીને ધર્મમાં સ્થિત કર્યો.
કર્મના ઉદયથી રહનેમિનું મન વિકાર ભાવનાથી મલીન બન્યું પણ રામતીના વચનેએ તેના ઉપર ઘણી અસર કરી. ત્યાં હાથીરૂપ રહનેમિ, મહાવતરૂપ રામતી અને અંકુશરૂપ તેના વચને હતા. જેમતીના ઉપદેશ પૂર્ણ વચન સાંભળતા રહનેમિના હૃદયને કામવિકાર નષ્ટ થઈ ગયે. તેમણે રાજેમતને બધે ઉપદેશ ધ્યાનપૂર્વક સાંભળે. તે ઉપદેશથી જેમ અંકુશ દ્વારા હાથી પિતાના સ્થાન પર આવી જાય છે તે રીતે તેઓ સંયમમાં દઢ બની ગયા. તેમની કામવાસના શાંત થઈ અને પિતાના પાપને પશ્ચાતાપ કરવા લાગ્યા. બંધુઓ ! એક વખત માણસ ભાન ભુલે છે પણ જ્યારે તેને પિતાની ભુલનું ભાન થાય છે અને એના અંતરમાં પાપને પશ્ચાતાપ થાય છે ત્યારે કાજલ જેવા કાળા કર્મોને પણ બાળીને સાફ કરી નાંખે છે. લેખકને ગમે તેટલે કાટ ચઢયે હેય પણ એને અગ્નિમાં નાંખવામાં આવે તે કાટ બળીને ખાખ થઈ જાય છે તેમ ભયંકરમાં ભયંકર પાપ પણ અંતઃકરણપૂર્વકના પશ્ચાતાપના પાવકમાં બળીને સાફ થઈ જાય છે.
ગશાલક કે પાપી હતે. ખુદ તથકર ભગવાનના અવર્ણવાદ બોલનારે, પોતે જિન ન હોવા છતાં પિતાને જિન માનતે હતે. ભગવાનના બબ્બે શિષ્યને તેજુલેશ્યાથી બાળીને ભસ્મ કર્યા હતા. હું જિન છું, અરિહંત છું એવી જાહેરાત કરતે હતે. અગિયાર લાખ તે એના શ્રાવકે હતા. એના શ્રાવકો એને ભગવાન માનતા હતા. આવા ગે શાલકને પણ મરણ પહેલા બે ઘડી બાકી રહી ત્યારે પિતાની ભુલનું ભાન થયું અને પોતે ખૂબ પશ્ચાતાપ કર્યો. પિતાના મુખ્ય શ્રાવકને પાસે બેલાવીને કહી દીધું કે હું અરિહંત નથી, મહાવીર ભગવાન સાચા અરિહંત છે. મેં પાપીએ એમની આવી અવહેલના કરી. હું પાપી છું. મારા મરણ પછી તમે બધા મારા મોંમાં ઘૂંકો. મારા પગે દેરડી બાંધીને રસ્તા ઉપરથી ઢસેડ અને એવી જાહેરાત કરજે કે આ પાપી શાલક શા હતા આવી રીતે પિતાની ભુલને પશ્ચાતાપ કરીને પિતાના જ શ્રાવકે સામે સત્ય વાત પ્રગટ