________________
૯૧૬
શા સુવાણ શીખશે, એમ સારે માણસ પણ દુર્જનના સંગે ચઢીને બગડી જાય છે. કેઈ તાન સીધે ને સાદે માણસ હશે પણ એને જે દારૂડીયા કે જુગારીયાને સંગ થશે તે એના સંગે ચઢીને એના જેવું બની જાય છે. કેઈ માણસને બીડી પીવાની ટેવ ન હોય પણ કઈ બીડી પીનાર મિત્રને સંગ થશે તે ધીમે ધીમે બીડી પીને થઈ જશે, પણ જે ખરાબ માણસને સજજનને સંગ થશે તે એ સારા માર્ગે વળશે. અહીં રહેનેમિ તે ઉત્તમ કુળને દીકરે છે પણ એના કમેં એને ભૂલવાડે છે પણ સાથે એટલા સદ્ભાગ્ય છે કે સામું પાત્ર સો. ટચના સેના જેવું તેજસ્વી છે, એટલે ફીટકાર આપીને પણ ઠેકાણે લાવવા માટે પ્રયત્ન કરે છે. ગઈ કાલે ગાથામાં કહ્યું હતું કે હે રહનેમિ ! મને જોઈને તમારું મન ચલાયમાન થયું છે તે પછી તમે ગામ-નગરમાં ઘરઘરમાં ગીચરી જશે ત્યાં સૌદર્યવાન યુવાન સ્ત્રીઓને જોશે ત્યાં તમારું મન કેવી રીતે સ્થિર રહી શકશે? તમારી દશા હડ નામના વૃક્ષ જેવી થશે, માટે હજુ પણ સમય છે. સમજીને સંયમમાં સ્થિર બને. હજુ રાજેમતી શું કહે છે. - નવા મતવાર વા, નદી તળા
एवं अणिस्सरो त पि, सामणस्स भविस्ससि ॥ ४६॥ જેમ ગાનું રક્ષણ કરનાર ગોવાળ એ ગાયને માલિક નથી હોતે, અને ભંડારનું રક્ષણ કરનાર ભંડારી ભંડારને માલિક નથી હોતે તેમ તમે પણ સંયમ લઈને પણ જે વિષયાભિલાષી બનીને રહેશે તે સંયમ પાળવા છતાં શ્રમણ્યના સ્વામી નહીં બની શકે.
શ્રમણી રામતીના સિંહગર્જના જેવા જોરદાર શબ્દો સાંભળીને રહનેમિના હૃદયમાં ઝણઝણાટી થઈ. રાજેમતી એના મુખ ઉપરના ભાવે નિહાળી રહ્યા હતા. એમને ઉદ્દેશીને કહે છે દેવરિયા મુનિવર ! ધ્યાનમાં રહે છે. ગાયના ધણને હાંકનારે ગેવાળ એ ગાયને ધણી નથી. એની માલિકી ફક્ત એક નાનકડી લાકડી ઉપર છે, તેમ મહાન સંયમ માર્ગથી ચૂકનાર મુનિ મહાવત રૂપી ધણની માલિકી જતી કરીને ફકત વેશ રૂપી લાકડીને માલિક બને છે. આવા શબ્દ પણ રહનેમિ મુનિ મોનપણે સાંભળી રહ્યા, ત્યારે રામતીએ કહ્યું–રહનેમિ મુનિ ! તમે તે જ્ઞાન-દર્શન ચારિત્ર રૂપી રત્નના ધનકુબેર છે. આ તમારી કામવાસનાને કચડી નાંખે, નહિતર ધનકુબેરમાંથી તમે માત્ર એ ધનના ભંડારી બની જશે, એટલે કે તમે સંયમ પાળવા છતાં ચારિત્રના ધણ નહિ પણ માત્ર વેશના ધણું રહેશે.
બંધુઓ ! રાજેમતીના એકેક શબ્દ કેવા હિતકારી અને બેધદાયક છે. એક સ્ત્રી જાતિ-સાધ્વીમાં પણ ચારિત્રની કેટલી ખુમારી છે! આજે ઘણાં માણસે પિતાને દીકરી ન હોય તે એમ કહે છે કે મારે દીકરે નથી, બધી દીકરીઓ જ છે. નામ કેવી રીતે રહેશે? પણ ઘણી વખત એવું બને છે કે દીકરા કરતા દીકરીઓ ચઢી જાય છે ને દીકરીએ દીવે