________________
હેરે પશ્ચાતાપ પૂર્વક મિચ્છામિ દુક્કડ દેવાય અને ફરીને એવા પાપ ન થાય તેની સાવધાની રહે તે પાપ જોવાય છે.
રહનેમિ મુનિએ માનસિક અને વાચિક ભૂલ કરી. કાયાથી દોષનું સેવન કર્યું નથી પણ રામતીના ઉપદેશપૂર્ણ વચને સાંભળીને લજજાથી એમનું મસ્તક રાજેસતી પાસે ઝૂકી પડયું. એમની કામવાસના શાંત થઈ. એમણે પિતાના અંતરમાં રહેલા ક્રોધ-માન માયા અને લેભને જીતીને પિતાની પાંચ ઈન્દ્રિયેને વશ કરીને પિતાના ચિત્તને સંયમ ધર્મમાં સ્થિર કર્યું ને પિતાની ભૂલને પશ્ચાતાપ કરવા લાગ્યા. હવે પશ્ચાતાપના પાણીમાં સ્નાન કરતા રહનેમિ રાજેમતીને કેવા શબ્દો કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર: જિનસેનકુમાર ચંપકમાલાના પિતાને ત્યાંથી નીકળીને મદનમાલતીના પિતા ચંદ્રસેન રાજાને ત્યાં વિજયપુર આવ્યા ને પિતે આવ્યાના સમાચાર આપ્યા. તેણે નગર બહાર તંબુ તાણને ઉતારે કર્યો. આ તરફ ચંદ્રસેન રાજાને પિતાના જમાઈ આવ્યાના સમાચાર સાંભળીને દિલમાં ખૂબ દુખ થયું ને પિતાની પુત્રી યાદ આવી ગઈ એમના દિલમાં એક જ આઘાત હતું કે તમે જતી વખતે મારી દીકરીને મળવા પણ ન આવ્યાને સાસરે જવાની આજ્ઞા મેલાવી, તમારે ઘેર જતાં મારી દીકરીની આવી દશા થઈ છતાં તમે એની ખબર પણ લીધી નથી. હવે તમારું સ્વાગત કરીને મારે શું કામ છે? પણ પ્રધાન ડાહ્યો હતે. એણે રાજાને સમજાવ્યા કે મહારાજા ! એમને આ વાતની ખબર પણ નહિ હોય. બીજું અત્યારે એ મોટા મહારાજા બની ગયા છે, એટલે સાથે સૈન્ય પણ ઘણું છે, માટે એમનું સ્વાગત કરવું જોઈએ. આપણે સ્વાગત કરીને લઈ આવીએ, પછી આપણુ દીકરી બાબતમાં બધું એમને કહીશું. પ્રધાને ચંદ્રસેન રાજાને ખૂબ સમજાવ્યા એટલે રાજાએ સ્વાગતની તૈયારી કરાવો. મોટી સ્વારી સાથે જિનસેનકુમાર જ્યાં ઉતર્યા હતા ત્યાં સ્વાગત કરવા માટે આવ્યા.
પિતા-પુત્રીના મિલનથી થયેલ આનંદઃ * જિનસેનકુમારે પિતાના સસરાને દુરથી આવતા જોયા એટલે ઉભા થઈને સસરાજીના સામા ગયા ને પ્રેમથી પુત્ર પિતાને ભેટી પડે તેમ ભેટી પડયા. રાજા પણ કુંવરને ભેટયા પણ મુખ ઉપર આનંદ ન હતું, કારણ કે એને પિતાની પુત્રીના વિયેગનું દિલમાં દુઃખ છે. એને ખબર નથી કે મારી દીકરી જમાઈની સાથે જ છે. મદનમાલતીને ખબર પડી કે પિતાના પિતાજી આવ્યા છે એટલે હર્ષભેર પિતાના તંબુમાંથી બહાર નીકળીને પિતાજી પાસે આવીને ચરણમાં પડી ગઈ રાજાને પિતાની દીકરી મદનમાલતીને જોઈને ખૂબ આનંદ થયે કારણ કે પિતે જાણતા હતા કે મારી દીકરીને તે રનવતી રાણીને સુભટોએ સમુદ્રમાં ફેંકી દીધી છે, ત્યાર પછી પિતે ખૂબ તપાસ કરાવી હતી પણ પત્તો લાગ્યું ન હતું એટલે કિલમાં ખૂબ દુખ હતું. પિતાને હવે દીકરીની આશા ન હતી. એવી નિરાશામાં જે દીકરી મળે