________________
૯૧૨
શા સુવાસ સદા સ્થાપન કરીને રાખજે, હમેશા નવકાર મંત્રનું સ્મરણ કરજે. મારી વહાલી પુત્રી? વધુ તે તને શું કહું ? આ સંસારમાં સુખ દુખના વાદળો આવે છે ને વિખરાય છે. તારા અશુભ કર્મને ઉદય થાય ને દુઃખ આવે તે તું ગભરાઈશ નહિ ને સુખમાં ફૂલાઈશ નહિ પણ સુખ દુઃખમાં સમભાવ રાખજે. સાસુ, નણંદ કે શોક્ય કદાચ આકરા ઉતાવળ થઈને તને કંઈ કહે તે હું તેમના સામું બેલીશ નહિ પણ વિનય અને નમ્રતાથી સહન કરજે. આટલું બોલતાં માતાનું હૈયું ભરાઈ ગયું ને ગદ્ગદ્ કંઠે કહે છે બેટા ! હવે તે મારા ને તારા વચ્ચે ઘણું અંતર પડી જશે. જ્યાં સિંહલદ્વીપ અને કયાં કંચનપુર! બાળપણથી કુલની જેમ રમાડેલી કે મળ કળી જેવી લાડલી દીકરી ચાલી જશે ? મને મોકલવાનું બિલકુલ મન નથી પણ અનાદિની એ રીત છે કે કન્યા પર ઘેર જ શોભે, એટલે મારે તને સાસરે મોકલવી પડશે પણ બેટા ! ક્ષણે ક્ષણે તારા મરણ આવશે. અમારા અંતરના શુભાશિષ છે કે તમે સુખી થાઓ. એમ કહી રાજા રાણીએ દીકરી જમાઈને આશીર્વાદ આપ્યા ને જમાઈને કહ્યું કે
સાસુ સસરા નિજ જામાત સે, બોલે ઈસ પ્રકાર,
મારા જમાઈ જલદી આકર, સુધ લીજે હરબાર. હે જમાઈરાજ! અત્યારે તે આપને જવું જ છે એટલે અમે વધુ કહી શક્તા નથી, પણ હવે આ રાજ્ય આપનું જ છે, એટલે સંભાળવા માટે વહેલા આવજે. જિનસેનકુમાર મસ્તક ઝૂકાવી સાસુ-સસરાને પગે લાગ્યા ને જવા માટે તૈયાર થયા. મેટા ઠાઠમાઠથી રાજા અને પ્રજા એમને વળાવવા માટે આવ્યા. રાજાને પહેલેથી જ જિનસેન પ્રત્યે માન હતું. પહેલા પટાવાળાની નેકરી હતી. એના ગુણના કારણે પટાવાળામાંથી પ્રધાન બન્યા અને પ્રધાનમથી જમાઈરાજ બન્યા એટલે એના માનપાનમાં શું ખામી હેય? આખા નગરની પ્રજા દૂર સુધી વળાવવા આવી, પછી સૌને પાછા વાળીને જિનસેનકુમાર ચતુરંગી સેના સાથે આગળ ચાલ્યા. કંચનપુરમાં જતાં વચ્ચે ચંપકમાલાના પિતા માધવસિંહ રાજાનું ગામ ચંપાપુર આવ્યું, એટલે માધવસિંહ રાજાને ખબર આપી. પોતાની દીકરી અને જમાઈ આવ્યા છે જાણીને માધવસિંહ મહારાજાને ખૂબ આનંદ થશે. રાજાએ આખું નગર હવ જા પતાકાઓથી શણગાર્યું અને વાજતે ગાજતે સ્વાગત કરીને જિનસેનકુમારને ચંપાપુર નગરમાં પ્રવેશ કરાવ્યું. આ માધવસિંહ મહારાજાને પણ પુત્ર નથી, એટલે એમણે જિનસેનકુમારને રાજ્યાભિષેક કરવાની તૈયારી કરવા માંડી. જિનસેનકુમારે કહ્યું- મહારાજા ! આપ આ શું કરી રહ્યા છે? હું રાજ્ય લેવા માટે નથી આવ્યું. હું તે આપના આશીર્વાદ લેવા માટે આવ્યા છું, ત્યારે સસરા કહે છે હે જમાઈરાજ ! તમે મહાન ગુણવાન છે, નિર્લોભી છે. આપ જ આ રાજ્યને છે. મારે ચંપકમાલા એક જ પુત્રી છે એટલે રાજ્ય આપને જ આપવાનું છે. આપ રાજ્ય સંભાળે, પછી હું આત્મકલ્યાણ કરવા દીક્ષા લઉ. એમ કહી