________________
શારદા સુવાસ
૮૭
વ્યાખ્યાન ન. ૭ કારતક સુદ ૪ ને શનિવાર
તા. ૪-૧૧-૭૮ અનંત જ્ઞાની ભગવંતે શાસ્ત્રમાં ફરમાવે છે કે હે ભવ્ય છે ! જે તમારે સાચું અને શાશ્વત સુખ જોઈતું હોય તે તે મેક્ષમાં છે. મેક્ષમાં બિરાજેલા સિદ્ધ ભગવંતેનું સુખ નિરૂપમ, અનંત અને અવ્યાબાધ છે. એ સુખમાં દુઃખને અંશ પણ હોતું નથી, ત્યારે તમારા સંસારનું સુખ તે દુઃખમિશ્રિત છે. તેમજ આ લેકમાં જગતના જીવને એછું કે વધતું જે કંઈ સુખ થાય છે તે સુખ કેઈ પણ સાધન દ્વારા થાય છે. જેમ કેઈ માણસને સુંદર સ્ત્રીને જોઈને આનંદ આવે છે, કેઈને સ્વાદિષ્ટ ભેજન ખાવામાં આનંદ આવે છે તો કેઈને સારા વસ્ત્રો પહેરી હરવા ફરવામાં ને નાટક સિનેમા જોવામાં આનંદ આવે છે. આ આનંદ અને સુખને જે અનુભવ થાય છે તે સાધન દ્વારા થાય છે, ત્યારે મેક્ષમાં સિદ્ધ પરમાત્માને જે સુખ છે તે કઈ પણ જાતના સુખના સાધને વિના થાય છે કારણ કે મેક્ષમાં સુખના કેઈ સાધન નથી. તમને એમ થશે કે સુખના સાધના અભાવમાં કેવી રીતે સુખ થાય છે? તે જ્ઞાનીના વચન અનુસાર હું તમને સમજાવું
આ વાત ઉપર આપણે ઉંડાણથી વિચાર કરીશું તે સમજાશે કે કેટલીક વખત સુખના સાધનો દ્વારા આપણને સુખ થાય છે ને કેટલીક વખત દુઃખના કારણે દૂર થતાં સુખ થાય છે. માની લો કે એક માણસે સરકારને ભયંકર ગુને કર્યો એટલે સરકારે એના ઘરબાર, માલ મિલક્ત જપ્ત કરી લીધા અને એના કુટુંબને કાઢી મૂક્યું અને એને જન્મટીપની સજા કરી. જેલમાં એને જાલીમ દુઃખે ભેગવવા પડે છે. એને બળદીયાની માફક જોડીને પાણીના કેશ ખેંચાવે છે. માણસ ગમે તેટલી કાળી મહેનત મજુરી કરે પણ આ બળદ જેવી મજુરી ન કરી શકે, છતાં આને તે બળદના જેવી મજુરી કરાવે છે. કેશ ખેંચતા થાકી જાય તે લાકડીના માર પડે છે. આવી સખત મજુરી કરીને પણ પાછું પેટ ભરીને ખાવાનું નહિ જડે રોટલે ને ડબલ મીડાની ઘંશ ખાવા માટે આપે છે. આ જેલી જેલમાં વર્ષોથી આવી દુઃખી અવસ્થા ભોગવી રહ્યો છે. બે પાંચ વર્ષની જેલ હોય તે એમ થાય કે બે પાંચ વર્ષે પણ દુઃખથી મુક્ત થઈશ પણ આ તે જન્મટીપની સજા છે એટલે એ બિચારો કેદી ખૂબ દુઃખી થઈને કપાત કરે છે, રડે છે, ઝુરે છે. માણસ ગમે તે નાસ્તિક હોય, કોઈ દિવસ ભગવાનને યાદ કરતો ન હોય પણ આવું દુઃખ પડે ત્યારે તે જરૂર ભગવાનને યાદ કરે છે. આ કેદી બિચારે વિલાપ કરે તે કહે છે. ભગવાન ! હું આ ભયંકર કેદખાનામાંથી કયારે છૂટીશ ? મનુષ્ય હોવા છતાં નારકી અને તિર્યંચ જેવા ઘોર ખો હું અહીં ભેગવી રહ્યો છું. આના કરતા તે હવે જીવનને અંત આવી જાય તે આ દુખેથી મારો છૂટકારો થાય. આવા ભયંકર દુખે સડન કરતા વર્ષો પસાર થઈ ગયા છતાં મારા દુઃખને અંત આવતું નથી. હવે મારું દુઃખ મટાડે. હવે હું દુઃખથી ત્રાસી ગયો છું.
શા. સુ. પ૭