________________
શારદા સુવાસ
૮૯૫
:
ચરિત્ર – સિ’હલદ્વીપના રાજાએ જિનસેનકુમાર પેાતાને ઘેર આટલે વખત ગુપ્ત રહ્યો ને પોતે કેવા કામ કરાવ્યા તે બદલ ખૂબ અફસોસ વ્યક્ત કર્યાં ને ખૂબ પ્રશ’સા કરી, ત્યાર પછી જિનસેનકુમારને મહેલમાં બેસાડીને રાણી જ્યાં જિનસેનકુમારની પત્નીઓ ચ'પકમાલા અને મનમાલતી રહેતા હતા ત્યાં આવ્યા. રાણીને પોતાને ઘેર આવતા જોઇને અને રાજકુમારીએ હુ ઘેલી બનીને સામે ગઈ ને પગે લાગી, મહારાણીને ઉંચા આસને બેસાડીને તેમના ખૂબ આદર સત્કાર કર્યાં ને પગમાં પડી એ હાથ જોડીને પૂછ્યું-ખાસાહેબ ! આપે અહી પધારવાની શા માટે તકલીફ ઉઠાવી ? અમને ત્યાં ખેલાવવા હતા ને? ત્યાં તા રાણીએ બને વહુઓને બાથમાં લઈ લીધી ને કહ્યું-બેટા ! તમે તે મારી ભાણેજવહુએ છે મેં' તમને અત્યાર સુધી એળખ્યા નહિ. જિનસેનકુમાર મારી સગી બહેનના દીકરા છે. બેટા ! હુ તમને તેડવા માટે આવી છું. રાણીજી ટૅઠમાઠથી આવ્યા હતા. વાજતેગાજતે મને વહુને મહેલમાં લાવ્યા ને સહુ આનંદથી મળ્યા.
રાણી એકાંતમાં જઇને રાજાને કહે છે સ્વામીનાથ ! જિનસેન જેવા ગુણવાન અને પરાક્રમી છેકરા મળવા મુશ્કેલ છે, તે આપણી કમલા નામની કુંવરી મેટી થઈ છે. તે પણ ઘણી રૂપવાન અને ગુણવાન છે. એને જિનસેન સાથે પરણ વી દે. રાણીની આ વાત રાજાના દિલમાં ઉતરી ગઈ. રાણીની વાત તે સાચી છે. તે સિવાય જિનસેને મારા ઘણાં કામ કર્યો છે એટલે મારે એના કોઇ ને કાઈ રીતે સત્કાર તે કરવા જોઈએ. એમ વિચાર કરીને રાજા જિનસેનકુમાર પાસે આવીને કહે છે
કમલા વર। ગુણકે સાગર, માના સુઝ મનવાર, જિનસેનજી મૌન કરી હૈ, બ્યાહ મા સુખકાર.
હૈ જિનસેનકુમાર ! તમે તે। મારા ઘણાં કાર્યો કર્યો છે. મેાટી મેટી આફતામાંથી મને ઉગારી લીધા છે. એના બદલે હું વાળી શકું તેમ નથી, પણ આપે મારી એક વાત સ્વીકારવી પડશે. મારી બીજી રાણીની પુત્રી કમલા રૂપ, ગુણુમાં ચઢીયાતી છે માટે આપ એની સાથે લગ્ન કરી. તમારે મારું આટલું માન રાખવું પડશે. જિનસેનકુમારે જાણ્યુ કે રાજાને મારા પ્રત્યે ખૂબ પ્રેમ છે, એટલે એમની વાતના મારે સ્વીકાર કરવા જ પડશે. નહિ સ્વીકારું તે દુઃખ થશે, તેથી જિનસેનકુમાર મૌન રહ્યા. કોઈ પણ કાર્યોમાં હા કે ના ન કહે ને મૌત રહે તા સમજવુ કે એની ઈચ્છા છે, એમ અહીં પણ રાજા સમજી ગયા કે જિનસેનકુમારની ઇચ્છા છે એટલે તાખડતેખ લગ્નની તૈયારી કરાવી. નગરજનાને પણ ખખર પડી કે જિનસેન પ્રધાન સાથે મહારાજા એમની કુંવરી પરણાવે છે, તેથી સૌને ખૂબ આનંદ થયા. સૌ કહેવા લાગ્યા કે મહારાજાએ બહુ સારુ કર્યું. પ્રધાનજી રાજા કરતાં પણ ચઢે તેવા છે. રાજાએ લગ્ન માટે મુહુર્ત જોવડાવ્યું અને પછી લગ્નને માટે મેટ્રો વિશાળ મંડપ બધાગ્યે,