________________
શારા સુવાણ હસ્તમેળાપ વખતે કમલાએ માંગેલા સાત વચન” - મં૫ના મધ્ય ભાગમાં સોનાને રત્નજડિત સ્થંભ બનાવ્યું. એને ફરતી કિંમતી મણ અને માણેથી જડેલી પૂતળીઓ મૂકી, અને આખા મંડપમાં સાચા મેતીની ઉમે લટકાવી. મંડપની શોભા તે જાણે દેવકને પણ ઝાંખી પાડે તેવી બની હતી. એવા મંડપમાં જિનસેનકુમાર વરરાજા બની વરઘોડે ચઢીને ઠાઠમાઠથી પરણવા માટે આવ્યા. સાસુએ તેમને પંખ્યા અને બધી વિધિ કરીને માયરામાં લઈ ગયા. જિનસેનકુમાર અને કમલાની જોડી માયરામાં એવી તે શેભવા લાગી કે જાણે કૃષ્ણ અને કફમણ, રામ અને સીતાની જોડી જ ન હોય! એમને જોઈને લેકનું હૈયું હરખાઈ ગયું. સી બેલવા લાગ્યા કે કુદરતે કેવી સુંદર જે મેળવી આપી છે! આ વર-કન્યાની જેડી અખંડ રહે ને ખૂબ સુખ પામે. એમ સૌ અંતરના આશીર્વાદ આપવા લાગ્યા. લગ્નવિધિમાં હસ્તમેળાપને સમય થયો ત્યારે જિનસેનના હાથમાં કમલાકુમારીને હાથ મૂકવામાં આવ્યો ત્યારે કુંવરી મધુર ભાષામાં કહે છે “નાથ ! આપના હાથમાં મારે હાથે સેપતા પહેલાં હું આપની પાસે સાત વચન માંગું છું. આ બધાની સાક્ષીમાં તમે તેને સ્વીકાર કરી લે. જિનસેનકુમારે કહ્યું–તમારે શું વચન જોઈએ છે તે પહેલા મને કહો. કમલા કહે છે નાથ ! હું જે ઉમંગ ને કેડથી આપની સાથે લગ્ન કરું છું તે મારા કેડ પૂરા કરજે. હું હજુ બાળક છું. કદાચ મારી ભૂલ થઈ જાય તે મને જીવનભર નભાવજે પણ કદી છેહ દેશે નહિ. બીજું આપ કઈ પણ કામ કરે ત્યારે આપના હૈયાને પૂછીને કરજે પણ કેઈની ઉંધી સલાહે ચઢતા નહિ. મારી અણુસમજણને કારણે કદાચ મારી કોઈ ભૂલ થઈ જાય તે મને ભૂલની શિક્ષા કરજે. હું શિક્ષા લેવા તૈયાર છું. મને જે કંઈ કહેવું હોય તે આપ મને એકાંતમાં કહેજે. હું બધું સાંભળી લઈશ પણ મારા સાસુ, નણંદ કે દેરાણી-જેઠાણી કેઈ પણ હોય ત્યારે એમના દેખતા મને કટુવચન ન કહેશે, ક્રોધ ન કરશે કે કેઈને દેખતા મેહભરી આંખડી ન કરશે. ચોથું વચન એ કે નાથ ! હું મારા માતા-પિતાની મમતા છેડીને તમારા શરણે આવું છું તે આપ મને હું જે માંગુ તે જરૂર લાવી દેજે. કદી મને નિરાશ ન કરશે. પાંચમું આપ સુખ અને દુખમાં બધે મને સાથે રાખજે, પણ મને કાઢી ન મૂકશે, એવી મારી નમ્ર પ્રાર્થના છે. છ આપ તે ઘણા વિદ્વાન છે અને રૂપવંત છે એટલે જ્યાં જશે ત્યાં તમને ઈન્દ્રની ઈન્દ્રાણી તેમજ બીજી અપ્સરાઓ જેવી સ્ત્રીઓ મળશે, તે આપ તેમના સામી દષ્ટિ પણ ન કરતા. સાતમું ગંગા અને યમુના નદી એ બંને નદીઓ એકબીજામાં સમાઈ જાય એ એને પ્રેમ હોય છે તેમ આપ પણ આપને હૃદયસાગરમાં ગંગા યમુનાની જેમ મને સમાવી દે છે. આ રીતે કમલાએ સાત વચને માંગ્યા તે કુમારે એને આપ્યા, પણ પછી કહે છે તે મારી પાસે જેમ વચન માંગ્યા તેમ હું પણ તારી પાસે સાત વચન માંગું છું તે તું બરાબર પાળજે. હવે જિનસેનકુમાર કમલા પાસે કેવા સાત વચન માંગશે તેના ભાવ અવસરે,