________________
શારદા સુવાસ
૯૦૩
છે ? હું રહનેમિ ! એક નાગ જેવા તિય ચ પ્રાણીથી પણ તમે ગયા ! એ પણ પાછા મુનિ થઈ ને ? અગધનકુળના નાગ વધેલાને વાંછવા કરતા માતને મહાન ગણે છે તે તમારાથી પણ કામના ઉપર વિજય મેળવી શકાતા ન હૈાય તે સંથારો કરો. સંથારો કરીને શરીરને છેડી દે પણુ વમેલા કામભેાગની ઇચ્છા ન કરો. તમે આવું ઉત્તમ ચારિત્રરત્ન પ્રાપ્ત કરીને કાર્ડો જેવા કાયલેગમાં એને વેચી દેવા ઉઠયા છે. કિંમતી ચંદનના વનમાં આગ લગાડી એના કાલસા કરવા તૈયાર થયા છે. જરા વિચાર કરો. તમે મને ગમે તેટલી ઈચ્છતા હું પણુ હુ' તમને અંશ માત્ર ઇચ્છતી નથી ? હું મારા પ્રાણના ભાગે પણ મારું ચારિત્ર રત્ન ઝાંખુ પડવા નહિ દઉ. કદાચ એવે વખત આવશે તે અગ ંધન કુળના સર્પની જેમ હું મારા પ્રાણુને ત્યાગ કરીશ પણ વમેલા કામલેાગ તરફ દૃષ્ટિ પણ નિહ કરુ', એમ તમે પણુ વધેલા કામલેગને ઇચ્છવા કરતા અગધનકુળના નાગની જેમ મરણને ઇચ્છા તે શ્રેષ્ઠ છે પણુ કામલેગમાં દૃષ્ટિ કરવી તે ખરામ છે. આ પ્રમાણે રાજેમતીએ રહુમિની ઝાટકણી કાઢી. જે કુળવાન પુરૂષ હોય તે આવા શબ્દો એને છાૌમાં ગાળી વાગે એવા લાગે. હજી રાજેમતી રહેમિને શું કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર:-સિંહલદ્વીપના રાજાની પુત્રી કમલાએ જિનસેનકુમાર પાસે સાત વચન માંગ્યા તે સહુની સાક્ષીમાં જિનસેને કમલાને આપ્યા; પણ જિનસેનકુમાર પણ એનાથી ઉતરે તેવા ન હતા. એણે કહ્યું તું પણ મને સાત વચન આપ. આ તે પરસ્પર છે ને ! મારે તમારું કહ્યું માનવાનું ને તમારે મારુ' કહ્યું માનવાનુ. કમલાએ કહ્યુ` ભલે સ્વામીનાથ ! આપ ક્માવા, હું આપની આજ્ઞાનું પાલન કરવા તૈયાર છું.
હું કમલા! હું જ્યારે જે સમયે તને જે આજ્ઞા કરુ' તેનું તારે ખરાખર પાલન કરવું પડશે, પછી એમ નહિ કે હમણાં નહિ, પછી કરીશ. જમણા કાને સાંભળ્યું ને ડાબા કાને કાઢી નાંખવું એમ નહિ ચાલે. એવું થશે તા મારા દિલમાં દુઃખ થશે, માટે મારું દિલ કદી તું દુભાવીશ નહિ. એક વખત દિલ તૂટી જશે તે પછી સંધાવું મુશ્કેલ છે. ખીજુ... મારે ચ'પકમાલા અને મનમાલતી બે પત્ની છે, ને તું ત્રીજી પત્ની છે ને મારા ભાગ્યમાં હાય તા ચેાથી પણ આવે તે તારે એમની સાથે તારી સગી બહેનેાની માફક પ્રેમથી રહેવુ. પડશે. મારા માતા-પિતા પણ છે. એમના વિનય તારે કરવા પડશે. હું બહારથી આવું ત્યારે તમારા ત્રણેના મુખ હસતા હોવા જોઇએ. તમારું મન સ્હેજ પણ ઉંચુ' થશે તે મારો આનંદ ઉડી જશે, માટે તારે દૂધ-સાકરની જેમ મળીને બધાની સાથે રહેવાનું,
મેં પૂર્વ કા જા' પ્યારી, તુમ મત પશ્ચિમ જાના. ઢો તન એક મન હો રહના, મુઝુમ્સે કભી ન છિપાના,