________________
૯૦૪
શારદા સુવાસ - ત્રીજું હું કહું કે મારે પૂર્વમાં જવું છે તે તારે પૂર્વમાં જ આવવાનું પણ હું જાઉં પૂર્વમાં ને તું કહે મારે પશ્ચિમમાં જવું છે એવું નહિ કરવાનું. મારાથી કઈ પણ વાત છૂપાવવાની નહિ. જે પતિવ્રતા સ્ત્રી છે તે પિતાના પતિથી સહેજ પણ વાત છૂપાવતી નથી. તે પતિને એવી અર્પણ થઈ જાય છે કે એમના શરીર ભલે જુદા હોય પણ મન તે એક જ હોય છે. એમ આપણે જીવનમાં રહેવાનું. એવું જીવન જીવીએ તે જીવન જીવવાની મઝા આવે. બાકી તે જીવનમાં કંઈ સુખ કે આનંદ નહિ મળે. ચેથી વાત તારું રૂપ જોઈને કેઈ દેવ કે ઈન્દ્ર તારા ઉપર મેડિત થાય અને તેને સમજાવવા આવે તે પણ તું કદી પરપુરૂષની મનથી કે સ્વપ્નમાં પણ ઈચ્છા ન કરીશ, કારણ કે સતી સ્ત્રીને પતિ એક જ હોય છે. પાંચમી વાત તું જે માંગીશ તે હું જરૂર લાવી આપીરા પણ કદાચ માની લે કે તારા માંગ્યા પ્રમાણે હું ન લાવી શકે અગર લાવું ને બીજી પત્નએ માંગે તે આપવું પડે તે તને કંઈક ઓછું આપે તે તું કલેશ કે કજીયે ન કરીશ પણ જે મળે તેમાં શાંતિ રાખજે.
- છઠ્ઠી વાત તું સુખમાં જેમ પતિની સાથે રહેવા ઈચ્છે છે તેમ દુઃખના સમયમાં પણ પતિની સાથે રહેજે. સુખમાં ને દુઃખમાં, સંપત્તિમાં ને વિપત્તિમાં પતિની સાથે પ્રેમથી રહેવું પણ દુઃખ પડે ત્યારે રીસાઈને પિયર ભાગી જવું નહિ. આ બધી વાત તું ધ્યાનમાં રાખજે. સાતમી વાત અંતરમાં કરૂણભાવ રાખજે. તને જેવું સુખ ગમે છે તેવું સર્વ જીવોને ગમે છે, માટે દરેક જીવે પ્રત્યે કરૂણ રાખજે. સાસુ-સસરા અને વડીલ બહનેની તું સેવા કરજે. જીવનમાં નમ્રતા, લજજા રાખજે. કરૂણા, સેવા અને લજજાથી માનવદેહ શેભી ઉઠશે. આ સેનાના ને રત્નના આભૂષણે તે દ્રવ્ય આભૂષણે છે, પણ આ આભૂષણે તે સાચા આભૂષણે છે. મારા આટલા વચન તું પાળીશ તે જીવનમાં આનંદ-સુખ અને પ્રેમને ત્રિવેણી સંગમ થશે. આ પ્રમાણે જિનસેનકુમારે સાત વચન માંગ્યા. કમલાએ પણ તેનું પાલન કરવાનું કબૂલ કર્યું, ત્યાર બાદ ખૂબ ધામધૂમથી એના લગ્ન થયા. કરિયાવરમાં કમલાના માતાપિતાએ હાથી, ઘેડા, રથ, પાલખી, કિંમતી વચ્ચે, આભૂષણે અને આખું રાજ્ય આપ્યું. સાથે અઢાર દેશની દાસીએ આપી. રાજા અને પ્રજાના હૈયા હરખાઈ રહ્યા છે. શું દીકરી છે કે શું જમાઈ છે ! મહારાજાએ જમાઈ સારા પસંદ કર્યા. હવે એ પરણને જશે એટલે કયારે પાછા આવશે? જમાઈ બન્યા છે તે કોઈક વાર ખબર લેવા આવશે, માટે જે થયું તે સારું થયું. જિનસેન અને કમલાના લગ્ન થઈ ગયા. બધી વિધિ સમાપ્ત થઈ એટલે સૌ આશીર્વાદ આપીને પિતાપિતાને ઘેર ગયા. હવે જિનસેનકુમારને જલદી માતા-પિતાને મળવાની લગની લાગી છે એટલે તે સિંહલદ્વીપથી કેવા ઠાઠમાઠથી નીકળશે, કમલાને એની માતા કેવી શિખામણ આપશે તેના ભાવ અવસરે કહેવાશે.