________________
શારદા સુવાસ આમ ભગવાનને પ્રાર્થના કરતા હતા. એવામાં એવું બન્યું કે એ ગામના રાજાને ત્યાં પુત્રને જન્મ થયો. પુત્રજન્મની ખુશાલીમાં રાજાએ બધા કેદીઓને છોડી મૂક્યા. એમાં પિલા જન્મટીપની સજાવાળા કેદીને પણ મુક્ત કરવામાં આવ્યા. જેલરે કહ્યું તમને આજથી કેદમાંથી મુક્ત કરવામાં આવે છે. હવે તમે સ્વતંત્ર છે. જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. આ સાંભળતા જ કેદી એકદમ કેદમાંથી બહાર નીકળ્યા. કેદમાંથી છૂટે થતાં, બહાર નીકળતા એના આનંદનો પાર ન રહ્યો.
બંધુઓ ! વિચાર કરે છે. હવે એની પાસે સુખનું કેઈ સાધન નથી, કારણ કે ઘરબાર અને માલ મિલક્ત તે સરકારે લઈ લીધા છે. પત્નીને અને બાળકને કાઢી મૂક્યા છે એટલે પાસે કંઈ જ નથી. એની દાઢી અને માથાના વાળ વધી ગયા છે. કપડાં ફાટી ગયા છે છતાં એના આનંદને પાર નથી. જિંદગીમાં જે આનંદ અનુભવ્યું ન હતું તે અપૂર્વ અને અનુપમ આનંદ એને થયે. અત્યારે એની પાસે કઈ પણ વિષયસુખના કે ભેગે પગના એવા સાધને નથી. પત્ની, સંતાને કે ધન નથી છતાં એને આનંદ કેમ થાય છે? આ ઉપરથી સમજી શકાય છે કે બાહ્ય સુખપગના સાધને વિના પણ આત્માને આનંદ થાય છે. એ કેદીને બહારના સુખના સાધનોના અભાવે પણ સુખ અને આનંદને અનુભવ થશે. આ સુખ શેનું ? ભયંકર દુઃખથી મુક્ત થયે, કેદમાંથી છૂટે તેથી તેને સુખ અને આનંદ થયે, તેમ સિદ્ધ ભગવાનને આત્મા પણ અનંતકાળના સંસારની કેદમાંથી છૂટી, જન્મ-મરણના દુઃખથી મુક્ત થાય એટલે એને આનંદ અને સુખ તે અલૌકિક જ હોય ને ? પેલા કેદીને તે જન્મ-મરણના દુઃખ ઉભા છે. એનું સુખ અને આનંદ તે ક્ષણિક છે પણ સિદ્ધ ભગવાનને તે મુક્તિમાં અજબ, અનુપમ, અજોડ, અલૌકિક અને અસાધારણ સુખ છે. ત્યાં દુઃખને પૂર્ણ અભાવ છે અને અનંત સુખને સદ્ભાવ છે. ત્યાં કદી દુઃખ આવતું જ નથી. તમને બધાને સુખ ગમે છે ને ? દુઃખ નથી ગમતું ને? જે આવું સુખ અને આનંદ જલદી મેળવવાની લગની લાગી હોય તે ચારિત્ર અંગીકાર કરવું પડશે અને ચારિત્ર પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે બરાબર પાળવું પડશે.
આપણે ઉત્તરાધ્યયન સુત્રના બાવીસમાં અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં રહનેમિએ સંસારના સ્વરૂપને નિહાળી શાશ્વત સુખ મેળવવા દીક્ષા લીધી, પણ રાજેમતીને ગુફામાં જોઈને તેના મનને ઘડે કાબૂમાં ન રહ્યો એટલે જેમતીની પાસે આવીને એણે એની હલકી ભાવના પ્રદર્શિત કરી, ત્યારે રાજેતીએ એને પહેલા તે ધીરેથી સમજાવ્યું કે હે રહનેમિ! તમારા જેવા ત્યાગીને આ શેભતું નથી. એક વખત વિશ્વ-વિકારના અંકુશને ઉખેડી નાખ્યા પછી એ કેમ પ્રગટ થયા? સતી કદી અન્ય પુરૂષને ઈચ્છતી નથી. વળી સંયમ માર્ગમાં સ્થિત બનેલી સતી તમારા જેવા ભેગીના હાથે જીવનને કદી કલંક્તિ નહિ કરે. કાળા કપડામાં ગમે તેટલા ડાઘ પડે તે એ દેખાય નહિ,