________________
૮૯.
શિર સુવાસ શેઠના પુત્ર પણ એવા જ સંસ્કારી હતા. દીકરા મોટા થયા. શેઠે એમને ધંધે લગાડયા ને પરણવ્યા, છોકરાઓ બંધ કરવા લાગ્યા. સમય સમયનું કામ કરે છે. માણસ ધારે છે કંઈને કર્મરાજા કરે છે કંઈ શેઠના દીકરાઓ વહેપાર ધંધો કરવા લાગ્યા. પૈસા એવી ચીજ છે કે માણસને ભાન ભૂલાવી દે છે. છોકરાઓ વધુ ધન કમાવા માટે થડી અનીતિ કરવા જતા પણ શેઠ તરત જ ટકેર કરતા કે દીકરાઓ ! આપણું પુણ્યથી ઘણું મળ્યું છે. અન્યાય-અનીતિ કરીને તમે ધન કમાશે તે તમારે પાપ ભોગવવું પડશે. પૈસાથી મિજમઝા ઉડાવવા, માલ ખાવા સહુ આવશે પણ માર ખાવા કેઈ નહિ આવે. પાપના પોટલા બાંધીને પૈસા મેળવશે તે તે પાપ તે તમારા ખાતે લખાશે. એ પૈસે કદાચ અહીં ખલાસ થઈ જશે પણ પાપ પૂરુ નહિ થાય. એમાં કઈ ભાગ પણ નહિ પડાવે એમ સમજાવતા. આમ કરતા એક વખત છોકરાઓએ મેટ ધ છે કર્યો. એમાં જબરજસ્ત ખેટ આવી ગઈ, એટલે ઘરબાર, દાગીને બધું વેચવાને વખત આવ્યું. શેઠ સમજી ગયા કે હવે મારા જખ્ખર પાપ કર્મને ઉદય થયો છે. કંઈ રહે તેમ લાગતું નથી. મારા પાપને ઉદય થશે તે હું તે દુઃખ ભેગરીશ પણ જેની રકમે મારે ત્યાં મૂકેલી છે એ ગરીબોનું શું થશે? એમની રકમ ચૂકતે કરી દઉં. આ વિચાર કરીને શેઠ દુકાનમાં જે માલ હતા તે વેચીને જેની રકમ હતી તે આપવા લાગ્યા.
બંધુઓ ! માણસના પુણ્યને ઉદય હોય ત્યારે સૌ ખબર લેવા આવે છે, સૌ સાથ આપે છે પણ પુણ્યને સૂર્ય અસ્ત થાય છે ત્યારે કે સાથ આપતું નથી. સગાસ્નેહીએ અને સંબંધીઓએ જાણ્યું કે હવે શેઠ નિધન બની ગયા છે, એટલે કે એમની પાસે આવતું નથી. શેઠ બધું સમજે છે કે આ સંસાર સ્વાર્થ ભરેલે છે, પણ પિતાના મનના ભાવ પવિત્ર હતા. એ તે પિતાની પત્ની અને પુત્રોને કહેતા કે “સમય સમય બલવાન હૈ નહિ પુરૂષ બળવાન.” શેઠને હું શું ખાઈશ ને શું પીશ, ઘર-બંગલા વેચાઈ જશે તે કયાં રહીશ એની ચિંતા નથી પણ જેની થાપણ પડી છે એ બધાને પૂરેપૂરી ચૂકવી દેવાય તે મારા માથે કરજ ન રહે એની ચિંતા રહ્યા કરતી હતી, છતાં બનતા ઉપાયે મહેનત કરીને શેઠે બધાને બોલાવી બેલાવીને જેના જેટલા પૈસા હતા તે આપવા માંડ્યા. બધાની રકમે અપાઈ ગઈ, પણ એક વિધવા માતાની દશ હજારની રકમ બાકી રહી ગઈ, પણ હવે શેઠની પાસે કંઈ રહ્યું નથી. કેવી રીતે આપવી ?
એ વિધવાને પણ ખબર પડી કે શેઠ બધાની રકમ આપી દે છે, એટલે એ પણ શેઠની પાસે ઉઘરાણી કરવા આવી. દિવાળીના દિવસે આવીને કહે છે શેઠ ! મારી જીવનમૂડી દશ હજાર રૂપિયા છે. મારી પાસે બીજી કઈ મિલ્કત નથી. હું કાળી મજુરી કરીને ખાઉં છું. આ તે મારા હાથપગ ન ચાલે ત્યારે પાસે હોય તે ખાઈ શકાય. એમ સમજીને તમારે ત્યાં મૂકી છે, પણ હવે આ ભાઈબીજનો દિવસ આવે છે ત્યારે મારા ભાઈને મારે