________________
શારદા મુવાસ
સ્થિર કરશે તેના ભાવ અવસરે કહેવાશે. ભગવાનની વાણું અંતરમાં ઉતારી જીવનમાંથી અજ્ઞાનના અંધકાર દૂર કરી જ્ઞાનના દિપક પ્રગટાવશે તે જ તમે સાચી દિવાળી ઉજવી છે.
વ્યાખ્યાન નં.-૬ કારતક સુદ ૨ ને ગુરૂવાર “ભાઈબીજ”
તા. ૨-૧૧-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! મહામંગલકારી દિવાળીના પનેતા દિવસે ચાલી રહ્યા છે. તમે બધાએ ગઈકાલે નૂતન વર્ષાભિંદન કર્યા અને અન્ય શુભેચ્છાઓ પાઠવી. આવા પવિત્ર દિવસે આત્માને નૂતન સંદેશાઓ આપે છે. હે ચેતન !નૂતન વર્ષ એટલે જીવનની એક ડાયરી પ્રત્યેક વર્ષ એના ફર્યા છે. પ્રત્યેક દિવસ એ એને પાના છે. પ્રત્યેક અક્ષર એ કાર્ય છે. કાગળની ડાયરી ત્યારે જ સુંદર અને સુશોભિત લાગે છે કે જ્યારે એના ફર્મા સ્વચ્છ અને સુંદર હોય, ફર્યા ત્યારે જ સુંદર બને કે એના પાના પરના અક્ષરો સુરેખ અને સ્વચ્છ હોય, તેમ નૂતન વર્ષ એટલે ૩૬૦ પાનાની એક નાનકડી સુંદર ડાયરી. આ ડાયરીને કેવી રીતે સાચવવી? એમાં શું લખવું? શું ચીતરવું ? એને શું કરવું ? માત્ર એને સાચવીને મૂકી રાખવી કે ફાડી નાંખવી કે એને એક આદર્શ ડાયરી બનાવવી? શું કરવું એ તમારા હાથની વાત છે. આ ડાયરીમાં બધું નેધાય છે. વર્ષની એક પણ વાત એવી નહિ હોય કે એમાં નહિ નેધાતી હેય. જીવનમાં કાળા કર્મો કર્યા હોય તે નેધાય છે અને કોઈને આર્થિક મુશ્કેલીમાં અણીના સમયે સહાય કરી શુભ કર્મો ઉપાર્જન કર્યા હોય તે પણ સેંધાય છે. કેઈ ભેળ ઘરાકના ગળા ઉપર છરી ફેરવી હોય એવા અહેવાલ પણ લખાય છે ને કેઈ બબ્બે ત્રણ ત્રણ દિવસના ભૂખ્યા ભિખારીની ભૂખ મટાડી એના અંતરના મેળવેલા આશીર્વાદના અહેવાલ પણ લખાય છે.
બંધુઓ! તમારે તમારી જીવનડાયરીને સુશોભિત બનાવવી હોય તે જીવન રૂપી ડાયરીના પાને સત્કાર્યની રંગેળી પૂરે, સદ્દભાવનાના સપ્તરંગી ચિત્ર દોરે, પરોપકાર, પ્રેમ, પરમાર્થ અને ક્ષમાની સૌરભથી જીવન મઘમઘતું બનાવે, જ્ઞાનના દીવડા પ્રગટાવો, તપના તોરણ બંધાવે. સારું વર્ષ ભલે વીતી જાય પણ આ આદર્શ ડાયરીમાં આદર્શ કરેલા કાર્યોની નોંધને ટાંકીને જીવનભર માટે આંખ સામે રાખી તેનું ચિંતન કરે, પ્રત્યેક માનવી જે પિતાની આ ડાયરીને કેન્દ્રમાં રાખી એના એકેક પાનાને સુંદર બનાવવા પ્રયત્ન કરે, એના એકે પાના પર જાણતાં કે અજાણતાં કઈ કાળા ડાઘ ન પડી જાય તે માટે એની પૂર્ણ તકેદારી રાખે તે આત્માનું ઉત્થાન થયા વિના ન રહે. આ છગન ડાયરીને સાચવીને રાખવી કે રખડાવવી? બગાડવી કે સુધાર? એ બધી પિતાના હાથની વાત છે. આ જીવન રૂપ ડાયરીના જેટલા પાના ફાટી ગયાં એટલા ફાટી ગયા પણ હવે જે પાન બાકી છે તેને કાળા કર્મોથી કલંક્તિ કરી બગાડવા નથી. એટલે નિર્ણય તે બધાએ કરવો જોઈએ. આજના નૂતન વર્ષના પ્રથમ દિવસે નિર્ણય કરી લે કે મારી જીવન રૂપી ડાયરીને હું આદર્શ સંસ્કાર અને સદ્દગુણેથી જરૂરી સુશોભિત બનાવીશ.