________________
શાદી સુવાસ
૮૮૯ આજે ભાઈબીજને દિવસ છે. આજના દિવસનું નામ ભાઈબીજ કેમ પડયું? આજે ભાઈ બહેનને ઘેર જાય છે. આમ તે એ રિવાજ છે કે બહેન ભાઈને ઘેર જાય. વાર તહેવારે ભાઈ બહેનને પિતાને ઘેર જમવા બેલાવે છે, પણ ભાઈ બહેનને ઘેર જમવા જતે નથી પણ આજના ભાઈબીજના દિવસે બહેન ભાઈને જમવા તેડાવે છે. એનું કારણ શું? આ પ્રથા કયારથી શરૂ થઈ? ભગવાન મહાવીર સ્વામી મેક્ષમાં ગયા ત્યારથી. ભગવાન તે ત્યાગી હતા એટલે એમને સંસારના નેહ સબંધ ન હતા. ત્યાગી પુરૂષ સંસાર છોડી દે છે પછી એમને સગા સ્નેહીઓને રાગ હોતું નથી, પણ એમના સગાવહાલા, માતા-પિતા, ભાઈ-બહેન વિગેરેને તે એમ થાય છે કે “આ અમારો પુત્ર છે ભાઈ છે, બહેન છે એમ ભગવાન મેક્ષમાં ગયા ત્યારે એમના મોટાભાઈ નંદીવર્ધન અને બહેન સુદર્શનાને ખૂબ આઘાત લાગે. મેક્ષમાં પધાર્યા અને આનંદ થયે પણ આ પૃથ્વીપટ ઉપરથી તે એમને વિગ પડે ને? એનું દિલમાં ખૂબ દુખ થયું, તેથી બહેને પિતાના ભાઈ નંદીવર્ધનને પિતાને ઘેર તેડાવ્યા છે અને ભાઈ પણ શાક મૂકવા માટે બહેનને ઘેર ગયા. બહેને ભાઈને સેવનું જમણ જમાડયું, ત્યારથી આ દિવસને ભાઈબીજ કહેવામાં આવે છે.
રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનને પિતાને ઘેર જમવા તેડે છે ને બહેન પણ ભાઈને હશથી રાખડી બાંધે છે, ત્યારે ભાઈ પોતાની સ્થિતિ અનુસાર બહેનને કંઈ ને કંઈ આપે છે. આ ભાઈને પ્રસંગ છે. આજે ભાઈબીજના પ્રસંગે બહેન ભાઈને હિંમત આપવાની છે. ભાઈ સુખી હોય તે બહેનના દુઃખમાં સહાયક બને છે તેમ ઘણી વાર એવું બને છે કે બહેન ઘણું સુખી હોય છે ને ભાઈ ગરીબ હોય છે. આવા સમયે બહેને ભાઈને યથાશક્તિ મદદ કરવી જોઈએ. તે જ ભાઈ બહેનના સ્નેહ સાચા કહેવાય છે. ભાઈબીજ ઉપર એક બનેલી કહાની છે.
સંપતરાય નામના એક ગર્ભશ્રીમંત શેઠ હતા. પુ યે એમને ત્યાં પાણીના પૂરની જેમ લહમી આવતી હતી. શેઠની પાસે સંપત્તિ હતી ને સાથે જીવનમાં ધર્મ પણ ખૂબ હતે, શેઠાણું પણ એવા જ હતા. તેમને ચાર પુત્રો હતા. આબરૂ પણ ઘણું હતી, એટલે શેઠ-શેઠાણીને કઈ વાતની બેટ ન હતી. શેઠને ત્યાં ઘણું લોકેની થાપણે હતી. શેઠ લેકેને ના પાડતા કે મારે પૈસાની જરૂર નથી પણ કઈ વૃદ્ધ કે ગરીબ હોય એવા માણસે કહેતા શેઠ ! આપને ભલે જરૂર ન હોય પણ અમારા આટલા પિસા રાખે. અમારો એના ઉપર આધાર છે. આપને ત્યાં અમારી મૂડી સલામત રહેશે, એટલે શેઠ લેકેના પૈસા રાખતા ને વ્યાજ આપતા હતા. સંપતરાય શેઠ ન્યાય, નીતિને કદી છેડતા નહિ. એમના આંગણેથી ભિક્ષુક કદી પાછા જતા ન હતા. અતિથિને દાન દીધા વિના એમને ચેન પડતું નહિ. સાધુ-સંતની ભક્તિ તે એમના જીવનમાં તાણાવાણાની માફક વણાયેલી હતી.