________________
શારદા મુવીસ
પણ તમારી સાથે ભેગ ભેગાવવામાં સુખ દેખાય છે. હે રાજુ! તારું નિરાભરણ સ્વરૂપ જોતાં મને લાગે છે કે મારા ભાઈએ તે મહાન ભૂલ કરી છે કે તેને ત્યજી. અરે ! આવા નારીરત્નને ત્યજી દઈ સંસારમાં મળેલા જીવનમાં ધૂળ નાંખી છે પણ હવે આ એને નાને ભાઈ એ મૂર્ખ નથી કે તારા જેવા કમળ કમળ સરખા દેહમાં લુબ્ધ ન બને, આ રહનેમિ તને હવે કદી પણ આ જીવનમાં છેડી શકે તેમ નથી. એની વાત સાંભળીને જેમતી કહે છે કે રહનેમિ! બસ કરે હવે. એક સજજન પુરૂષને ન શોભે તેવા શબ્દો બેલી તમારા સાધુત્વને શા માટે જ છે. તમે જરા તે વિચાર કરે. તમે તેના પુત્ર છે ?
ક્યા કુળમાં જન્મ્યા છે? તેને તે ખ્યાલ છે ને? ત્યારે કહે છે હા, સુંદરી, મને બધા જ ખ્યાલ છે. હું સમુદ્રવિજય રાજાને લાડીલે ને શીવાદેવીને અંગજાત છું. નેમનાથ ભગવાનને ભાઈ છું. ઉત્તમ યાદવકુળમાં જન્મે છું પણ અત્યારે મારું તને કહો મન કહે કે ધન કહો બધું તું જ છે. તારી આગળ મને બીજું કઈ યાદ આવતું નથી. રાજેમતીએ કહ્યું તમે સંયમ સ્વીકારતી વખતે કઈ કઈ પ્રતિજ્ઞા કરી હતી તે યાદ છે ? હા....રાજેમત ! બધું યાદ છે, મેં સંયમ લઈને પાંચ મહાવ્રત અંગીકાર કર્યા છે. તે હે મુનિ ! આવી વાતે કરવાથી તમારા મહાવ્રતમાં દેષ નથી લાગતું? ત્યારે રહેનેમિ કહે છે દોષ લાગત હેય તે ભલે લાગે. હું તેનું પ્રાયશ્ચિત કરી લઈશ. રાજેમતીએ કહ્યું પાપ કરીને પ્રાયશ્ચિત લેવું તેના કરતાં પાપ ન કરવું શું છેટું રહનેમિ કહે-અરે, અત્યારે તે માટે પાપ કરીને પ્રાયશ્ચિત પણ નહિ કરવું પડે.
રાજેમતીએ પૂછયું એમ શાથી કહે છે? તે કહે છે તને ખબર નથી કે અહીં તારી ને મારા સિવાય ત્રીજું કઈ નથી. આવા એકાંત સ્થાનમાં આપણે ગમે તે કરીએ તે કેણુ જાણવાનું છે? ત્યારે રાજેમતીએ ઉગ્ર બનીને કહ્યું શું આપણે પાપ કરીએ ને કેઈ ન જાણે તે તેનું ફળ ભોગવવું નહિ પડે એમને ! ભલે, તમારા પાપને બીજું કઈ ન જાણે પણ તમે તે જાણે છે ને? શું તમારા કૃત્ય માટે તમારે આત્મા સાક્ષીભૂત નથી? જઘન્ય બે કોડ કેવળી, ઉતકૃષ્ટ નવ કોડ કેવળી ભગવંતે અને અનંતા સિદ્ધ ભગવંતે તે બધું જાણે છે ને? ત્યાં તમારું પાપ કયાં છાનું રહેવાનું છે! શું આ રીતે છૂપું પાપ કરવાની ઈચ્છા રાખનાર સાધુપણું અંગીકાર કરીને સાધુ પશુને દુષિત નથી કરતા? આ પ્રકારે છૂપાઈને પાપ કરવાની ભાવના સેવવી એ તે મહાન અપરાધ છે. તમે આ આ રીતે છૂપું પાપ કરવા તૈયાર થયા છે. પણ હું એવું પાપ કરીને મારા સાધુપણાને કલંકિત કરવા ઇચ્છતી નથી. મારા પ્રાણ ત્યાગ કરીશ પણ સાધુપણાને કલંક્તિ કરવા ઈચ્છતી નથી. મારા પ્રાણ ત્યાગ કરીશ પણ સાધુપણું નહિ જવા દઉં. હજુ રથનેમિ રાજેસતીને કેવા શબ્દો કહેશે ને રાજેતી કે ફીટકાર આપશે તે અવસરે.
ચરિત્ર ઃ જિનસેનકુમાર ઉંઘમાંથી જાગૃત થયે એટલે એની માતા જિનસેના યાદ આવી. મનમાં વિચાર થયે કે હું તે અહીં રાજકુમારની માફક બબ્બે પત્નીઓ સાથે