________________
શારહા સુવાસ
૮૭ નહિ આવે. તમને બહુ એમ હશે તે મારી માતાના દર્શન કરીને પછી આવીશ, પણ મને અત્યારે જવા દે. રાજાએ જાણ્યું કે હવે કઈ રીતે પ્રધાન રેકાય તેમ લાગતું નથી, એટલે કહે છે તમારા વિના મારું રાજય સૂનું થઈ જશે. આ બધું આપના વિના કેણ સંભાળશે? મારાથી હવે કામકાજ થતું નથી. એમ કહેતા રાજાની આંખમાંથી આંસુની ધાર થઈ, ત્યારે પ્રધાને કહ્યું- સાહેબ! આપ આવી ચિંતા ન કરે. બીજા પ્રધાને હોંશિયાર છે. એ બધું કામકાજ સંભાળી લેશે, પણ મને જવાની આજ્ઞા આપવા માટે કૃપા કરો.
સિંહલપતિ પૂછે કુંવરસે, કોન ગાંવ કયા હૈ પિતુ નામ,
કુંવર કહે કંચનપુર સ્વામી, સેહી તાત ગુણધામ,
અત્યાર સુધી મહારાજાએ કદી પૂછયું નથી કે તું કયા ગામને છે? તારા માતાપિતા કેણ છે? એટલે હવે પૂછે છે કે હે પ્રધાનજી! તમે કહે તે ખરા કે તમે કયા ગામના છો? અને તમારા માતા પિતા કેણ છે? જિનસેનકુમાર પણ કેટલો ગંભીર છે. અત્યાર સુધી કદી કઈને કહ્યું નથી કે હું રાજકુમાર છું. હવે જવાના સમયે મહારાજાએ પૂછ્યું ત્યારે કહે છે સાહેબ ! હું કંચનપુરના મહારાજાને પુત્ર છું. મારા પિતાજીનું નામ જયમંગલ મહારાજા છે અને માતાનું નામ જિનસેના રાણું છે. મારી માતા જૈનધર્મની અનુરાગી છે. એ માતાએ મને જન્મ આપીને મારા જીવનમાં જૈનધર્મના સંસ્કાર રેડયા છે. આજે હું આટલે બધે આગળ આવ્યો હોઉં તો એ મારી માતાએ આપેલા સંસ્કારને પ્રભાવ છે. એ મારી માતા વિગથી પુરી રહી છે. એ માટે મારે જલ્દી જવું છે. કંચનપુરના જયમંગલ રાજા અને જિનસેને રાણીનું નામ સાંભળીને રાજાના મેરેમમાં આનંદ થયે.
ભાણેજની ઓળખાણ થતાં રાણીને થયેલે આનંદ - રાજા સિંહાસનેથી એકદમ ઉભા થયા ને હર્ષભેર રાણીના મહેલે આવીને કહે છે કે હે મહારાણી ! આપણે પ્રધાન એ તારી બહેનને પુત્ર જિનસેનકુમાર છે. આ સાંભળીને રાણીના સાડા ત્રણ કોડ રેમરાય ખડા થઈ ગયા. હે, શું કહે છે? મારી બહેનને દિકરે જિનસેનકુમાર છે? મારી બહેનના સમાચાર તે હતા કે મારો દીકરો પરદેશ ગયો છે પણ એને પત્તો નથી. આપણને શી ખબર કે આ મારે ભાણેજ છે. અરેરે.....આટલા વર્ષોથી આપણે ઘેર એ આવ્યું છે પણ આપણે એને કદી પૂછયું છે કે તું કોને દીકરે છે? આપણે તે એની પાસે નેકર જેવા કામકાજ કરાવ્યા છે. આપણા મહેલને રોકીદાર બનાવ્યું, તેમજ કરચાકરના કામ કરાવ્યા. એણે પણ ઘરના દીકરાની જેમ આપણું કામ કર્યા છે. કદી કઈ પણ કામ કરવામાં એણે આનાકાની કરી નથી. એ એ બુદ્ધિવંત ને ગુણયલ કરે છે. એ આવ્યું ન હતું તે આપણું દુઃખને પણ અંત આવતો નહિ. એક તરફ દિલમાં દુઃખ છે ને બીજી તરફ હર્ષ છે, એટલે રાણું જિનસેનકુમારને મળવા માટે દેડતી આવી અને કુંવરને ભેટી પડીને કહ્યું, દીકરા ! તે અમને કદી એળખાણ ન આપી ! કુમાર માસીના ચરણમાં પડી ગયે. આવો જ આનંદ ચંદનબાળાની માસી મૃગાવતીને થયો હતે.