________________
૮૭૬
શારદા સુવાસ મહાન સુખ ભોગવું છું પણ મારી માતા બગીચામાં એકલી શું કરતી હશે? મદનમાલતીને માતાની સેવામાં મેકલી હતી તે પણ પહોંચી શકી નહિ એટલે મારી માતા ઝરતી હશે. મેં ઘણાંના દુઃખ મટાડયા પણ હજુ મારી માતાનું દુઃખ ટાળ્યું નથી. આ તે એ ઘાટ બન્યું છે કે “ઘરના છોકરા ઘંટી ચાટે અને બહારનાને આટે મળે.” ઘણાં માણસને એવી ટેવ હોય છે કે બહારના માણસને દાન કરી આવશે ને ઘરના છોકરા ભૂખ્યા ટળવળતા હોય છે, એમ મેં પણ બધાના સામું જોયું પણ માતાના સામું જોયું નથી. માતા યાદ આવવાથી આંખમાં આંસુ આવી ગયા. સવાર પડતા વહેલે ઉઠ ને નાહી
ઈને વહેલે રાજા પાસે સભામાં પહોંચી ગયા અને મહારાજાના ચરણમાં પડીને કહ્યું, મહારાજા ! મને મારી માતા ખૂબ યાદ આવી છે માટે મને મારા ગામ જવાની આજ્ઞા આપે, ત્યારે મહારાજા કહે છે,
કહાં જા તુમ ચાર મંત્રી, સુની દિલ ઘબરાવે,
હમ તુમકે નહીં જાને દેગા, કૃપા કર યહીં રહા. હે મંત્રીશ્વર! તમારું જવાનું નામ સાંભળીને મને તે ગભરામણ થાય છે. હું તમને નહિ જવા દઉં. તમે મારા માત્ર પ્રધાન નથી પણ તમે મારા પુત્ર જ ન હૈ એટલે મને તમારા પ્રત્યે પ્રેમ છે. આ રાજપાટ બધું તમારું જ છે. તમે તે મને જીવતદાન આપ્યું છે. હું તમને કેવી રીતે જવાની રજા આપું? તમને જવાની આજ્ઞા આપવા માટે મારું મન માનતું નથી. તમે અહીં જ રહી જાઓ, જિનસેન પ્રધાને કહ્યું મહારાજા ! આપની મારા ઉપર અપાર કૃપા છે તેથી મને પણ અહીં ઘણે આનંદ થયો છે પણ હવે મને મારી માતા પાસે જવાને તલસાટ ઉપડે છે એટલે આપ મને પ્રેમથી જવાની રજા આપે, તે હું પણ આનંદથી આપના આશીર્વાદ લઈને જાઉં તે મને સંતોષ થાય.
મહારાજા કહે છે તમારી વાત સાચી છે પણ હું તમને કેવી રીતે જવા દઉં મને તમારા વિના એક પગલું પણ ભરવું ગમતું નથી. આપણા દેહ જ જુદા છે પણ આત્મા એક છે. આટલું બોલતા રાજાની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. પ્રધાને મહારાજાને સમજાવીને શાંત કર્યા. મહારાજા રડતા રડતા કહે છે પ્રધાનજી! આપે મારા જ દિલમાં સ્થાન જમાવ્યું છે એટલું જ નહિ પણ મારી પ્રજાના દિલમાં સ્થાન જમાવ્યું છે. તમે એવું રાજ્ય ચલાવ્યું છે કે મારા રાજ્યની રોનક બદલાઈ ગઈ છે. હજુ તે તમે મને જવાની જ વાત કરી છે પણ પ્રજાજને જાણશે તે એ પણ તમને જવા નહિ દે, ત્યારે પ્રધાને કહ્યું. મહારાજા! આપની વાત સાચી છે પણ હવે મારું મન માતા પાસે જવા માટે તલસી રહ્યું છે એટલે આપ ગમે તેમ કરશે તે પણ હું અહીં રોકાવાને નથી માટે મને જવાની રજા આપે. હું કાઈશ તે પણ મને આનંદ