________________
શારદા સુવાસ જ્યારે ચંદનબાળાના હાથે મહાવીર પ્રભુને અભિગ્રહ પૂરે થયે ત્યારે દેવદુંદુભી વાગી અને સાડાબાર ક્રોડ સેનૈયાની વૃષ્ટિ થઈ ત્યારે આખા નગરની જનતા જોવા માટે ઉમટી ત્યારે ગામના રાજા રાણીના મનમાં પણ થયું કે લેકે કહે છે કે ચંદનબાળાના હાથે પ્રભુને અભિગ્રહ પૂર્ણ થયે. તે એ સતી કેણુ છે? આપણે એના દર્શન કરીએ. એમ વિચાર કરીને રાજા રાણી આવ્યા. રાણીએ તરત ઓળખી લીધી કે આ તે મારી ભાણેજ ચંદનબાળા છે, ત્યારે મૃગાવતી રાણીએ કહ્યું-બેટા! તેં માસીના રાજ્યમાં આટલું દુઃખ વધ્યું? અમને ખબર પણ ન આપી? માસીને ખબર ન હતી કે ચંદનબાળા અહીં છે પણ ચંદનબાળ તે જાણતી હતી ને કે માસીનું ગામ છે પણ એ જાણીને ગઈ ન હતી. મહાન આત્માઓ દુઃખના સમયે સગાની પાસે જતા નથી. માસીને પિતાની ભાણેજને જોઈને ખૂબ હર્ષ થય ને પિતાને ઘેર લઈ જવા ખૂબ આગ્રહ કર્યો પણ પછી તે ચંદનબાળાએ દીક્ષા લીધી.
અહીં જિનસેનના માસીને પિતાના ભાણેજને જોઈને ખૂબ હર્ષ છે. માસી ભાણેજ મળ્યા પણ ભાણેજવહુઓ જાણતી નથી કે આ માસીનું ગામ છે. હવે રાણીજી વસ્તુઓ પાસે જશે ને તેમનું સ્વાગત કરીને પોતાના મહેલે કેવી રીતે લાવશે ને શું બનશે તે અવસરે.
વ્યાખ્યાન નં. ૯૫ આસો વદ અમાસ ને મંગળવાર દિવાળી તા. ૩૧-૧૦-૭૮ - સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની ભગવતે જગતના જીને ઉદ્દઘોષણા કરીને કહે છે હે ભવ્ય છે ! પ્રમાદની પથારીને ત્યાગ કરીને ધર્મજાગ્નિકા કરે. ધર્મજગ્રિકા એટલે મેહનિદ્રાને ત્યાગ. મનુષ્ય દ્રવ્યથી જાગતે હેય પણ જે એને પિતાના આત્માનું ભાન ન હોય તે એ ભાવનિદ્રામાં ઉંઘતે જ છે. અનાદિકાળથી જીવ મેહનિદ્રામાં ઉંઘતે છે. એના પરિણામે આ વિરાટ વિશ્વમાં જીવ ચારે ગતિમાં રખડતા અનંત અનંત જન્મ-મરણ કરતે આવે છે અને હજુ પણ જે મેહનિદ્રાનો ત્યાગ નહિ કરે તે જન્મમરણનું ચક્ર ચાલુ જ રહેવાનું છે. અનંતા તીર્થકરે આ વાતને વારંવાર સમજાવી ગયા છે કે ઉત્તમ મનુષ્યભવ પામ્યા છો એ જાગવા માટે પામ્યા છે, ઉંઘતા રહેવા માટે નહિ, તેથી જાગે અને મોહનિદ્રાનો ત્યાગ કરે. ભગવાને તે પિતે જોયું છે કે ખુદ પિતાને આત્મા મેહની નિદ્રા ફગાવી દઇને જાગે ત્યારે જ એની ઉન્નતિના પગરણ શરૂ થયા અને આત્મજાગૃતિ રાખીને આરાધના કરતે રહ્યો તે પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકો.
ધર્મ જાઝિક કહે કે આત્મજાગૃતિ કહે એ પરમાત્મપદની પ્રાપ્તિને પામે છે. પાયા ઉપર જ ધર્મની આરાધનાની ઈમારત ખડી રહી શકે છે, એટલે તમે ધર્મ જાગ્રિક કરતા એ ચિંતન કરે કે હું કોણ? હું એટલે આ કાયાની કેટડીમાં કેદ પૂરાયેલ સચેતન